Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila
Catalog link: https://jainqq.org/explore/005957/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Rા આત્મજ્ઞાનનો પુરુષાર્થ 0 સંકલન ક 'બ્રહ્મનિષ્ઠ શ્રી રસિકભાઈ શાહ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ સોભાગપરા, સાયલા-૩૬૩ ૪૩૦ (ફોન : (૦૨૭૫૫) ૨૮૦ પ૩૩ - Page #2 -------------------------------------------------------------------------- ________________ | | ૐ || આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ સંકલન બ્રહ્મનિષ્ઠ શ્રી રસિકભાઈ શાહ Kબાગ-બે Im, : જ- 'S D સાયલા. © પ્રકાશક છ શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ - સોભાગ પરા, સાયલા - ૩૬૩ ૪૩૦ ફોન : (૦૨૭૫૫) ૨૮૦૫૩૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ – પ્રસ્તાવના બ આ સકલનમાં બે વિષયો લેવામાં આવ્યા છે. ભેદજ્ઞાન માટે શું કરવું ? કેમ કરવું તેની છણાવટ કરવામાં આવી છે, જેથી પારમાર્થિક સાધના કરનાર સાધક સુવિચારણા દ્વારા ભેદજ્ઞાનનો પુરુષાર્થ કરી શકે. આ સંકલનમાં સાધના કરેલ સાધકે પોતે જે વિચારણા કરેલ તેનો ઉપયોગ કરેલ છે તથા અનુભવી આત્માએ આપેલા પ્રશ્નોના જવાબમાંથી ‘સ્વાનુભૂતિનો પુરુષાર્થ’ કરવા માટેનું માર્ગદર્શન આપેલ છે. આ વિષયની શ્રી રાજ-સૌભાગ આશ્રમ, સાયલામાં આરાધના શિબિર દરમ્યાન બ્રહ્મનિષ્ઠ રસિકભાઈ દ્વારા સાધકોના ગ્રુપમાં વિચારણા કરવામાં આવી હતી. સાધકોને સમજવા માટે આ સામગ્રી ઉપયોગી જણાતાં, ૫.પૂ. ભાઈશ્રીના આશીર્વાદ સાથે, બીજા સાધકોને લાભ મળે તે હેતુથી આ નાની પુસ્તિકા રૂપે મુકવામાં આવેલ છે. જે અધ્યાત્મના સાધકોને ઉપયોગી થશે એવી ભાવના સહ. પ્રકાશન સમિતિ શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ સાયલા સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્વાનુભવ માટે વિચારણા ભેદજ્ઞાન માટેની વિચારણા કરવા માટે આ લખાણ ખૂબ જ ઉપયોગી થશે અને સ્વભાવની પ્રતીતિ સહજ રીતે થઈ જશે. (૧) અહો ! બંધન રહિત સ્વરૂપની આરાધનાના માર્ગમાં જ્યાં પરની સાથે શેય-જ્ઞાયક સંબંધ પણ પરમાર્થથી નથી, તો બોધ લેવાવાળોબોધ આપવાવાળો – આ સંબંધનો ત્યાં અવકાશ જ નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે. તે નિરપેક્ષ, પરિપૂર્ણ, આનંદમય, પ્રભુતા સંપન્ન છે. બહિર્લક્ષી વિકલ્પોને ત્યાગીને સ્વાનુભવ તેમજ સ્વરૂપમાં મગ્ન થવાનો અભ્યાસ કરવો શ્રેષ્ઠ છે. (૨) ઉપાદાનની યોગ્યતા અનુસાર નિમિત્ત પણ સહજપણે મળતાં રહે છે. નિમિત્ત કારણ દ્વારા માર્ગદર્શન મળવાથી અધ્યાત્મ માર્ગમાં પ્રગતિશીલ બનવાનો પુરુષાર્થ તો આપણે જ કરવાનો છે. કારણ કે કોઈ પણ સાધક બીજા પર આધાર રાખી આગળ વધી શકતો નથી. સમ્યકદર્શનથી માંડી સિદ્ધ થવા માટેનું સામર્થ્ય પોતાનામાં છે જ, તેને સ્કુરાયમાન કરવાનું છે. વળી આપણે વીતરાગ બનવા વીતરાગે બતાવેલા માર્ગે ચાલવાનું છે. જેમ વીતરાગ બનવા ક્યારેય તથંકરોએ કોઈના સહારાને ઇક્યો નથી તેમજ જે નિગ્રંથ ગુરુ છે તે પરની સહાયથી રહિત છે. જિનવાણી આપણને સ્વાવલંબી બનવાનું શીખવે છે. (૩) “આત્મધ્યાન સિવાય બાકી બધું ઘોર સંસારનું કારણ છે' એવી શ્રદ્ધા સાથે બાહ્યમાં ક્યાંય રોકાવું નહિ. પરમાર્થથી તો ગુરુ-શિષ્યનો વિકલ્પ કરવાનો નથી. સદ્ભુત વ્યવહારથી પોતાનો શુદ્ધાત્મા જ ગુરુ છે. અદ્ભુત વ્યવહારથી નિગ્રંથ એ જે ગુરુ છે. પોતે જ પુરુષાર્થ દ્વારા શુદ્ધ, શાંત સ્થિતિ પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. આત્માના આનંદનો અનુભવ કરીને સદા આનંદમાં રહેવાનું છે. તે માટે અંતરમાં નિર્મળતા વધતી રહે તે આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૧ જ Page #5 -------------------------------------------------------------------------- ________________ જ યોગ્ય છે. સ્વલક્ષ્મપૂર્વક તત્ત્વાભ્યાસમાં સાવધાન રહેતાં રહેતાં સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરવાનો છે. (૪) સ્વાનુભવ જ જીવન છે તથા સ્વભાવનું વિસ્મરણ મૃત્યુ છે એટલા માટે જ મિથ્યાદષ્ટિ જીવોને હાલતાં-ચાલતાં મડદાં કહ્યાં છે. તૃપ્તિનો સ્વરૂપમાં જ સંભવ છે. પરદષ્ટિમાં તો તૃષ્ણા જ મળવાની છે. પરાશ્રિત જીવનમાં ક્યારેય તૃપ્તિ પ્રાપ્ત થતી નથી. સ્વભાવથી તો સુખમય સ્થિતિ માટે આત્માને બીજા અન્ય કોઈની આવશ્યકતા જ નથી. સંયોગનો તો વિયોગ થવો નિશ્ચિત છે. વળી સંયોગ વખતે પણ સંયોગની અસર આત્મામાં હોતી જ નથી. (૫) આ મનુષ્યભવમાં આધ્યાત્મિક ઉન્નતિના અવસર પ્રાપ્ત થયો છે તો પોતે પોતાને જ સમર્પણ કરવાથી સફળતા મળશે. પરિવાર સંબંધી મોહ છોડીને પોતાના પરમ ઇઝ વીતરાગદેવ, સશાસ્ત્ર-ધર્મ, સદ્દગુરુની સમ્યફ પ્રતીતિ સહિત માર્ગની આરાધના કરતા રહેવાનું છે. (૬) પોતાના શુદ્ધાત્માનો આશ્રય કરવાથી સમસ્ત દોષોનો ક્ષય સહજ થઈ જાય છે તેથી સ્વ પર ભેદજ્ઞાનરૂપ આત્માનુભૂતિ જ સમસ્ત ધર્મનું મૂળ છે. આ દુર્લભ જીવનની એક એક ક્ષણ એકમાત્ર પોતાની પાછળ જ પસાર થાય, બીજું કાંઈ કરવા યોગ્ય લાગે જ નહીં ત્યારે આકુળતા-વ્યાકુળતા થવાનો અવકાશ જ રહેતો નથી. સહજ સ્થિતિમાં આનંદ જ ભરપૂર ભરેલો છે. (૭) પરિગ્રહ પછી તે ચેતનનો હોય કે જડનો હોય તે દુઃખનું જ નિમિત્ત છે. પરિગ્રહથી સુખની કલ્પના કરવી મિથ્યા છે. સુખનો તો એક જ ઉપાય છે તે જ્ઞાનાનંદ સ્વભાવની આરાધના. અન્ય વિકલ્પો તો મોહનું જ સ્વરૂપ માનવું. અનર્થના બીજભૂત દુર્વિકલ્પોથી પર થવાનું છે. તત્ત્વભાવનાના બળ વડે પોતાનામાં પોતાની જ તૃપ્તિ તેમજ તે તૃપ્તિનો પુરુષાર્થ કરવાનો છે. સ્વાશ્રયથી જ સ્વાધીન સુખની પ્રાપ્તિ સહજ સંભવિત છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ (૮) જે જીવો મુક્ત થયા, જે મુક્ત થઈ રહ્યા છે અને જે મુક્તિને પામશે તે બધા ભેદજ્ઞાનપૂર્વક જ થયા છે. ભેદજ્ઞાનપૂર્વક સ્વરૂપમાં મગ્નતારૂપ સમ્યફચારિત્ર પણ સહજ જ થાય છે અને કર્મોનો ક્ષય-ઉપશમ પણ સ્વયં થાય છે. ધૈર્યપૂર્વક સ્વભાવની આરાધના સાથે સંયોગની સહજ ઉપેક્ષા, દ્વેષ વગર કરવી તે જ યોગ્ય છે. પોતાનો પુરુષાર્થ પોતામાં જ છે. પોતામાં જ ચાલે છે (થાય છે) બહારમાં કિંચિત માત્ર નથી ચાલતો છતાં પરિસ્થિતિમાં બદલાવ આવે તો તેની આકુળતા નહીં અને મનઃસ્થિતિ શાંત રાખવાનો પ્રયત્ન કરવાનો. શેય અનંત છે. બધા શેયને જાણવા પ્રયત્ન કરીએ તો અનંતકાળ સુધીમાં થઈ શકે નહીં. પણ જે જ્ઞાયક પોતાનો આત્મા છે તેને જાણવાનું થયું નહિ તો અનંતકાળ દુઃખમાં જ વ્યતીત થશે તેથી બાહ્ય શેયો પ્રત્યેની લુબ્ધતા છોડીને જ્ઞાયક આત્માને જાણીને તેમાં જ સ્થિર થવાનો પુરુષાર્થ કરવો તે જ કલ્યાણકારી છે. વળી, મને આ પર્યાય કેવી રીતે મળી છે અને કેમ છૂટશે? તેમાં ઉલઝયા વગર “આ પર્યાય તે હું નથી એવા ભેદજ્ઞાનપૂર્વક જ્ઞાનાનુભૂતિ કરવી એ જ શ્રેયસ્કર છે. બધા જ સુખનું મૂળ વૈરાગ્ય છે. વૈરાગ્ય દ્વારા આત્મજ્ઞાન મેળવવાનું છે. માટે જીવનમાં યથાયોગ્ય સદાચરણપૂર્વક તત્ત્વાભ્યાસ કરવા સદાય પુરુષાર્થી રહેવાનું છે. (૯) તત્ત્વની (આત્માની) પ્રાપ્તિ સહજ તેમજ સુલભ છે તેમ લાગે ત્યારે સમજવું કે પુરુષાર્થ સાચી દિશામાં થઈ રહ્યો છે. તેમજ “બધા જ અંત તત્ત્વને મેળવીને, અંદરમાં જ સમાઈ જાઉં એમ ભાવના ભાવવી, વિકલ્પોથી દૂર રહેવું. (૧૦) નિમિત્તથી જ ફાયદો થયો એવી કર્તૃત્વબુદ્ધિ મોહદષ્ટિ છે. નિમિત્ત માર્ગદર્શન આપે પણ કાર્ય તો આપણે જ કરવાનું છે તે યાદ રાખવાનું છે. આપણો પુરુષાર્થ જ આપણને ફળવાન થશે. ભાગ્યશાળી તે નથી કે જેને નિમિત્ત મળ્યું, પરંતુ ભાગ્યશાળી તે છે જેણે નિમિત્તનો આત્મજ્ઞાનનો પુરુષાર્થ » ૩ ૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ કરી સ્વની ઓળખાણ કરી. વળી આત્માને માટે પોતાનો આત્મા જ ઉપાય છે. સંયોગો મને છોડીને જાય તે પહેલાં હું જ સંયોગોનો ત્યાગ કરી દઉં તે જ કલ્યાણકારી છે. સંયોગોમાં એકત્વપણું કરવું તે તો દુઃખરૂપ છે અને એ જ અજ્ઞાન છે. સ્વભાવના લક્ષ્મપૂર્વક સંયોગ તે પોતાથી જુદા છે તેમ જ્ઞાન થયું તે જ સમ્યગૂજ્ઞાન છે. (૧૧) સંયોગો તરફનું લક્ષ્ય તે રાગ, ચંચળતા, આકુળતાનું કારણ છે; જયારે શાંતિ, સ્થિરતા, સમતા