Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 62
________________ નાનપણથી વૈરાગી હતા. વિચારશક્તિ તીવ્ર હતી, તેમનું જ્ઞાન ઘણું હતું, ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં સંસારભાવથી ન્યારા - જુદા હતા. સ્વાનુભૂતિ ગૃહસ્થાશ્રમમાં પ્રગટ થયેલી હતી. અંતરની દિનચર્યામાં તો આત્મામાં જવું, તેમાં રહેવું ને ધ્યાન કરવું તે હોય છે. બાહ્યની દિનચર્યામાં તો નિત્ય નિયમ મુજબ આજ્ઞાભક્તિ – આત્મસિદ્ધિ પારાયણ, સ્વાધ્યાય કરવાના હોય છે. દરરોજ નિયમથી ધ્યાન કરવાનું હોય છે. જીવન ચૈતન્યમય રાખતા રહેવાનું છે. દર્દ-અશાતા આવે તે વખતે ધ્યાન વધારે ચાલતું રહેવું જોઈએ જેથી ઉપયોગ બહારથી છૂટીને અંદર એકાગ્ર થાય સ્થિર થાય. જેથી નિર્વિકલ્પ તરફ સહેલાઈથી જવાય. સહજપણે જ્ઞાયકતા પ્રગટ થઈ જાય છે. આ સાધનાનું ફળ છે. આત્માનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે. ઉપયોગ બહાર જાય તો પણ અંદરનું કાર્ય થઈ શકે છે. બહારના સંયોગો, વેદના કે શરીર આત્માને રોકતાં નથી. પરિણતિ સહજપણે અંતરમાં જાય છે. આ પોતાના પુરુષાર્થનું ફળ સદ્ગુરુની કૃપા થવાથી પ્રાપ્ત થયું છે. અંતરના કર્તા, કર્મ, ક્રિયા બધું અંતરમાં છે ને બહારથી કર્તા-કર્મ બહારમાં છે. પુદ્ગલની ક્રિયા આત્મામાં નથી અને આત્માની ક્રિયા પુદ્ગલમાં નથી. સાધકોની વિધિનો કાર્યક્રમ અંતરમાં જ હોય છે. ભેદજ્ઞાનની પરિણતિનાં કાર્યો અંતરમાં ચાલે છે, તે તો ક્ષણે ક્ષણે ચાલતા જ હોય છે. દૃષ્ટિ અને જ્ઞાનની પરિણતિનો કાર્યક્રમ સદાને માટે ધારાવાહી હોય છે, તે તો નિરંતર ચાલતો રહે છે. અંતરમાં પુરુષાર્થની પરિણતિની સહજ ગતિ ચાલતી જ હોય છે. જ્ઞાન, ધ્યાન, સાધના એ બહાર કહેવાની વસ્તુ નથી. બાહ્યમાં તેની વાત કરવી તે સાધકોની રીત નથી, કારણ કે શુદ્ધાત્માની નિર્મળ પરિણતિની વાત બહા૨ કહેવાની હોતી નથી, તે અંતરમાં પોતાના માટે છે. ચૈતન્યની દૃષ્ટિ પોતાના ઉ૫૨ ચાલી ગઈ, એટલે વિભાવ બિચારા થઈ જવાથી, શક્તિ વગરના થઈ જવાથી ચાલ્યા જાય છે, પરની સ્વામિત્વબુદ્ધિ જ તૂટી જાય છે, આત્મજ્ઞાનનો પુરુષાર્થ ∞ ૫૯ બ

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90