Book Title: Aatmgnanno Purusharth Author(s): Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal Saila View full book textPage 9
________________ (૧૭) સારભૂત જ્ઞાયક તત્ત્વ અખિલ વિશ્વમાં સર્વોપરી છે, એવા મારભૂત જ્ઞાયક તત્ત્વનું લક્ષ્ય કરીને આનંદના તરંગોથી તરંગિત થઈ જવાય છે. આત્માનંદ અસીમ છે. અધ્યાત્મમાર્ગ આનંદમય, સરસતામય અને નિવૃત્તિરૂપ છે. વાત્સલ્ય અને પ્રભાવનાથી ધર્મની પ્રભાવના થાય છે. ભોગોનો માર્ગ તો સંપૂર્ણ પાપનો, દુઃખનો માર્ગ છે, તેથી મંગળમય નિર્દોષ તત્ત્વનું સદાય લક્ષ રહે. વળી જ્ઞાનીપુરુષ મળે તો પ્રભાવિત થયા વિના પરીક્ષાપ્રધાની બની, તેનો સાચો નિર્ણય કરી પછી તેને આદર્શ તરીકે સ્વીકારવા. કોઈથી એકદમ પ્રભાવિત ન થઈ જવું અને કોઈને પ્રભાવિત કરવાની કોશિશ – પ્રયત્ન પણ ન કરવો. (૧૮) “આત્મા સર્વોત્કૃષ્ટ શુદ્ધ છે. હાલમાં દ્રવ્યાર્થિક નયથી છે. તે સ્થિતિએ હમેશાં એકરૂપ, સુખરૂપ, મુક્ત, પવિત્ર છે. સદ્ગુરુ આજ્ઞાએ કહ્યા પ્રમાણે આત્માનો આશ્રય થઈ જાય તો પાપકર્મોનો નાશ કરીને મૂળસ્વરૂપે પ્રગટ થઈ જાય છે. તે આત્મ! પરિણામોની ચંચળતા તો પર તરફનું લક્ષ રહેવાથી થાય છે. માટે આ પરાશ્રય બુદ્ધિને તોડી નાખ અને સ્વાશ્રય તરફ આગળ વધવા પ્રયત્ન કરી લે, કારણ કે તત્ત્વવિચારણાથી ઔદયિક વિકારીભાવ સહજપણે નાશ પામી જાય છે. પુણ્ય ઉદયમાં હોય તો અનુકૂળતાઓ તો ગમે ત્યાં હોઈએ ત્યાં પણ આવી મળે છે. પરંતુ અનુકૂળતાઓમાં સુખને શોધવું તે મિથ્યા, નિષ્ફળ વાર્તા છે. ચાર પ્રકારની સંજ્ઞાઓ સ્વભાવને ભૂલી જવાથી પીડા કરનારી બને છે. આ સંજ્ઞાઓથી બચવાના ઉપાય આહાર લેવો, શસ્ત્રોનો સંગ્રહ કરવો, ભોગોમાં રમણતા કરવી કે પરિગ્રહને વધારવાથી નથી હાથ લાગતો. તે માટે તો તત્ત્વવિચારણા, સત્સમાગમપૂર્વક આરાધના કરવી તે જ સાચો ઉપાય છે. અત્યંત ક્ષણિક ઔદયિકભાવોની વિચિત્રતાઓથી ગભરાઈને અવિનાશી આનંદ આપનાર ધર્મથી વિમુખ થઈ જવું તે ઉચિત નથી. માટે સંયમભાવની આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૬Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90