સ્વનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય. વિકલ્પ થવો એ અસ્થિરતા રૂપ દોષ છે, પરંતુ બુદ્ધિપૂર્વક વિકલ્પ કરવો, તેની પૂર્તિને માટે આકુળ-વ્યાકુળ થવું, તેને પૂરો કરવામાં હર્ષ માનવો તે મિથ્યા છે. સ્વભાવ તરફની સાધના થવાથી કામાદિક પરભાવ સહજપણે છૂટી જાય છે અને સ્વાભાવિકપણે પ્રગટ થવાવાળા જ્ઞાન, આનંદ, વીતરાગતા, પ્રભુતાદિ સહજ જ પ્રગટ થઈ જાય છે. તેથી નિવૃત્તિની ભાવના વડે બાહ્યથી નિવૃત્તિ લઈ નિવૃત્તિ સ્વરૂપ શુદ્ધ ચિતૂપની ભાવના ભાવવી એ જ કલ્યાણકારી છે, શ્રેયસ્કર છે. (૧૨) સત્સમાગમમાં પણ કાર્ય તો પોતાની યોગ્યતાનુસાર સ્વયમાં જ થવાનું છે. શાંતિ અંદર જ પ્રગટશે, જ્ઞાન પણ અંદરથી પ્રગટ થશે માટે બીજા વિકલ્પ કરવા જેવા નથી. પરમાર્થથી તો તે વિકલ્પનું પ્રતિક્રમણ કરવા જેવું છે. માત્ર અસંગ બનવાની ભાવના જ શ્રેયસ્કર છે. વિકલ્પ થાય ત્યારે ભેદજ્ઞાન વર્તતું નથી, પરથી લાભ-હાનિ, સુખ-દુઃખ થતું જણાય છે તો સમજવું કે પોતાના અભિપ્રાયમાં મિથ્યા વાસના ભરી પડી છે. જેથી રાગની પૂર્તિ થાય, તેમાં સુખની કલ્પના થાય છે, તે નુકસાનકર્તા છે. (૧૩) દ્રવ્યદૃષ્ટિ થવાથી વૃત્તિઓ સ્વયમેવ શાંત થઈ જાય છે અને બોજારૂપ જણાતી નથી. જગતની જૂઠી પ્રશંસા જૂઠી છે તે જણાય અને પોતાનો પુરુષાર્થ આનંદરૂપ જીવન માટે ચાલ્યા કરે તે જ હિતકર છે. (૧૪) ઇચ્છાઓની પૂર્તિ થવાનો ક્યારેય સંભવ નથી, તેથી આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૪ છ Page #8 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વવિચારપૂર્વક, ઇચ્છાઓનો અભાવ કરવાનો, તેનો નાશ કરવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. જ્ઞાની આસવોથી નિવૃત્તિ પામેલા છે અને આનંદમય રહેલા છે. તેથી આપણે પણ તેમના જેવા આનંદમય, નિષ્પાપ, નિરાલંબ, શાંત, કૃત-કૃત્ય થવા પુરુષાર્થી બની જઈએ અને પરમ સુખના અધિકારી બની જઈએ. (૧૫) સ્વાધ્યાયાદિ માત્ર ક્ષયોપશમ વધારવા માટે અથવા જગતમાં પ્રતિષ્ઠા મેળવવા માટે કરવાના નથી, પણ પોતાને સંસારમાંથી છોડાવવાના ઉપાય રૂપે કરવાના છે. જ્યાં સુધી સંયોગોમાં સાર જણાય ત્યાં સુધી આત્માની ચર્ચા અને ચિંતન માત્ર બાહ્યરૂપે જ રહી જાય છે, પણ તેમાંથી પર થઈ અતિન્દ્રિય જ્ઞાન અને સુખ, સ્વાશ્રયથી સહજરૂપે પ્રાપ્ત થાય છે. માટે તેવો જ પુરુષાર્થ કરીએ કે તે સહજ સુખની પ્રાપ્તિ થઈ જાય. (૧૬) નિરપેક્ષ એવા આત્મતત્ત્વની આરાધના, જગતભાવોથી નિરપેક્ષ થઈને કરવાથી પોતાને સ્વતંત્રપણે અનુભવી શકાશે. આ માટે અનુકૂળ સંયોગો મળે તો સારું એવી કલ્પના કરવી તે મિથ્યા છે. જો જડ પદાર્થ સ્વતંત્રપણે પરિણમે છે તો આપણે તેવા વિકલ્પોમાં શા માટે ઊલઝી જવું? કારણ કે વસ્તુ સ્વભાવ તો સ્વભાવથી સ્વતંત્ર છે. એકત્વ દૃષ્ટિ પ્રાપ્ત થયા વિના એકાંત મળવાનું નથી. આપણો પુણ્યોદય પ્રબળ હોવાથી અનુકૂળ કાર્ય થતાં રહ્યાં તો અંદરમાં માન-કષાય પુષ્ટ થશે, એમાં જ કૃતકૃત્યપણું મનાશે અને તેથી પોતાની સ્તુતિ સાંભળીને પ્રસન્ન થતો રહેશે તો આત્મસાધનાનો જ ઘાત થઈ જશે, નિષ્ફળ થઈ જશે. તે ધન્ય છે કે જેને શુદ્ધાત્માનો અનુભવ થયો છે, કે જેના આશ્રયથી અસંગ થવાનો વિકલ્પપણ છૂટી જાય છે અને અસંગતા પ્રગટ જણાય છે. નિવૃત્તિનો વિકલ્પ નાશ પામી જતાં નિવૃત્તિ મળી જાય છે અને પરમ તૃપ્તિનો આનંદ પ્રગટી જાય છે અર્થાત્ સ્વરૂપની પ્રાપ્તિ એ જ પરમ લાભ છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૫ % Page #9 -------------------------------------------------------------------------- ________________ (૧૭) સારભૂત જ્ઞાયક તત્ત્વ અખિલ વિશ્વમાં સર્વોપરી છે, એવા મારભૂત જ્ઞાયક તત્ત્વનું લક્ષ્ય કરીને આનંદના તરંગોથી તરંગિત થઈ જવાય છે. આત્માનંદ અસીમ છે. અધ્યાત્મમાર્ગ આનંદમય, સરસતામય અને નિવૃત્તિરૂપ છે. વાત્સલ્ય અને પ્રભાવનાથી ધર્મની પ્રભાવના થાય છે. ભોગોનો માર્ગ તો સંપૂર્ણ પાપનો, દુઃખનો માર્ગ છે, તેથી મંગળમય નિર્દોષ તત્ત્વનું સદાય લક્ષ રહે. વળી જ્ઞાનીપુરુષ મળે તો પ્રભાવિત થયા વિના પરીક્ષાપ્રધાની બની, તેનો સાચો નિર્ણય કરી પછી તેને આદર્શ તરીકે સ્વીકારવા. કોઈથી એકદમ પ્રભાવિત ન થઈ જવું અને કોઈને પ્રભાવિત કરવાની કોશિશ – પ્રયત્ન પણ ન કરવો. (૧૮) “આત્મા સર્વોત્કૃષ્ટ શુદ્ધ છે. હાલમાં દ્રવ્યાર્થિક નયથી છે. તે સ્થિતિએ હમેશાં એકરૂપ, સુખરૂપ, મુક્ત, પવિત્ર છે. સદ્ગુરુ આજ્ઞાએ કહ્યા પ્રમાણે આત્માનો આશ્રય થઈ જાય તો પાપકર્મોનો નાશ કરીને મૂળસ્વરૂપે પ્રગટ થઈ જાય છે. તે આત્મ! પરિણામોની ચંચળતા તો પર તરફનું લક્ષ રહેવાથી થાય છે. માટે આ પરાશ્રય બુદ્ધિને તોડી નાખ અને સ્વાશ્રય તરફ આગળ વધવા પ્રયત્ન કરી લે, કારણ કે તત્ત્વવિચારણાથી ઔદયિક વિકારીભાવ સહજપણે નાશ પામી જાય છે. પુણ્ય ઉદયમાં હોય તો અનુકૂળતાઓ તો ગમે ત્યાં હોઈએ ત્યાં પણ આવી મળે છે. પરંતુ અનુકૂળતાઓમાં સુખને શોધવું તે મિથ્યા, નિષ્ફળ વાર્તા છે. ચાર પ્રકારની સંજ્ઞાઓ સ્વભાવને ભૂલી જવાથી પીડા કરનારી બને છે. આ સંજ્ઞાઓથી બચવાના ઉપાય આહાર લેવો, શસ્ત્રોનો સંગ્રહ કરવો, ભોગોમાં રમણતા કરવી કે પરિગ્રહને વધારવાથી નથી હાથ લાગતો. તે માટે તો તત્ત્વવિચારણા, સત્સમાગમપૂર્વક આરાધના કરવી તે જ સાચો ઉપાય છે. અત્યંત ક્ષણિક ઔદયિકભાવોની વિચિત્રતાઓથી ગભરાઈને અવિનાશી આનંદ આપનાર ધર્મથી વિમુખ થઈ જવું તે ઉચિત નથી. માટે સંયમભાવની આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ દઢતા કરવી તે જ સાચો ઉપાય છે. સમ્યફ આરાધના કરવી હિતરૂપ જ છે. માટે દુર્વિકલ્પોને છોડીને ધૈર્યતાથી, ઉલ્લાસસહિત રત્નત્રય પ્રગટાવવાના માર્ગમાં આગળ વધી જવું. સ્વભાવના બળ વડે જ રાગાદિને જીતી લેવાનું સહજપણે બની જાય છે. (૧૯) “સ્વ'નું લક્ષ કરવાથી ઉપયોગ સહજપણે અંતર્મુખ થવા લાગે છે અને તેથી સહજપણે ઉદાસીનતા પ્રગટ થઈ જાય છે. જ્યારે અભેદજ્ઞાનનું વેદન આવી જાય છે, ત્યારે પરિષહ કે ઉપસર્ગને જીતી લેવામાં મુશ્કેલી જણાતી નથી કે વેદનાનો અનુભવ થતો નથી. ઇચ્છાતૃષ્ણા-આશારૂપ રોગનો ઈલાજ એકમાત્ર તત્ત્વવિચારણા જ છે અને ધ્યાન દ્વારા પરમાનંદમય સ્વ-આત્મામાં નિમગ્ન થવું એ જ અનંતકાળના પરિભ્રમણને ટાળવાનો ઉપાય છે. (૨૦) જિનેશ્વરના માર્ગની પ્રભાવના માટે મુખ્ય કર્તવ્ય તો પોતાની સ્વાનુભૂતિ કરવી તે છે અને જગતના જીવો પ્રત્યે કરુણા ભાવના દઢ કરવી તથા નિઃસ્પૃહપણે, સહજ અને નિરાભિમાનતાપૂર્વક સશાસ્ત્રનો અભ્યાસ કરતા રહેવું. વળી આપણું જ્ઞાન લાયોપથમિક હોવાથી સતત જાગૃતિ રાખવાનો પુરુષાર્થ રાખવો જરૂરી છે. જેથી ક્ષયોપશમ જ્ઞાનનો દુરુપયોગ ન થઈ જાય. આઠ મળ, આઠ મદ, ત્રણ મૂઢતા અને છ અનાયતનનો ત્યાગ તથા સંવેગાદિ ગુણોનું પાલન જ સમ્યકત્વને દઢ કરવામાં મદદ કરે છે. આત્માર્થી બનીને આત્માના હિતમાં પુરુષાર્થી બની રહેવું અને સામ્યભાવસમતાભાવની આરાધના વધારતા રહેવી એ જ શ્રેયસ્કર છે. . (૨૧) માત્ર કર્મોની પ્રકૃતિ આદિને જાણી લેવાથી સિદ્ધિ થતી નથી, પરંતુ કર્મબંધના કારણોથી નિબંધતત્ત્વ એવા પોતાના આત્માના આશ્રયપૂર્વક તેનાથી બચીને ચાલવું તે કર્મબંધનથી છૂટવાનો ઉપાય છે. એ દ્વારા આત્માની અનુભૂતિ કરી લેવી એ આત્મિક સુખ છે. પોતાના આત્મતત્ત્વનું દર્શન અર્થાત્ શ્રદ્ધાન જ કાર્યરૂપ થાય છે. ભેદજ્ઞાનપૂર્વક આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૭ % Page #11 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વનિર્ણય કરવો એ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. બાહ્યભાવથી વિરક્ત થઈને આત્મસ્વરૂપમાં લીન રહેવું તે વ્રતની સાર્થકતા છે. અસંગપણાની પ્રાપ્તિ જ સત્સંગનો હેતુ છે, પ્રયોજન છે. આત્મ આરાધનાની ઉપેક્ષા કદી ઉચિત નથી. પરિણામોની નિર્મળતા વગર બાહ્ય ક્રિયા કે અધ્યયનથી સંતુષ્ટ થઈને પોતાને સમ્યમ્ દષ્ટિ માનીને, અહંકાર કરીને, માત્ર બીજાની આલોચના, ઈર્ષ્યા આદિ કરવા તે મહાન ' પાપબંધનું કારણ છે. અધ્યાત્મના અભ્યાસની સાથે પરિગ્રહ અને ભોગોથી નિવૃત્તિ કરવી; દાન-શીલ-તપ-ભાવનાદિ દ્વારા ધર્મનું પરિણમન સહજ થાય તેમ કરતા રહેવાનું છે. અર્થાત્ નિરંતર વૈરાગ્યભાવના, મૈત્રી આદિ ભાવનાઓ, સામાયિકાદિમાં