Book Title: Aatmgnanno Purusharth Author(s): Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 54
________________ પાછળ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પદશાની પ્રાપ્તિ થાય, તે પ્રયત્ન તો પોતાને કરવાનો રહે છે. તે ભેદજ્ઞાન માત્ર ધારણા પૂરતું નહિ પણ અંતરમાંથી ભેદજ્ઞાનની ધારા પ્રગટ થાય - આ સવિકલ્પ ભેદજ્ઞાન - ધારાની વાત છે, જે સમ્યગદર્શન પૂર્વે પ્રયત્નથી પ્રગટ થાય છે અને તે પછી પોતે તેને ટકાવે કે આ શરીર અને વિભાવ પર્યાય તે હું નથી, હું તો ચૈતન્ય જાણનારોજોનારો છું. કોઈ પણ પ્રકારના ભાવોથી અંદરમાંથી જુદો જ “હું છું. આવી જાતની સહજ ધારા અંદર પ્રગટ કરવાનું પોતાના હાથમાં છે. આવી સહજ ભેદજ્ઞાનની ધારા પ્રગટ થઈ જાય તો તેની પાછળ નિર્વિકલ્પ દશા પ્રગટી જાય છે. અર્થાત્ ભેદજ્ઞાનની ધારાની ઉગ્રતા થતાં જ્ઞાતાધારાની ઉગ્રતા થવાથી તે ઉપયોગની તીક્ષ્ણતા થતાં વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે. સ્વાનુભૂતિ થાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ લખેલ છે કે “જીવને આત્મપ્રાપ્તિ નહિ થવામાં મૂળ કારણ તેની સ્વચ્છંદતા છે, તો સ્વચ્છંદતા એટલે શું? સ્વચ્છંદી જીવ પોતાની મતિ કલ્પનાથી માર્ગનો નિર્ણય કરી લે છે કે માર્ગ આમ જ હોય, હું જે માનું છું તે સાચું જ છે. આત્મા આમ જ હોય તેમ પોતાની મતિથી નક્કી કર્યું હોય ત્યાં ને ત્યાં સ્વચ્છેદવૃત્તિથી અટકી જાય છે અથવા ગમે ત્યાં અટકતો હોય, પણ તે એમ માને કે મારે કોઈને પૂછવાનું રહેતું નથી, કારણ કે હું બધું જાણું છું, મને બધું આવડે છે, મને બધી ખબર છે તેમ તે પોતાની મતિ કલ્પનાએ ચાલ્યા કરે તો તે સ્વચ્છંદ છે અને તે આત્મપ્રાપ્તિ થતી અટકવા માટેનું સબળ કારણ છે. - મનુષ્ય જીવનનું કર્તવ્ય શું છે? - મનુષ્ય જીવનમાં ચૈતન્ય દ્રવ્ય અને પદ્રવ્ય (શરીરાદિ, જુદાં છે એવું ભેદજ્ઞાન કરવાનું છે. અંતરમાં વિભાવો સાથે એકત્વબુદ્ધિ થઈ રહી છે તે તોડવાની છે. હું જ્ઞાયક ચૈતન્ય છું, જ્ઞાન, આનંદાદિ અનંત ગુણસ્વરૂપ આત્મા છું, તેના ઉપર દૃષ્ટિ કરીને હું શાશ્વત ચૈતન્ય જ્યોત છું – એમ વારંવાર ચિંતન-મનન કરવાનું છે. તેની સ્વાનુભૂતિ આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૫૧ જPage Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90