ઉપયોગને જોડવો જોઈએ. પોતાના પરિણામ સમ્યફ કરવા માટે ઉદ્યમી-પુરુષાર્થી રહેવું જોઈએ, કારણ કે મુક્તિનો માર્ગ અંતરંગ માર્ગ છે. તેનો પુરુષાર્થ વધારતા રહેવું જોઈએ. (૨૨) તત્ત્વભાવનામય પુરુષાર્થ વધારતા રહી આપણું જીવન સહજપણે પવિત્ર, શાંત થાય ત્યારે સમજવું કે આપણે કરેલા સ્વાધ્યાય, ધ્યાનાદિની સાર્થકતા થઈ છે. આપણી શક્તિ, પુણ્યોદય, સમયાદિ અલ્પ છે તેથી ભવિષ્યનો વિચાર કરતાં કરતાં સમતાનો અભ્યાસ જ કલ્યાણકારી છે. તે આત્મન્ ! ચૈતન્યસ્વરૂપ આત્માની વિરાધનાથી ઉપાર્જિત દુઃખ આત્મારાધના વગર કેવી રીતે નાશ પામશે? તે તો આપણને જે સાધનાનો અવસર મળ્યો છે તેના દ્વારા જ શક્ય બની શકે, અન્યથા નહીં. (૨૩) પરમ પુરુષની આરાધનામાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરવાનો છે. મહાપુણ્યોદયથી મનુષ્યત્વ, શ્રુતની પ્રાપ્તિ, શ્રદ્ધાની ભાવના અને તે પ્રકારની આરાધનારૂપ યોગ પ્રાપ્ત થયો છે તો આત્મહિત કરી લેવું એ જ આ જીવનની સાર્થકતા છે. આપણું જીવન તો જ્ઞાની જેવું હોવું જોઈએ અર્થાતુ જ્ઞાની ઉદય હોય તો ઉપદેશ આપે, પરંતુ તેમણે કહેલ પરમ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૮ % Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપાદેયરૂપ ધ્રુવ આત્માને અનુભવીને શાંત થાય છે. તેથી તત્ત્વનું સમ્યક્ ભાવભાસન થવું જોઈએ. દુઃખનું કારણ માત્ર આસવભાવ છે એમ જાણીને તેનાથી દૂર રહેવા જાગૃતિ સાથે પુરુષાર્થ કરવાનો છે. નિઃશંકતા એ સાધનાનું પ્રથમ અંગ છે. તેના આધારે ધ્યેયની સિદ્ધિ કરીને આનંદમય બનવાનું છે. (૨૪) વિકલ્પો જ ઊભા ન થાય તેનો એકમાત્ર ઉપાય બુદ્ધિપૂર્વક તત્ત્વવિચારણા જ છે. તેનાથી કર્મોને ઉપશમાવવા કે ક્ષય કરવાનું કારણ આપોઆપ મળી જશે. વિષમ પરિસ્થિતિઓમાં પણ જો પરિણામ વિષમ ન થાય તો હાનિ થતી નથી. અંતર્દષ્ટિથી જોવાથી ધર્મના માર્ગે ચાલવું કષ્ટરૂપ નથી, પણ મહાઆનંદમય છે. જો ચાર ગતિના પરિભ્રમણનું દુઃખ લાગે છે, તો બધા પરભાવનો ત્યાગ કરીને શુદ્ધાત્માનું ચિંતવન કરવું એ જ સહજ ઉપાય છે. અર્થાત્ ભવભ્રમણ ટળી જાય. આચાર્ય પદ્મનંદી કહે છે કે, જો સુખનું કારણ એવા ગુરુદેવનાં વચન મારા મનમાં પ્રકાશ પાથરે છે, તો પછી ભલે આખું વિશ્વ પણ શત્રુ બનીને મને સતત ત્રાસ આપે, મને ભોજન પણ ન આપે, મારી પાસે ધન પણ ન હોય, મારી બાહ્ય સ્થિતિ જોઈ એ ઉપહાસ કરે તો પણ મારું ચિત્ત દુઃખ નહીં પામે અર્થાત્ હું આનંદથી તેમાંથી પણ પસાર થઈ જઈશ અને સમતા રાખીને આત્મહિતમાં પુરુષાર્થી બની જઈશ. (૨૫) પ્રતિમામાં પ્રભુની હાજરી છે એમ નક્કી કર્યું, પણ સ્વયં આરાધક બનીને તેમના જેવી સ્વરૂપની રુચિ, અનુભવ, સ્થિરતારૂપ રત્નત્રય માટે પરમ પુરુષાર્થી બનીએ એ જ શ્રેયસ્કર છે. દ્રવ્યદૃષ્ટિપૂર્વક પ્રભુતાનો આશ્રય કરીને આપણી પર્યાયમાં પણ પ્રભુતા પ્રગટાવવા પુરુષાર્થી બનીએ. (૨૬) જે જીવ પોતાના પ્રભુમય સ્વરૂપને ભૂલીને, બાહ્યમાં સુખી થવા'માંગે છે, પરમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરીને રાગ-દ્વેષરૂપ પરિણમન કરે છે. ઇષ્ટનો સંયોગ થાય અને અનિષ્ટનો વિયોગ થાય આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૯ બ Page #13 -------------------------------------------------------------------------- ________________ એવો પુરુષાર્થ કરતો રહે છે તે બહિરાત્મા છે. જે જીવ ભેદ-જ્ઞાન દ્વારા સમસ્ત બાહ્યરૂપોથી ભિન્ન સ્વરૂપને ઓળખીને પોતાના આત્માની અનુભૂતિ કરે છે તે અંતરાત્મા છે. ક્યારેક એમનો ઉપયોગ અસ્થિરતાના કારણે શુભાશુભ પણ થાય છે, છતાં તેની દષ્ટિ એક અખંડ જ્ઞાયકભાવમાં જ રહે છે, તેનો પુરુષાર્થ સ્વરૂપ સ્થિરતામાં રહ્યા કરે છે તેઓ શીધ્રપણે સંયમ ધારણ કરીને આત્મધ્યાન દ્વારા પરમ નિરંજન, અવ્યાબાધ આનંદરૂપ પરમાત્મદશાને પ્રાપ્ત કરે છે. તે પરમાત્મા છે. . (૨૭) કલ્યાણનાં બાહ્ય કારણોમાં સત્ સમાગમ, સ્વાધ્યાય તેમજ લોકો વડે નિંદા થાય તેવાં કાર્યોનો ધર્મબુદ્ધિએ ત્યાગ કરવો મુખ્ય છે. અંતરંગ કારણ તો ભેદજ્ઞાન, તત્ત્વવિચારણા, સ્વસમ્મુખ થઈ સ્વાનુભૂતિ કરવાનો પુરુષાર્થ કરવો એ છે. વળી જેને સાચું સુખ જોઈએ છે તેણે કોઈ પણ બહાનું બતાવ્યા વગર, પ્રમાદ છોડીને, તત્ત્વાભ્યાસ અને તેની અનુભૂતિ કરવાની છે. જ્ઞાનીઓ લૌકિકસંગને વિશેષપણે નુકસાન કરનાર જાણીને નિર્જન, વનસ્થાનોમાં જઈને આત્મહિત સાધવાનો પુરુષાર્થ કરે છે, તેવા જ્ઞાનીઓ આપણું કલ્યાણ કરવામાં સાચા નિમિત્તરૂપ બને છે. તેથી સમ્યક અર્થે તો આપણે સ્વાર્થી બનવાનો પ્રયત્ન કરતા રહેવાનું છે. ભલે બાહ્યમાં બધું ભૂલી જવાય, પરંતુ સ્વયંને ભૂલી જવું તે કોઈ રીતે ઉચિત નથી. આપણને પ્રાપ્ત થયેલ દુર્લભ એવા કલ્યાણના અવસરને એક ક્ષણ પણ ચૂક્યા વગર આત્મહિતનાં સાધનોમાં સાવધાન રહીને પોત-પોતાના સ્વાર્થ, સ્વપ્રયોજન, મુક્તિની પ્રાપ્તિ કરવા પુરુષાર્થ કરતા રહેવું. (૨૮) જેને સ્થૂળપણે શેયનું પ્રતિબિંબ કહેવાય છે, તે વાસ્તવિકપણે જ્ઞાનનું જ્ઞાનમય પ્રતિબિંબ જ છે, અર્થાત્ જાણનાર જ જાણવામાં આવે છે, તે વાત બરાબર છે. જ્ઞાનમાં જ્ઞાનનો જ અનુભવ કરવો યોગ્ય છે. અહો! ભેદજ્ઞાન એક અદ્ભુત મંત્ર છે, જેનાથી મોહની મૂછ શીધ્ર - ત્વરાથી નાશ આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૧૦ % Page #14 -------------------------------------------------------------------------- ________________ પામી જાય છે. લોકમાં પણ જો જાણકાર પુણ્યપુરુષનાં, મહાત્મા પુરુષનાં દર્શન થઈ જાય તો, પાપ સ્વયં છૂટી જાય છે. તે જ પ્રકારે જાણવાવાળો જાણવામાં આવીને અનુભવમાં આવે છે, ત્યારે તે સ્વયં પાપરહિત થઈ જાય છે, પાપથી છૂટતો જાય છે.' (૨૯) આત્માનુભવ જ મુક્તિનું પ્રથમ પગથિયું છે. અર્થાત્ સુખનો પ્રમુખ મુખ્ય ઉપાય છે તેથી કલ્યાણાર્થી થઈને આત્માનુભવનો પુરુષાર્થ કરવો તે જ કલ્યાણકારી છે. (૩૦) જેને સમજવાનો છે તે પારિણામિક ભાવ પણ અંતરમાં જ છે તથા જ્ઞાન પણ અંતરમાં છે. તેથી તેમાં પરની આવશ્યકતાની જરૂર નથી. જેટલી જિજ્ઞાસાથી આપણે સંયોગોની તરફ જોઈએ છીએ તેટલી જિજ્ઞાસા અને એકાગ્રતા સ્વભાવની તરફ રાખીએ તો સ્વયં જ પોતાની પૂર્ણતા આદિનું ભાન થઈ જાય. આત્મા નિરપેક્ષ બનીને રત્નત્રયરૂપ પરિણમે છે. પોતાના સ્વભાવના આશ્રયપૂર્વક સ્વયં બહિરાત્મદશાનો વ્યય થતાં અંતરાત્મ દશા પ્રગટ થઈ જાય છે. - (૩૧) વાસ્તવમાં તો એકાકી જીવન જ અવિચ્છિન્ન આનંદમય છે. જ્યાં સયોગ-વિયોગજન્ય આકુળતા માટે અવકાશ નથી. વિષય-કષાયોને જીતવા માટે તથા વિકારોને દૂર કરવા માટે બુદ્ધિપૂર્વકની સમ્યવિચારણા જ ઉપાય છે. પોતાના “એકત્વપણા'ને ઓળખો, તેને જ ભાવો અને તેનું જ ધ્યાન કરી એત્વમાં જ રમણતા કરવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. આત્માથી વિમુખ, પોતાની બુદ્ધિને વધારે માનીને કુતર્કો વડે પોતાની માન્યતા પ્રમાણે રાગ કરવાથી અંતમાં તો દુઃખ જ મળશે. તેથી પોતાની માન્યતાનો હઠાગ્રહ છોડવો જરૂરી છે. (૩૨) પોતાના મહિમાથી અધિક કોઈનો પણ મહિમા લાગે ત્યાં સુધી મિથ્યાત્વ છે. જ્યાં સુધી પરમાત્મા અને આત્મામાં ભેદ જણાય ત્યાં સુધી પર્યાયદષ્ટિ છે, જે અતીન્દ્રિય આનંદમાં બાધક છે. સ્વરૂપની ઉપેક્ષા આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૧૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ અને વિસ્મરણ કરીને સ્વરૂપની પ્રાપ્તિ થવી દુર્લભ છે, અસંભવ છે. તેને માટે સતત સમ્યફ પુરુષાર્થ કરવો જરૂરી છે, કારણ કે એક જ્ઞાયકતત્ત્વ જ પરમત્તેય, ધ્યેયરૂપ અને શ્રદ્ધા કરવા યોગ્ય છે. અત્યાર સુધી જ્ઞાનનો વિષય સંયોગ અને પર્યાય તથા ભેદાદિક જ રહ્યો છે. હવે જ્ઞાનનું જોયું પોતાના અખંડ રૂપથી સ્વ-તત્ત્વને બનાવવું તે કલ્યાણનો ઉપાય છે. (૩૩) આપણી દશા તો ઔષધિનું જ અજીર્ણ કરવાવાળા રોગીની જેમ ભ્રાંતિમય થઈ રહી છે. જે રાગરહિત તત્ત્વનો ઉપદેશ દેવાવાળાથી રાગ જોડીને દુઃખી રહે છે. અર્થાત્ આત્મિક સુખની પ્રાપ્તિ થતી નથી. પર્યાયમાં પર્યાય બુદ્ધિરૂપ અહંકાર પણ પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં: બાધક થઈ રહે છે. સમયસાર નાટકમાં બનારસીદાસજી કહે છે કે, એક દેખિયે જાનિયે રમિ રહિયે એક ઠર સમલ વિમલ ન વિચારીયે; યહી સિદ્ધિ નહીં ઓર. અર્થાત્ એકને જ જાણો, જુઓ અને તેમ કરી તેમાં જ સ્થિર થઈ જાઓ તે મળવાનો છે કે મળરહિત છે, તે વિચાર જ છૂટી જાય તે જ સિદ્ધિ છે. બીજું કાંઈ નથી. સ્વ અને પર એકબીજાથી વિપરીત છે. આજે નહીં તો કાલે પણ પરનું લક્ષ છોડવું જ પડશે. પરને સાથે રાખીને સ્વની પ્રાપ્તિ અસંભવ છે. શુભ અશુભ વૃત્તિ એકાંત દુઃખ; અત્યંત મલિન સંયોગી હૈ, અજ્ઞાન વિધાતા હૈ ઈનકા; નિશ્ચિત ચૈતન્ય વિરોધી હૈ. શુભાશુભ વૃત્તિઓ-પરિણામે દુઃખરૂપ છે, તેમજ તીવ્રપણે મળવાળી સંયોગી છે. તેનું કારણ આત્માનું અજ્ઞાન છે. જે ચૈતન્ય માટે વિરોધીદુઃખદાયી ભાવ છે. પર્યાયદષ્ટિએ રાગ બહારમાં પ્રગટતો ન જણાય તો શું લાભ થાય? સાચી વાત તો એ છે કે રાગાદિક ઉત્પન્ન ન થાય તેમાં જ હિત સમાયેલું છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૧૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ (૩૪) શોભિત નિજ અનુભૂતિ યુત, ચિદાન્ત ભગવાન; સાર પદાર્થ આત્મા, સકલ પદારથ જાન. પોતાના જ્ઞાન અને આનંદરૂપ આત્માની અનુભૂતિથી તે શોભે છે. બધા પદાર્થોમાં સારભૂત એક આત્મા જ છે. વિશ્વમાં રહેલાં બધાં જ દ્રવ્ય અનાદિ અનંતપણે પોતાના સ્વ-ચતુષ્યમાં જ રહે છે. તેથી ગુણ પણ જેમના તેમ રહે છે અર્થાત્ પ્રત્યેક દ્રવ્યના ગુણ તે દ્રવ્યમાં જ સદા અભેદપણે રહે છે. પર્યાયમાં પણ પરમાર્થથી તે સ્વસ્થ અર્થાત્ પોતામાં પોતાથી પોતાને માટે પોતાના સ્વરૂપમાં જ હોય છે. ક્યાંય બીજા કોઈ સાથે તેનો સંબંધ હોતો જ નથી. સહજપણે નિમિત્ત-નૈમિત્તિક આદિ સંબંધમાં પણ તેની સ્વતંત્રતા બાધારહિત છે. રાગ-દ્વેષ, મોહનું નિમિત્ત તો અજ્ઞાનીમાં કહેવામાં આવે છે; કારણ કે તે સ્વભાવથી વિમુખપણે તત્ત્વમૂઢતાના પર્યાયમાં, તેના પ્રત્યે મોહાદિક ભાવ ઉત્પન્ન થાય છે. આપણે તો બધી વ્યાધિ કે ઉપાધિથી ભિન્ન, પરમ સમાધિરૂપ નિજ સ્વભાવના આશ્રયથી નિર્વિકલ્પ સહજ આનંદમાં લીન થઈ જવાનો પુરુષાર્થ કરવાનો છે. (૩૫) ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ સમજવાનું પ્રયોજન પર્યાયસંબંધી ચિંતા. તેના કર્તૃત્વપણાથી મુક્ત થઈને સ્વભાવદૃષ્ટિ કરવી એ જ છે. સહજ સુખ પ્રાપ્ત કરવા માટે વસ્તુની વ્યવસ્થા સહજપણે સ્વીકારવી પડશે. જેને સ્વતંત્ર બનવું છે, તેણે પ્રત્યેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા માનવી જ પડે, સ્વીકારવી જ પડે. જો પરને પોતાને આધીન માનીએ તો પણ તે સ્વાધીન રહી શકતું નથી. હે આત્મન્ ! સંસારમાં પણ જેમ સંતાનના ભલા માટે, તેના પ્રત્યેનો મોહ છોડીને તેને ગુરુકુળમાં મોકલવામાં આવે છે, તેવી જ રીતે આપણા આત્માના પર્યાયની નિર્મળતા, શાંતિ, મુક્તિ માટે પર્યાયદૃષ્ટિને પરમભાવરૂપ ગુરુને સોંપીને અર્થાત્ પર્યાયષ્ટિથી પાછો વળી જા અને આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૧૩ બ Page #17 -------------------------------------------------------------------------- ________________ ખોટા વિકલ્પોથી વિરામ પામી જા. પં. બનારસીદાસજી કહે છે કે, વાહી કે વિચાર કર, વાહી મેં મગન હજે; વાકો પદ સાધવે કો, ઐસી વિધિ ઠાનિયે. તે આત્માનો વિચાર કરીને તેમાં જ મગ્ન થવાનો પુરુષાર્થ કરીને, તે પદને સાધી લે. આ વિધિને જ કરવાની છે, જેમ કે કોઈ કામ કરવાનો નિશ્ચય કરી લે છે, તે પછી તેમ કરવા માટે મુશ્કેલીઓ તરફ લક્ષ આપતો નથી, તેની ઉપેક્ષા કરીને લક્ષ્યથી દૂર લઈ જવા-વાળાને સાંભળતો નથી. નિરંતર પુરુષાર્થ વધારતો રહે છે અને લક્ષને પાર પાડે છે. અસફળતા મળે તો પણ તે નિરાશ થતો નથી, પણ તેનો પુરુષાર્થ વધારતો જ રહે છે. તે જ પ્રમાણે પર્યાય તરફ દૃષ્ટિ નહીં આપો અને કર્મ, નોકર્મની તરફ દૃષ્ટિ પણ ન કરો પણ પોતાના સ્વરૂપ તરફ જ આગળ વધી જવું. અહો ! આત્મસ્વરૂપ અલૌકિક છે, જેના આશ્રમમાં રહેવાથી દુઃખી થઈ શકાતું નથી. જેમ સૂર્ય અંધારું ફેલાવી શકતો નથી તેમ સ્વભાવના આશ્રયથી વિકલ્પ ઊભો થવો સંભવિત નથી. જૈનદર્શનમાં શિષ્યત્વ અંગીકાર કરવાવાળાને જે સ્વની ગુરુતાનું ભાન કરાવે, તે નિમિત્ત અપેક્ષાએ સાચા ગુરુ કહેવાય. વળી નિમિત્ત અપેક્ષાએ નિગ્રંથ ગુરુ છે, પરંતુ તે ગુરુ કહે છે કે – જેના આશ્રયથી ગુરુતા પ્રગટ થાય છે, તે ત્રિકાળપણે નિગ્રંથ પરમ નિજભાવ જ ઉત્કૃષ્ટપણે આરાધવા યોગ્ય અને વંદનીય ગુરુ છે. મુક્તિમાર્ગમાં માર્ગ બતાવનાર સદેવ-ગુરુ-શાસ્ત્ર આદિથી ઉપયોગ હઠાવીને અંતરમાં તત્ત્વાભ્યાસ, સ્વાત્મવિચાર કરતાં કરતાં તેની આજ્ઞાનુસાર, સ્વભાવરૂપ પરમદેવનું સન્માન કરતો તે વિકલ્પથી પણ મુક્ત થઈને સહજ આનંદમય થવાવાળો જ્ઞાની જ જિનશાસનનો સાચો ભક્ત કહેવડાવવાનો અધિકારી છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ બતાવવાવાળા નિમિત્તનું બહુમાન કરવું તે બરાબર છે પરંતુ વાસ્તવિક તત્ત્વનું બહુમાન કરવું તે જ સાચું છે. સમયસાર કળશમાં અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે – આત્મા પર્યાયરૂપ નથી, પર્યાયનું કારણ પણ નથી; પર્યાયથી નિરપેક્ષ, આનંદમય છે. એવી અનુભૂતિ થતાં સમસ્ત દુઃખના વિકલ્પ, કતૃત્વ સહજ છૂટી જાય છે. વિકારી પર્યાયો સહજ છૂટી જતાં નિર્મળ પર્યાયો પ્રગટે છે. પર્યાય થતી રહે છે પરંતુ પર્યાયમાં “હુંપણાની ભાવના થતી નથી, વિકલ્પ થતો નથી. હું સ્વભાવરૂપ છું, પરભાવરૂપ નથી. વ્યવહારનયથી પરભાવોનું વર્ણન કરતા જીવનું નિરૂપણ કરવામાં આવે છે, પરંતુ તે રૂપે અનુભવ કરવાથી આકુળતા નાશ પામતી નથી. આત્મસ્વભાવ તો પરભાવથી તદ્દન ભિન્ન છે.' - આ પ્રતીતિ વડે સુખી થવાય. સ્વરૂપની રુચિને જ સમ્યક્ત કહ્યું છે. (૩૬) જે ક્ષણે અંતર્દષ્ટિ થાય છે, તે વખતે જ પોતાના વૈભવશાળી સ્વરૂપની અનુભૂતિ કરી લે છે અને અતીન્દ્રિય સહજાનંદ પ્રગટ થઈ જાય છે. અજ્ઞાનજન્ય આકુળતાનો અભાવ થઈ જાય છે. જયારે પરના આશ્રયને કારણે વિકલ્પ ઊભા થાય તે વખતે પોતાના આનંદમય નિર્વિકલ્પ તત્ત્વનો આશ્રય કરવો તે હિતકારી થાય છે. ચાર સંજ્ઞાઓની અસર દૂર કરવા માટે આપણે વિચારણા કરીને આગળ વધવા પુરુષાર્થ કરી લેવો જરૂરી છે. દા.ત.: (૧) આહારજનિત દુઃખ દૂર કરવા માટે નિરાહારી બનીને ચિત્માત્ર તત્ત્વનું શરણ લેવું જરૂરી છે. (૨) ભયથી જન્મતી વેદના દૂર કરવા માટે નિર્ભય, અભેદ, અછેદ, શાશ્વત પોતાના જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરવો. (૩) મૈથુનસંજ્ઞાજન્ય દુઃખનો ઉપચાર ભોગ નહીં પરંતુ બ્રહ્મસ્વરૂપનો આશ્રય, બ્રહ્મચર્યનું પાલન, ચિંતન આદિ રહેલાં છે. (૪) પરિગ્રહજન્ય પીડા દૂર કરવા માટે પોતાના શાશ્વત વૈભવની પ્રતીતિ કરવી જરૂરી છે. અર્થાત્ જ્ઞાનભાવનો આશ્રય થયા વિના સુખ પ્રગટતું નથી અને મોહની હાજરીમાં દુઃખ મટતું નથી. દ્રવ્યદૃષ્ટિ જ સુખની જનની છે. પર્યાયદેષ્ટિ દુખની જનની છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૧૫ % - Page #19 -------------------------------------------------------------------------- ________________ માટે પર્યાયદષ્ટિનો ત્યાગ કરી ત્વરાથી સંયોગાતીત, વિકલ્પશૂન્ય, સહજ આનંદમય ધ્રુવ ચૈતન્ય સ્વભાવનો આશ્રય લઈ પરમ શાંતિ પ્રાપ્ત કરીએ. (૩૭) સ્વકો શેય બનાતે ચલો, સમતા ભાવ બઢાતે ચલો; . માર્ગ મેં આવે સંકલ્પ વિકલ્પ, સબકો હી પર મેં ખપાતે ચલો. સ્વ-આત્મદ્રવ્યને શેયરૂપ બનાવી “સમતાને વધારતા રહેવું અને તેમ કરવા જતાં માર્ગમાં સંકલ્પ-વિકલ્પ આવે તો બધા જ પર છે તેમ ગણી તેનાથી પર રહી આગળ વધતા રહો. અહો! આપણા શુદ્ધ તત્ત્વની પ્રતીતિ થવાથી (૧) મિથ્યાત્વઃ અનંતાનુબંધી કષાયોનો નાશ થઈ જાય છે. (૨) તેને લગતી આકુળતા અને કર્મોનો અભાવ થઈ જાય છે. (૩) અસ્થિરતાજન્ય - અલ્પ કષાયોમાં પણ તીવ્રતા નથી રહેતી અર્થાત્ તે કપાયેલા વૃક્ષની હરિયાળીની જેમ નાશ પામી જાય છે. નિરંતર સ્વાનુભૂતિ માટે પુરુષાર્થી રહેવું અને અન્ય બધી બાહ્ય વ્યવસ્થા સ્થિતિને બનવાવાળી માનીને પર્યાયદષ્ટિમાંથી પાછા ફરી સ્વતંત્ર સુવિચાર ધારા વડે નિશ્ચિત બની જાઓ અને તીવ્રભ્રમણનો અભાવ કરવા માટે સાવધાન અને જાગૃત રહી નિજભાવમાં દષ્ટિ હમેશાં રાખી વર્તો. (૩૮) હે આત્મન્ ! તું વિચાર તો કર કે અનંત વૈભવનો સ્વામી થઈને કેમ પરના વિકલ્પ કરે છે? માટે સ્વભાવના મહિનામાં એટલો તૃપ્ત થઈ જા કે વિકલ્પનો અવકાશ જ ન રહે. જ્ઞાનીજનોનો એ સંદેશ સ્મરણમાં રાખવા યોગ્ય છે કે, બાહ્ય તરફની દૃષ્ટિ તોડી દે. જો બાહ્યમાં જોવું જ છે તો પરમાત્માને જો અને અંતરમાં આત્મા તરફ જ દૃષ્ટિ કર. જ્ઞાન સ્વભાવની દૃષ્ટિથી આનંદિત રહેવું. સ્વભાવની અનંતશક્તિનો વિચાર કરીશ તો દુર્બળતા નહીં આવે. તું અબદ્ધ, પૃષ્ટ, અવિશેષ, અસંયુક્ત આત્માનો આશ્રય કરી લે તો તેથી બધા વિષયોના વિકલ્પો સ્વભાવના અનુભવમાં નાશ પામી જાય. (૩૯) જેમ ચંદનનો ઉપયોગ કરવાથી બાહ્ય શરીરની બળતરા આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૧૬ % Page #20 -------------------------------------------------------------------------- ________________ સહજ શાંત થઈ જાય છે, તે પ્રકારે ગમે તેટલી વિષમતાઓ હોય તેની સામે સ્વભાવનું સ્મરણ કરવા માત્રથી સ્વયમેવ નાશ પામી જાય છે. અધિક ને અધિક નિજના સંપર્કમાં રહેવું એ શ્રેયસ્કર છે. આ સિવાય જેઓ સાધક નથી તેવાઓના સંપર્કથી મુમુક્ષુ સાધકે દૂર જ રહેવું. વળી, એક શુદ્ધાત્મા જ જાણવા, સાંભળવા અને ધ્યાન કરવા યોગ્ય છે. બીજા વિકલ્પોને ભઠ્ઠીની અગ્નિ સમાન જાણવા. જે આત્મા સ્વભાવથી દૂર જતો રહે તે તો સંસારમાં જ રખડ્યા કરે છે. (૪૦) હે આત્મન્ ! જો તારે આરામ કરવો છે તો આ-રામની તરફ નજર કરી લે તો પોતાનો (આત્મા) રામ હમેશ માટે ધ્યાન કરવા યોગ્ય છે, કારણ કે પરથી ભિન્ન પરમ આરાધ્ય નિજભાવ એ જ છે. જે મુમુક્ષુ-મોક્ષે જવાવાળો, મોક્ષે જવાની ઇચ્છાવાળો છે, તેને સ્વભાવથી વધારે કોઈ પરભાવનું માહાત્મ્ય આવતું નથી. તેને બીજું કાંઈ ગમતું નથી. તેને ચિંતન પણ થાય તો પોતાના સ્વભાવનું, વાણી પણ પોતાના સ્વભાવ અંગેની જ નીકળે. તે જે કોઈ ક્રિયા કરતો હોય તેમાં પોતાના સ્વભાવનું જ માહાત્મ્ય આવે. પરથી મારો કાંઈ તાદાત્મ્ય સંબંધ નથી. આવા નિર્બંધ સ્વભાવનું બળ જાગવાથી મુક્તિ નજીક જ દેખાય છે. મારું કેવું માહાત્મ્ય છે ?! (૪૧) મારું દ્રવ્ય ખંડખંડ થતું નથી, ક્ષેત્ર પણ જેમનું તેમ રહે છે. મને કાળ કાંઈ કરી શકતો નથી. ભાવથી પણ હું અખંડ જ રહેલો છું. હું તો સંપૂર્ણ એક જ્ઞાન ભાવવાળો માત્ર જ છું. અનાદિથી ‘પર’શેયોમાં જ મારો ઉપયોગ ફરતો રહ્યો તેથી ‘સ્વ’શેયની પ્રસિદ્ધિ ન થઈ કારણ કે હું મને રાગમય, અજ્ઞાની, દુઃખી, અશુદ્ધ સંસારી જ માનતો રહ્યો. તેથી સહજ સુખરૂપ હોવા છતાં પર્યાયમાં પોતાપણું કરીને દુઃખનું જ વેદન કરતો રહ્યો છું. અમૃતચંદ્રાચાર્ય સમયસાર કળશ-૨૪૪માં કહે છે કે, ‘વધારે શું કહેવું ? હવે તો દુર્વિકલ્પોથી છૂટીને એક માત્ર ૫રમાર્થરૂપનો જ નિરંતર અનુભવ કરવો જરૂરી છે, કારણ કે આ શુદ્ધાત્મ તત્ત્વ જ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૧૭ બ Page #21 -------------------------------------------------------------------------- ________________ મારે માટે ઉપાદેય છે. તેથી હવે તો મારે પરમ ધીર, ગંભીર શાંત સ્વભાવનું જ અવલંબન લેવું યોગ્ય છે અને પર તરફ પર્યાયદષ્ટિથી જોવાનું બંધ કરી દેવું અને નિર્વિકલ્પ સ્વભાવમાં જ વિશ્રાંતિ લઈ બધા પ્રકારના દુર્વિકલ્પોથી હમેશાં દૂર રહી સ્વસ્થ-પોતાનામાં સ્થિર થઈ જવાનું છે. (૪૨) સ્વ-સ્વરૂપની સાચી સમજણ જ એકમાત્ર “સ્વ'નો રક્ષક છે. સાધક માટે નિજ ચૈતન્યભાવ જ કલ્પવૃક્ષ સમાન છે. ચિંદ્રસ્વરૂપનો અનુભવ જ સાચું અમૃત છે. હે આત્મન્ ! શરીર અને ભોગો માટે સ્વસ્વરૂપની ઉપેક્ષા અનંતવાર કરી છે. જો તું એકવાર સ્વરૂપના આશ્રયપૂર્વક શરીર અને ભોગોની ઉપેક્ષા કરી દે તો સ્વયં સુખનો સાગર લહેરાતો તને જણાશે. પરની ચિંતા કરીને દુઃખી થતો રહ્યો હવે તો સ્વ'ના ચિંતન દ્વારા સ્વાનુભૂતિજન્ય આનંદ પ્રાપ્ત કરી લેવો તે જ યોગ્ય છે. (૪૩) ઇષ્ટ-અનિષ્ટની માન્યતા એ. મોહનું કાર્ય છે. વાસ્તવિકપણે જ્ઞાની તે છે કે સહજપણે પરનો જ્ઞાતા રહે. જે કર્મ-નોકર્મના પરિણામ છે તે ન કરે, માત્ર જાણે - તે જ આત્મા જ્ઞાની છે. જ્ઞાનીને તો બધા પર ભાવ ઉપેક્ષા કરવા યોગ્ય છે. અર્થાત્ હું તો નિરપેક્ષ સુખ સ્વરૂપ છું. પરનું કાંઈ પણ કરવાનું સામર્થ્ય આત્મામાં નથી. પર્યાય પણ સ્વતંત્ર જ છે. તો તેથી મને શું નુકસાન થાય? વળી મારી સત્તા, પરના આશ્રયે રહેલી નથી. વાસ્તવમાં તો એક તણખલાના બે ટુકડા કરવાની શક્તિ આત્મામાં નથી, આ વાત પ્રત્યક્ષ અનુભવગમ્ય છે. ઉપાદાનની જાગૃતિ થતાં પર નિમિત્તો પણ પરેશાન કરી શકતાં નથી. વિષમ પરિસ્થિતિમાં તત્ત્વાભ્યાસ જ શાંતિ પ્રગટ કરવા માટેનો એક માત્ર ઉપાય છે. (૪૪) પરની ઊલઝનોમાં ઊલઝીને પોતાનો સરળ માર્ગ દુર્લભ કરી નાખવો તે યોગ્ય નથી. અંતર્દષ્ટિ વડે પોતાનું કલ્યાણ જેમાં સમાયેલું છે એવા સ્વાનુભવનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. પં. બનારસીદાસ લખે છે કે અધ્યાત્મ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૧૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ કી જનની હૈ અકેલી ઉદાસીનતા. સ્વ-પરના સમ્યફવિવેકપૂર્વક સમ્યકજ્ઞાન જ વિષયોના દાવાગ્નિનો નાશ કરવામાં સમર્થ છે. બંધરહિત માર્ગમાં સંબંધનો વિકલ્પ પણ બાધક છે. સંબંધ તો વસ્તુસ્વરૂપમાં રહેલો જ નથી તેથી સંબંધની માન્યતામાં દુઃખોનું બીજ રહેલું છે. જૈનદર્શન કહે છે – સ્વભાવથી શ્રુત થવું, દૂર થવું એ બધાથી મોટો અપરાધ છે. તેથી પર સંબંધી જૂઠા વિકલ્પોથી બુદ્ધિપૂર્વક દૂર રહીને આત્મકલ્યાણ તરફ આગળ વધવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. . (૪૫) પર્યાયષ્ટિ હોય ત્યાં સુધી સ્વદૃષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ થતી નથી. તે આત્મન્ ! સમય, શક્તિ, ક્ષયોપશમાદિ અંશે વ્યક્ત છે. તેથી જેનાથી આત્મહિતનું પ્રયોજન સિદ્ધ થાય એવો નિર્ણય કરી નિરંતર સ્વાનુભવનો પુરુષાર્થ કરતા રહેવું એ જ યોગ્ય છે. આપણને પ્રાપ્ત આ સુઅવસર પોતાના વિષે જાણવાનો, સમજવાનો છે. જગતને સાંભળતાં અનંતકાળ વીતાવી દીધો છે. માટે આ અવસરનો સમ્યફ ઉપયોગ કરી લેવો તે જ હિતાવહ છે. કોઈ નિંદા-પ્રશંસા કરે, અનુકૂળતા-પ્રતિકૂળતાના ભયથી પોતાના કલ્યાણના માર્ગમાં જરા પણ પ્રમાદી બનવું યોગ્ય નથી. સ્વાનુભવનો અભ્યાસ કરવાનો નિરંતર પુરુષાર્થ કરતા રહેવાનું છે. (૪૬) પર્યાય દૃષ્ટિ પણ સંયોગાધીન દષ્ટિની જેમ જ અશાંતિમય છે. વળી, પ્રતિકૂળતા તેમજ અનુકૂળતા બાહ્યમાં ક્યાંય છે જ નહીં, માત્ર માન્યતામાં જ રહેલ છે. અમુક પ્રતિકૂળ છે એવો વિકલ્પ જ દુઃખમય છે. કોઈ વસ્તુ નહીં, શાંતિ મેળવવાની ઇચ્છા શાંતિની ઘાત કરનારી છે. કેટલાક જીવો રાગની પૂર્તિ ન થવાથી આકુળ થાય છે. રાગરહિત ચૈતન્યભાવના આશ્રય વિના રાગનો અભાવ નહીં થાય. બાહ્ય વાતાવરણ સારું લાગતું નથી – એ શુભ ચિહ્ન છે, પરંતુ શરત એ છે કે બાહ્ય વાતાવરણ પ્રત્યે અણગમો ન થવો જોઈએ. જો અણગમો આવે તો તે દ્વેષભાવ છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ (૪૭) પરમ ઉપકારી આચાર્યશ્રી સમયસારની છેલ્લી ગાથામાં કહે છે કે – સ્વમાં ઠરી જવું, સ્થિર થઈ જવું એ ઉત્તમ સુખપ્રાપ્તિનું કારણ છે. તેમજ શાસ્ત્ર શ્રવણ-વાંચનનું ફળ પણ એ જ મળવું જોઈએ. આ સમયસાર વાંચીને, જાણીને તેમજ તત્ત્વના અર્થને સમજી જીવ. તેમાં સ્થિર થઈ જાય તો તે ઉત્તમ સુખને મેળવે છે સુખમાં પરિણમી જાય છે. આમ “સ્વ'ના માહાભ્યને જાણી તેમાં જ મગ્ન થઈ જઈએ, સર્વ ક્લેશકારી વિકલ્પોથી મુક્ત થઈ જઈએ અને સહજ આનંદરૂપને પ્રાપ્ત થઈ જઈએ, પ્રાપ્ત કરી લઈએ. (૪૮) વસ્તુતઃ પરથી શાંતિની અભિલાષા રાખવી તે મૃગજળ સમાન દુઃખ આપનાર છે. સ્વરૂપ તો પૂર્ણ નિરાકુળતામય છે, તો પછી સ્વરૂપ જ્ઞાન હોય તેને આકુળતા કેવી રીતે હોય? જ્ઞાની હોય સુખી હોય, દુઃખી હોય તો તે જ્ઞાની નથી. (૪૯) સુખ તો સ્વયંના આશ્રયથી ઉત્પન્ન નિરાકુળતારૂપ પરિણામ છે. સંયોગોમાં સુખ શોધવું તે અગ્નિમાં શીતળતા ટૂંઢવા સમાન છે. સુખ માટે પોતાની દૃષ્ટિ અંતર્મુખ કરવાની છે. જ્ઞાતા-દષ્ટા રહીને સુખી બની શકાય, અન્યથા વિકલ્પોમાં રહેવું તે માત્ર આકુળતા જ છે. વિશ્વમાં બધા પરિણમન સ્વતંત્ર તેમજ ક્રમબદ્ધ જ છે. તેની તો વિચારણા કરીને સમતા રાખવી તે જ યોગ્ય છે. (૫૦) અહો ! આત્મસ્વભાવ સ્વયં કલ્યાણમય છે. તેથી જેણે પોતાના સ્વભાવનો યથાયોગ્ય નિર્ણય કરીને સ્વભાવનું લક્ષ્ય કર્યું, તેનું કલ્યાણ થાય છે. પોતાના પરમ પારિણામિક ભાવના આશ્રય વિના, અન્ય કોઈ ઉપાયથી સુખની પ્રાપ્તિ સંભવ થતી નથી. કારણ કે લોકમાં પણ કહેવામાં આવે છે કે જે વસ્તુ જ્યાં હોય, ત્યાંથી તે મળે છે. શરીર, સંયોગો, ભોગો, રાગાદિ વિકારોમાં સુખનો અભાવ જ છે. તેથી સ્વસ્વભાવ જાણ્યા વિના જે જીવ આમાં મગ્ન રહે છે અને સુખી થવા ઇચ્છે આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૨૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ છે તે અધિક ને અધિક દુઃખી જ થાય છે. (૫૧) સંક્લેશ પરિણામ કરવો તે નવા દુઃખોને નિમંત્રણ આપવા બરાબર છે. વસ્તુતઃ અંતરમાં જ સુખ છે, બાહ્યમાં દુઃખ જ છે. હું વિકલ્પ કરું તેથી બાહ્ય વ્યવસ્થા થતી નથી, અર્થાત્ મારામાં અવ્યવસ્થા છે જ નહીં. તે પરિણામોને ધિક્કાર છે, જે સ્વરૂપથી બહાર નીકળે છે. અહો ! હું વ્યર્થ જ આકુળ-વ્યાકળ થાઉં છું. હું તો સ્વયં સહજ સુખસ્વરૂપ છું. બાહ્યમાં ભટકવાથી શાંતિ મળતી નથી. તેને માટે મારે અંદરમાં રમણતાની સ્થિતિ કરવાની છે. (પર) છઘસ્થનો ઉપયોગ એક સમયમાં એકમાં જ લાગે છે. તેથી જેટલો સમય પર-પદાથની તરફ ઉપયોગ જાય છે તેટલો સમય પોતાના અતીન્દ્રિય આનંદથી પર રહે છે, જુદો, ભિન્ન રહે છે. પર સન્મુખ ઉપયોગથી સ્વની વિરાધના તેમજ ઘાત કરવો તે છે. પ્રાણીમાત્ર પ્રતિ મને મૈત્રીભાવ રહે, દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવ રહે અને વિપરીત ધર્મવાળા વિરુદ્ધ જીવો પ્રત્યે માધ્યસ્થભાવ સતત રહે તથા નિરંતર હું સમસ્ત પરભાવોથી ભિન્ન, પરમ પારિણામિક અક્ષય ચિન્માત્ર અનંત શક્તિથી સદાપૂર્ણ, નિજ સ્વભાવ મારી દષ્ટિનો વિષય રહે અને તેનું વિસ્મરણ કોઈ પણ સ્થિતિમાં ન થાય. (૫૩) ભૂમિકા અનુસાર યથાયોગ્ય વ્યવહાર જ્ઞાનીઓનો અવશ્ય હોય છે, પરંતુ તે વ્યવહારમાં તેમને ઉપાદેયબુદ્ધિ ક્યારેય હોતી નથી. હે આત્માનું! ધર્મમાર્ગની આરાધના કરતાં કરતાં જો તું અહંકાર, લોભ, ક્રોધ, હાસ્યાદિ કષાયોનું પોષણ કરતો રહીશ તો કષાયોનો અભાવ કેમ થશે? તેથી જગતના ખોટા સંકલ્પોમાં ફસાયા વગર શીધ્રપણે પોતાના ગંતવ્યને દૃષ્ટિમાં રાખીને લક્ષ તરફ આગળ વધવું જરૂરી છે. (૫૪) જેટલા જીવો સુખી થયા છે, તે બધા રાગ-દ્વેષનો અભાવ કરીને જ થયા છે, નહીં કે રાગ-દ્વેષની પૂર્તિ કરીને તથા રાગ-દ્વેષનો - આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૨૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ અભાવ બધાથી પહેલાં દષ્ટિમાં રાખવો જરૂરી છે. અર્થાત્ બધા જ પરભાવોથી ભિન્ન સહજાનંદમય પોતાના સ્વભાવની પ્રતીતિ થવાથી અજ્ઞાન નાશ પામે છે, ત્યારે રાગાદિ કરવાનો અભિપ્રાય જ નાશ પામી જાય છે. આ પછી પણ જયાં સુધી ચારિત્રભાવમાં નિર્બળતા છે, ત્યાં સુધી રાગાદિ થઈ જાય છે. પૂર્ણ સ્થિરતા થવાથી રાગાદિ પૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. અભિપ્રાયમાં વિપરીતભાવ-મિથ્યાત્વનો નાશ થયા વિના રાગાદિ ક્યારેય દૂર કરી શકાતા નથી. મિથ્યાત્વનો નાશ થવાથી રોગાદિ પરિણામ અનંત સંસારનાં કારણે થતાં નથી, તેથી અલ્પબંધ થવા છતાં પણ જ્ઞાનીને તીવ્ર સંસારમાં રખડવારૂપ બંધ થતો નથી માટે જ્ઞાનનું માહાસ્ય જાણીને તેમાં જ નિમગ્નતાનો પુરુષાર્થ કરવો શ્રેયસ્કર છે. (૫૫) સ્વાનુભવ વગર સ્વસ્થતા કેવી રીતે મળે? વર્તમાનમાં દ્રવ્યદૃષ્ટિના બળ વડે પૂર્ણ સ્વસ્થતાનો જ અનુભવ કરું તો સદાકાળ હું સ્વરૂપમાં જ રહ્યું. આ માટે સદા તત્ત્વાભ્યાસ, તેના રહસ્યને સમજવા આદિમાં હમેશાં તત્પર રહેવાથી શીઘ્રપણે આનંદમય સહજ જીવન પ્રગટ થઈ જાય છે. (૫૬) જ્ઞાનીઓ કહે છે કે હું તો શાશ્વત સુખનો કંદ છું, સુખમય છું. સ્વયંમાં દુઃખ છે જ નહીં.” આવી અનુભૂતિ જ દુઃખના નાશનો એકમાત્ર સાચો ઉપાય છે. (૫૭) અહો ! “સર્વ વિશુદ્ધ ચિન્માત્ર તત્ત્વ હું જ છું.' - પરમાર્થથી છકારકનો ભેદ પણ મારામાં નથી. ધ્રુવ સ્વભાવની દૃષ્ટિ થવાથી પરિણામ સ્વયમેવ ચિધ્યકાશથી પ્રકાશિત થઈ જાય છે. મોક્ષમાર્ગનો પ્રારંભ થઈ જાય છે, આત્માના બધા ગુણો આંશિક શુદ્ધ થઈ જાય છે. (૫૮) શાંતિને માટે સંયોગોની આવશ્યકતા નથી, પરંતુ સ્વભાવનું યથાર્થ ભાવભાસનપૂર્વક પોતાના આનંદમય પરમ તત્ત્વની પ્રતીતિ, અનુભૂતિ તેમજ સ્થિરતા એ જ શાંતિનો ઉપાય છે. અકર્તાપણાના આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૨૨ જ. Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાવસહિત આત્મા પરના કર્તુત્વથી રહિત છે. સ્વમાં સ્વતંત્રતાપૂર્વક થવાવાળી પર્યાયોના કર્તુત્વના વિકલ્પોથી પણ શૂન્ય જ છે. સર્વપ્રકારે ઇચ્છારહિત થઈને સહજ પ્રાપ્ત સ્વરૂપનો ઉપભોગ કરીને શુદ્ધ સ્વભાવનો આશ્રય કરવાથી મુક્તિમાર્ગ સહજ પ્રગટ થઈ જાય છે. નિર્વિકલ્પ અનુભૂતિ સાથેનો આનંદ મુક્તિમાં લઈ જાય છે. આ મુક્તિની યુક્તિ આપણી અંદર જ પડી છે. ત્યાંથી જ સદ્ગુરુના નિમિત્તે પ્રાપ્ત કરવાની છે. (૫૯) વિકલ્પમાત્ર સ્વાનુભૂતિમાં બાધક છે, તેથી વિકલ્પોને ઉપાદેય માનવા નહીં. વિશેષભાવ વિકલ્પ ભૂમિકા અનુસાર આવે છે, તે વખતે પણ આહલામય નિર્વિકલ્પ સામાન્ય તત્ત્વ તિરોહિત થઈ રહ્યું છે. સંયોગો મળવા તે પોતાને આધીન નથી, પરંતુ સંયોગોની ઉપેક્ષા કરીને સ્વભાવમાં મગ્ન થઈ જવું આનંદમય છે અને તે પોતાને આધીન છે. (૬૦) જેટલો પ્રેમ સાધર્મી પ્રત્યે આવે છે, તેનાથી અનંતગણું બહુમાન વીતરાગ-વિજ્ઞાનમય દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ન આવે તો તે ગૃહિત મિથ્યાત્વ છે તેમ જાણવું. દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે જેટલો પણ મહિમા આવે તેનાથી અનંતગણો મહિમા નિજ આત્મસ્વભાવમાં આવે તો મિથ્યાત્વ નાશ પામી જાય. સમસ્ત શાસ્ત્રોના સારરૂપ સ્વાનુભૂતિ જ છે. સ્વાધ્યાયનું પ્રયોજન ભેદજ્ઞાન દ્વારા પોતાને જ સમજવાની વાત છે. (૬૧) જગતના કોલાહલથી દૂર રહેવાથી આત્મહિત થવું સંભવિત છે. પર પ્રત્યે કોઈ પણ અપેક્ષા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી શાંતિ અનુભવાશે નહીં, કારણ કે જગતનું પરિણમન પોતાની ઇચ્છા પ્રમાણે થતું નથી અને આપણું પરિણમન જગત અનુસાર થતું નથી માટે વિકલ્પનો ત્યાગ કરીને ગંભીર તત્ત્વાભ્યાસ કરતાં કરતાં સ્વાનુભૂતિ કરવા માટે પુરુષાર્થી બની રહેવું તે જ યોગ્ય છે. પોતે બાહ્યમાં અગ્રેસર ન થવું, પણ અંતરંગમાં પુરુષાર્થી બનવું યોગ્ય છે. પોતાનું આત્મહિત | આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૨૩ | Page #27 -------------------------------------------------------------------------- ________________ કરતાં કરતાં કોઈ પાત્ર જીવોનું કલ્યાણ થાય તો બરાબર છે. પરંતુ માત્ર અન્ય જીવોની ચિંતામાં પોતાની ઉપેક્ષા કરવી બરાબર નથી. (૬૨) મોહવાન પ્રાણી જ્ઞાતા સ્વભાવની મર્યાદામાં રહેતો નથી, તેથી ચારેય ગતિમાં ક્યાંય શાંતિ પામતો નથી અને સ્વરૂપને ભૂલીને પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં સુખની કલ્પના કરતો ક્લેશિત પરિણામવાળો જ રહે છે. બાહ્ય પ્રપંચોમાં ફસાયા વગર તત્ત્વના અભ્યાસ વડે વૈરાગ્યને પ્રગટાવવા માટે પુરુષાર્થ કરતા રહેવું. પરિસ્થિતિ કે શક્તિનું બહાનું આંગળ કરી પ્રમાદી બનવું તે ક્યારેય ઉચિત નથી. (૬૩) શુદ્ધ ઉપયોગરૂપ ધર્મના સાધક જીવને વચ્ચે ભૂમિકાનુસાર શુભ ઉપયોગનાં પરિણામ થતાં રહે છે. તેને વ્યવહારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. તેથી શુભને છોડીને અશુભમાં પ્રવર્તન કરવું યોગ્ય નથી વળી શુભભાવને ધર્મ માનવો તે પણ યોગ્ય નથી. જેમાં ગ્રહણત્યાગના વિકલ્પ માટે તો અવકાશ જ નથી એવા સહજાનંદમય, પરમ બ્રહ્મ, જ્ઞાયકપ્રભુના આશ્રયથી પ્રગટ થવાવાળી નિર્વિકલ્પ આનંદમય સહજ પરિણતિ જ પરમાર્થ બ્રહ્મચર્ય છે. જ્યાં સુધી પર્યાયમાત્રમાં “હુંપણું રહેશે ત્યાં સુધી બ્રહ્મચર્ય નથી અર્થાત્ અબ્રહ્મચર્ય છે. સ્વભાવની શાશ્વત શુદ્ધતા વડે સ્વભાવ તરફ જોવાથી જ નિર્મળતા પ્રગટે છે, કારણ કે મુક્તિ કંઈ કરવાથી નથી થતી, પરંતુ કર્તુત્વ છોડીને સ્વભાવમાં તન્મય થવા પર હોય છે. (૬૪) અહો ! આખા વિશ્વમાં જ્ઞાયક સુધી જ મારી મર્યાદા છે. જ્ઞાયકથી બહાર મારું કંઈ પણ નથી. વળી મારે કોઈ જરૂરિયાત નથી. હું તો સર્વાગ આનંદમય છું. જ્ઞાન અને સુખ મારો સહજ સ્વભાવ છે, તેને માટે કોઈ અન્ય નિમિત્તની આવશ્યક્તા નથી. વિશ્વ આપણી ઇચ્છા અનુસાર વર્તતું નથી અને આપણે જગત અનુસાર વર્તી શકતા નથી. તેથી જગતથી - પરથી ઉપયોગ પાછો વાળી સ્વભાવની આરાધનામાં આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૨૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ સાવધાન રહેવું જ યોગ્ય છે. (૬૫) હું સંપૂર્ણપણે આનંદમય જ છું. મારામાં દુઃખનો અત્યંત અભાવ છે, તો પછી દુઃખની અનુભૂતિ કેવી ? જ્ઞાયક ભાવરૂપ પરમગુરુની હાજરી હોય છતાં ગુરુનો વિયોગ છે એમ જોવું એ અક્ષમ્ય અપરાધ છે. ગુરુની સમીપ રહેવાવાળો શિષ્ય નિશ્ચિત હોય છે, તે પ્રકારે પરમ કલ્યાણરૂપ શાશ્વત સુખ સ્વરૂપ જ્ઞાયકનો આશ્રય કરીને જ્ઞાની નિશ્ચિત થઈ ગયા છે. (૬૬) મુક્તિનો માર્ગ અનુકરણથી નહીં પણ અનુભવથી પ્રગટ થાય છે. હું નિરુપાધિ તત્ત્વ છું એવો અનુભવ જ સુખનો ઉપાય છે. જો ઉપાધિઓ તરફ દષ્ટિ હોય તો સહજ નિરુપાધિક તત્ત્વ અનુભવમાં આવવા સંભવ નથી. | (૬૭) કોઈ પ્રત્યે દષ્ટિ જાય ત્યારે તરત જ ભેદજ્ઞાનપૂર્વક સ્વયંનું માહાસ્ય પોતાના માટે સર્વોત્કૃષ્ટ છે એમ વિચારીને સ્વયંમાં સંતુષ્ટ થવું યોગ્ય છે. બાહ્ય સંયોગોનું મળવું અથવા અનુકૂળ પરિણમન થવું આપણા આધીન નથી, તેથી સંયોગો અને પર્યાયથી પાછા ફરી ધ્રુવ જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિ કરવી જ શ્રેયસ્કર છે. અંતરંગમાં સહજ જ્ઞાનધારા પ્રવાહિત થવાથી પરિણામ સ્વયં પ્રકાશમય બની જશે. પરયથી નિરપેક્ષ, અખંડજ્ઞાનનો અનુભવ થવાથી અપૂર્વ આનંદનો પ્રવાહ વહેવા લાગશે. જગત મને ભલે ગમે તેવો જુએ, ગમે તે કહે, મારી દૃષ્ટિમાં તો બધા સરૂપ છે, સ્વતંત્ર અને હું પણ સ્વયંમાં જ પરિપૂર્ણ ચિન્માત્ર (જ્ઞાનમય) આત્મા છું. શાશ્વત પરમાત્મા, સહજ જાણવાવાળો જ્ઞાયક છું. (૬૮) તત્ત્વની આરાધના જ્યાં સ્વાનુભવનું કારણ છે, ત્યાં તત્ત્વની એક સમયની વિરાધના તો દૂરની વાત છે, પણ તેની ઉપેક્ષા અનંત દુખનો હેતુ છે. તેથી એક સમય માત્ર પાંચેય જ્ઞાનેન્દ્રિયો સંબંધી વિષયોની મુખ્યતા કરીને, તત્ત્વ આરાધનામાં શિથિલ થવું, કદાપિ ઉચિત નથી. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૨૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ (૬૯) હાલમાં વર્તતી પર્યાયની પામરતાને જો સારી સમજે છે તો તે તીવ્ર મિથ્યાત્વી જ છે, પરંતુ વર્તમાન પર્યાયની મલિનતા પ્રત્યે ખેદ વર્તે તો પણ કાર્યસિદ્ધિ થતી નથી અર્થાત્ આકુળતા જ થાય છે. જેને માત્ર ખેદ નહીં, ભેદજ્ઞાન પણ વર્તે છે તે જ જ્ઞાની છે. તે જ પોતાના જ્ઞાનમાત્ર ભાવના અવલંબનપૂર્વક શીઘ્ર રાગાદિથી રહિત દશાને પ્રાપ્ત થાય છે. હું જ્ઞાયક છું તે પ્રતીતિ, અનુભવ પ્રતિ સમય વર્તતા રહે તો મુક્તિ દુર્લભ નથી. (૭૦) જેમ કડાં, કુંડલ, મુગટાદિ પર્યાયોરૂપ પરિવર્તન થવા છતાં સોનું તો જેમ છે તેમ જ રહે છે એ જ રીતે પર્યાયોના પ્રવાહમાં નિરપેક્ષ, ધ્યેયરૂપ આત્મા ધ્રુવ નિત્ય છે. આવા મંગળમય તત્ત્વની પ્રાપ્તિ માટેની પાત્રતા શું છે તેની વાત પ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ આ પ્રમાણે કરી છે. મહાવીરના બોધને પાત્ર કોણ? (૧) સપુરુષના ચરણોનો ઇચ્છુક. (૨) સદા સૂક્ષ્મબોધનો અભિલાષી. (૩) ગુણપ્રતિ પ્રશસ્ત ભાવ રાખવાવાળો. (૪) બ્રહ્મચર્યમાં પ્રીતિવાન. (૫) નિજ દોષ જોતાં જ તેને નાશ કરવાનો ઉપયોગ રાખવાવાળો. (૬) પ્રતિક્ષણ ઉપયોગપૂર્વક આગળ વધવાવાળો. (૭) એકાંતવાસને વખાણનાર. (૮) તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી (૯) આહારવિહાર-નિહારમાં નિયમિત. (૧૦) પોતાના ગુણોને દબાવનાર. આવી યોગ્યતા/ભૂમિકાવાળો જીવ પાત્રતાવાળો છે. તેમાં પણ પ્રથમ સપુરુષના ચરણોનો ઇચ્છુક એ ઉત્કૃષ્ટ વાત છે. (૭૧) પર પ્રત્યે સહજ ઉદાસીનતા રાખવી જ યોગ્ય છે. ઉત્સાહ પોતા પ્રત્યે જ આનંદમય છે. જ્ઞાની હમેશાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખે છે. આખું વિશ્વ નિર્વિકલ્પ શેયપણામાં ઝળકતું હોવા છતાં નિજ આનંદની તૃપ્તિ હોવાથી સહજ જ “સમતા' છે. જયારે અજ્ઞાની ત્યાં એકત્વ, મમત્વ, કર્તૃત્વબુદ્ધિથી આકુળ-વ્યાકૂળ થતા રહે છે. જયારે આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૨૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીને ભેદવિજ્ઞાન થઈ રહેલ હોવાથી અસ્થિરતાજન્ય વિકલ્પ ઊભા થાય તો પણ શીઘ તત્ત્વવિચારપૂર્વક સ્વભાવનું અવલંબન લેતા હોવાથી ઊભા થયેલા વિકલ્પો પણ આપોઆપ વિલીન થઈ જાય છે. (૭૨) સ્વરૂપની પૂર્ણતાનો અનુભવ થવાથી સુખ પ્રગટ થઈ જાય છે. છતાં જ્ઞાની સ્વભાવને જ અનન્ય શરણ જાણીને પરાશ્રયપૂર્વક થવાવાળા ફળમાં પણ સ્વભાવનું અવલંબન રાખી સુખી જ રહે છે. સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થવા છતાં પરિણમન તો પોતાના સ્વતંત્રપણામાં જ થાય છે. તેથી વિકલ્પોથી શું? તેના તરફ દષ્ટિ નહિ આપતા સ્વના આનંદમાં રહેવું અને સુખમાં રહેવું. (૭૩) આચાર્ય યોગીન્દુદેવ કહે છે કે “જો તને ચારગતિના દુઃખોનો ડર લાગે છે તો સમસ્ત પરભાવોનો ત્યાગ કરીને નિત્ય શુદ્ધાત્માનું ધ્યાન કરવું કર્તવ્ય છે. એક આત્મદર્શન જ મુક્તિનું કારણ છે. માત્ર આકુળતા કરવાથી કે બહાનાં બતાવવાથી કાર્ય નહિ થાય. જગત ભાવોના પ્રપંચમાં ઊલઝયા વિના સત્સમાગમ, સ્વાધ્યાય, આદિના માધ્યમથી તત્ત્વનિર્ણયપૂર્વક સ્વાનુભૂતિ માટે પુરુષાર્થ કરતાં રહેવું. બાહ્યમાં થતાં પરિણામ પણ ક્રમબદ્ધ છે, તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી કે બાધા ઉત્પન્ન કરી શકતું નથી. માટે આત્મકલ્યાણનો માર્ગ તો એકદમ સ્વાધીન છે. તેમાં કોઈ અંતરાય કેવી રીતે આવી શકે ? જેટલી સત્ સમાગમની પ્રતીક્ષા તેમજ આકુળતા (જિજ્ઞાસા) રહે છે તેટલા પ્રમાણમાં અસંગ જ્ઞાયક સ્વભાવની ભાવના હોય તો શાંતિનો ધોધ ખૂલી જ જાય. (૭૪) નિજ જ્ઞાયકભાવનું અવલંબન થતાં આસ્રવાદિ વિકારી ભાવ છૂટી જાય છે, સંવર-નિર્જરાભાવ પ્રગટ થઈ જાય છે. અજીવ ભિન્નપણે શેયરૂપ ભાસે છે. અપૂર્વ સમતાભાવનું વદન થાય છે. નિઃશંકતા આદિ આત્મિક ગુણોનો વિકાસ થતો જાય છે. પાંચેય ઇન્દ્રિયોના વિષયોનો આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૨૭ % | Page #31 -------------------------------------------------------------------------- ________________ ભોગવટો હવે અસાર પ્રતીત થાય છે. બાહ્યમાં થતી દુવૃત્તિઓ છૂટી જાય છે. અંતરમાં ભેદજ્ઞાન વર્તે છે. દૃષ્ટિ પોતાના પરિણામિક સ્વભાવમાં રહે છે. તેને લૌકિક સંગ ગમતો નથી. વૈભવ ધૂળ સમાન લાગે છે. પોતાનો આત્મા જ ઉપાદેય લાગે છે. શુદ્ધ આત્માનું માહાત્ય વચનાતીત, વિકલ્પાતીત, અનુપમ જ છે માટે તેની જ આરાધનામાં સતત રહી સહજાનંદ સ્વરૂપને મેળવી લઈને આનંદ-સુખનો ભોગવટો કરતા થઈએ એ જ કલ્યાણકારક છે. (૭૫) જેમ કોઈ મોહવાળો પ્રાણી કાળા સર્પનું નામ સાંભળતાં જ ભયભીત થઈને ઘર તરફ ભાગે છે, તે જ પ્રકારે જ્ઞાનીઓ વિષયકષાયોથી બચવા માટે ચૈતન્યનો આશ્રય કરે છે. જ્ઞાની બધી બાજુથી નિવૃત્ત થઈને પોતાના સ્વરૂપમાં જ તૃપ્ત થઈને રહે છે. સ્વરૂપ-મગ્નતાનો જ પુરુષાર્થ કરે છે. જેમ ઊંટની સવારી કરવાવાળાનું આસન સ્થિર રહી શકતું નથી, તે જ પ્રકારે આરંભ-પરિગ્રહમાં ફસાયેલા મનની ચંચળતાનો અભાવ – નાશ નથી થતો. તેમજ વિષયાસક્તિ ચિત્તવાળા પ્રાણી તત્ત્વોપદેશને સાંભળતા હોવા છતાં તે પ્રમાણે સ્થિતિ બનાવવામાં અસમર્થ રહે છે. સંયોગો સ્વાધીન નથી, પરંતુ આત્માની આરાધના પોતાને સ્વાધીન છે. તેથી સંયોગોની તરફ જોઈને નિરુત્સાહિત ન થઈને સ્વભાવના આશ્રયથી સ્વભાવને પ્રગટ કરવામાં ઉલ્લાસિત રહેવું જોઈએ. (૭૬) મુક્તિનો માર્ગ તો સહજ આનંદમય જ છે. તેમાં મુશ્કેલીઓની કલ્પના કરવી મિથ્યા છે. મુશ્કેલી એ તો આત્માની વિરાધનાનું ફળ છે, ભોગોની આસક્તિમાં રહેલું છે. જો કે ભૂમિકા અનુસાર રાગ તો આવે છે; પરંતુ સ્વાધ્યાય, તત્ત્વ વિચારાદિ કાર્યોમાં શિથિલતા લાવવી યોગ્ય નથી. જો આપણને વાસ્તવિક રીતે કલ્યાણ કરવાની ભાવના છે તો આનંદમય રીતે પોતાને સંયમિત બનાવી પોતાનો સમય-શક્તિ, ભોગોમાં વ્યર્થ ગુમાવવા નહીં. આચાર્ય સમંતભદ્ર સ્વામી કહે છે કે “મોહવાન મુનિ કરતાં નિર્મોહી ગૃહસ્થ શ્રેષ્ઠ છે. તેથી ઘરમાં આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૨૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ કંઈ થઈ શકતું નથી એવા પ્રકારની ભ્રાંતિ, બહાનાને છોડી દઢતાપૂર્વક અને નિયમપૂર્વક નિવૃત્તિનો તીવ્ર પુરુષાર્થ રાખવો. તત્ત્વની વિરાધના તથા વિષય-કષાય, પ્રમાદનું પોષણ ન થઈ જાય એવી સાવધાની રાખવી, મુક્તિમાર્ગમાં આગળ વધતા રહેવાનું છે. સ્વલક્ષી મનન કરીને વિકારો પર શીધ્ર વિજય મેળવીને પૂર્ણ જિતેન્દ્રિય બનવાનું છે અને અતિન્દ્રિય આત્મિક આનંદ પ્રાપ્ત કરવાનો છે. . (૭૭) સહજાનંદમય સ્વતત્ત્વના આશ્રય વડે દુઃખ દૂર કરવાનું છે. સ્વનો નિશ્ચય થવાથી દુઃખ નાશ પામે છે. એવો નિશ્ચય કરીને પોતાના જ્ઞાયક ભાવને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. હે આત્મન્ ! દુઃખનું કારણ પરપદાર્થ નથી, પોતાની અવળી દૃષ્ટિ જ છે અને સુખનું કારણ બાહ્ય અનુકૂળ સંયોગ નથી, પણ સ્વભાવ દૃષ્ટિ છે. તેથી હવે ત્વરાથી બધા પરભાવોથી ભિન્ન જ્ઞાન માત્ર આત્મા હું છું' એવો નિર્ણય કરીને સ્વરૂપની પ્રતીતિ કરવાની છે. (૭૮) દુઃખનું કારણ મોહ છે, જ્ઞાન નથી, પરંતુ મોહ સહિત પરલક્ષી જ્ઞાન પણ દુઃખનું જ કારણ છે. એમ કહીને ઉપયોગને સ્વસમ્મુખ કરવાની પ્રેરણા કરવામાં આવી છે. નિરંતર સ્વલક્ષ્મપૂર્વક તત્ત્વ વિચારણાના માધ્યમથી સ્વની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. સ્વના કલ્યાણ સાથે જગતનું કલ્યાણ સહજ જ થઈ જાય છે, કારણ કે તેની પ્રવૃત્તિ સ્વયં અંતરમાં રાગાદિથી અને બાહ્યમાં વ્યસન, હિંસાદિ પાપોથી, અન્યાય આદિથી હટતી જાય છે. તેને મનમાં કોઈનું પણ અહિત કરવાનો વિચાર આવતો નથી, તો તે બહાર અહિત કેવી રીતે કરશે? (૭૯) “પર” તરફના સમસ્ત વિકલ્પ તારે માટે આકુળતામય છે, બંધના કારણ જ છે. તેથી મુમુક્ષુએ આ બધા અકિંચિકર દુર્વિકલ્પોથી નિવૃત્ત થઈ સ્વાનુભવનો પુરુષાર્થ કરવો તે શ્રેયસ્કર છે. જયાં સુધી પોતાના સ્વરૂપમાં ન રહી શકીએ ત્યાં સુધી રાગાદિ થઈ જાય છે અને આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ર૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ તે કમજોરી કહેવાય; પરંતુ વિકલ્પોને ઉપાદેય માનીને તે પ્રકારે પ્રવર્તવું મિથ્યાત્વ જ છે. અરે ! વિકલ્પોના આદરમાં નિર્વિકલ્પ સ્વભાવનો અનાદર વર્તે છે, તેથી તે આત્મન્ ! પરમાં કર્તુત્વ.માનવું તે ભૂલ છે. વ્યવહારથી પણ તારું એકમાત્ર કર્તવ્ય સ્વાનુભવનો પુરુષાર્થ કરવો તે જ છે. ન ઇચ્છવા છતાં થઈ જવાવાળા રાગાદિકથી પણ ભેદજ્ઞાન કરતા રહી પ્રતિસમય સ્વયંને બધા પરભાવોથી નિરપેક્ષ, સ્વતંત્ર, સહજાનંદમય, તેનાથી પ્રભાવિત ન થનાર, પૂર્ણ જોવો તે જ સમ્યક્દષ્ટિ છે. હે આત્મન્ ! તારે માટે પરનો સંપર્ક કરવો એ જ દુઃખનું કારણ છે. ગુણગ્રાહી બનવાનું છે. જ્ઞાનીઓના વીતરાગ તથા જ્ઞાન માત્ર ગ્રહણ કરવા યોગ્ય છે અને નિરંતર મુક્તિ તરફ આગળ વધવા માટે પુરુષાર્થ રહેવાનું છે. (૮૦) અહો! વિશ્વનો પ્રત્યેક પદાર્થ સ્વયંમાં પૂર્ણપણે સ્વાધીન છે. જેટલા પણ જ્ઞાની સુખી થયા છે, તે જૂઠી પરાશ્રયની બુદ્ધિને છોડીને થયા છે. આ સર્વજ્ઞ દ્વારા દર્શાવેલી વસ્તુના સહજ સ્વભાવભૂત મંગળમય સિદ્ધાંતને સમજીને થયા છે. (૮૧) ઉપાધિઓથી જેટલા દૂર રહી શકાય તેટલા દૂર રહીને અધિકથી અધિક સ્વાનુભવ તેમજ તત્ત્વાભ્યાસ કરીને સંયમની આરાધના કરવાની છે અને આત્મશાંતિને પ્રાપ્ત કરવાની છે. આત્મહિતમાં પ્રમાદ કરવો યોગ્ય નથી. તત્ત્વજ્ઞાની બનવાનો પુરુષાર્થી જ બધી પરિસ્થિતિમાં સમતા તેમજ શાંતિમાં રહે છે. (૮૨) સ્વયંને કલ્યાણરૂપ જ અનુભવ કરવાનો છે. સ્વરૂપનો વિચાર કરતાં જણાય છે કે જે જણાતા નથી એવા અનંત ગુણ પણ વસ્તુનું જ સ્વરૂપ છે. આત્માનું કોઈ લિંગ નથી. તે અતીન્દ્રિય આત્મા અતીન્દ્રિય જ્ઞાન વડે જ અનુભવમાં આવે છે. પરંતુ પ્રથમ તો તે સ્વરૂપને જ્ઞાની દ્વારા શ્રવણ કરીને નિર્ણય કરવાનો છે. તત્ત્વ-નિર્ણય સંજ્ઞી અવસ્થામાં જ થાય છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૩૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ (૮૩) બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજની પરંપરાની જેમ ભાવકર્મથી દ્રવ્યકર્મ અને પુનઃકર્મોદયમાં ભળી જવાથી પુનઃભાવકર્મ અને તેથી દ્રવ્યકર્મનો ક્રમ ચાલતો રહેવાથી પરિભ્રમણ ચાલુ રહ્યું છે. પરંતુ એકવાર સ્વભાવનો આશ્રય કરવાથી વિપરીત શ્રદ્ધા નાશ થઈ જાય તો આ સંસાર પરંપરાનો અંત આવી જાય. અર્થાત્ નિજ સ્વભાવનું ભાન થવાથી કર્મની પરંપરા તૂટી જાય છે. પરસ્પર ક્ષમા આપવી-લેવી એ તો વ્યવહાર છે. પરમાર્થથી તો પોતાની ઓળખાણ કરીને સ્વયં પોતાના પરિણામમાં ક્રોધાદિ ભાવોની ઉત્પત્તિ ન થવા દેવી એ ઉત્તમ ક્ષમા છે. - જો આપણે પરભાવને પોતાના વિકાર આદિ માટે દોષિત માનવાનું છોડી દઈએ, તો પછી પોતાના અપરાધને સ્વીકારી લેવાથી તે ભાવોને દૂર કરવા માટે સ્વની શુદ્ધતા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી લેવો જોઈએ, તો નિર્દોષ, આનંદમય અવસ્થાને મેળવી શકીશું. તો હવે પ્રમાદ ન કરતાં તેમાં જ લાગ્યા રહેવું જોઈએ. (૮૪) ત્વરાથી રત્નત્રયમય નિરાકુલ સ્થિતિ તરફ આગળ વધવું જરૂરી છે. આ માટે પરના કર્તુત્વના વિકલ્પોથી રહિત થઈને નિજ આત્માનંદમાં સ્થિત થવાનું છે. આ એક જ સુખનો સાચો ઉપાય છે. અન્યાય, બેઈમાની, હિંસા આદિ વિવિધ પ્રકારના પાપભાવ દ્વારા અશુભ કર્મનો બંધ થયા કરે છે તેમજ ધનની રક્ષા માટે તથા તેને ભોગવવામાં આકુળતાથી તીવ્રબંધ કર્યા કરે છે અને તેથી એક ક્ષણ માટે પણ શાંતિનું વેદન થતું નથી. ઘણી વાર લોકલાજ માટે પોતાના આત્મહિતને ભૂલી જઈએ છીએ. પણ તેનાથી પર રહેવું જરૂરી છે. લૌકિક સંયોગો તો પૂર્વકર્મના ઉદયનું ફળ સમજીને સમભાવે તેમાંથી પસાર થવું એ જ હિતાવહ છે. દા.ત. ભરત મહારાજને એક જ સમયે પુત્રજન્મ, ચક્રરત્નની ઉત્પત્તિ અને ભગવાન આદિનાથને કેવળજ્ઞાનની પ્રાપ્તિના સમાચાર મળ્યા. પરંતુ તેમણે ધર્મની પ્રધાનતા રાખી પ્રથમ ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકને મહત્ત્વ આપી તેમના દર્શનાર્થે ગયા, ત્યાર બાદ બીજા કાર્યો કર્યા. આ - આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૩૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ વાત યાદ રાખી હમેશાં સંસાર કાર્યોની સામે ધર્મને અને આત્મહિતને પ્રાધાન્યતા આપી કર્મથી હળવા થવા પુરુષાર્થ કરવો એ જ હિતાવહ છે, શ્રેયસ્કર છે. વળી, આપણને ધર્મની આરાધના માટે જરૂરી બધાં સાધનો મળેલાં છે, તો તેનો સદુપયોગ કરી ધર્મની આરાધના નહીં કરીએ તો પુનઃ પાંચ પરાવર્તનોના ચક્રમાં પડીને વિવિધ પ્રકારનાં દુઃખ સહન કરવો પડશે. જૈનધર્મ એમ કહે છે કે બધી વાત પરિણામો આધારિત છે. માટે વાણી અને કાયાથી બહારનાં કાર્યો કરવા છતાં પોતાનાં પરિણામોને નિરંતર વિશુદ્ધિ તરફ તથા તત્ત્વચિંતનમાં જ રાખવાં એમ પૂર્વે થયેલા અનંત જ્ઞાનીઓએ કહ્યું છે. આમ કરવાથી શાંતિનું વદન થશે. (૮૫) ક્ષમા માંગવી એ માંગવાની વસ્તુ નથી, ક્ષમા તો આત્માનો સ્વભાવ છે. આત્માના જ્ઞાયક સ્વભાવના લક્ષ્યથી પ્રગટ થાય છે. ક્ષમામાં વિકલ્પ જ નથી. આવી નિર્વિકલ્પ ક્ષમા કરીને નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરવા પુરુષાર્થી બની જવાનું છે. (૮૬) સ્વરૂપની સાધના કરનાર સંતોની જેમ રત્નત્રય પ્રગટ કરી લેવું એ જ આ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. સુખ-શાંતિ મેળવવા માટે પરની કર્તુત્વબુદ્ધિનો ત્યાગ કરી જ્ઞાતા-દષ્ટા રહેવું એ જ શ્રેયસ્કર છે. આપણે તો સ્વાશ્રયપૂર્વક પરમાર્થ ક્ષમા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરીને શાંતદશાનો અનુભવ કરવાનો છે. (૮૭) જગતની વ્યવસ્થા બરાબર ચાલતી જ રહે છે, છતાં આપણે એમાંથી કોઈ બોધ ગ્રહણ કરતા નથી. બધાં દ્રવ્યો પોત-પોતાનાં કાર્યો કરી રહ્યાં છે. જ્યારે આપણે સ્વકાર્ય નહીં કરીને નિરંતર મન-વચનકાયાના કાર્ય કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છીએ અને સ્વ-શક્તિનો વ્યય કરી રહ્યા છીએ. મારું સ્વરૂપ રાગ-દ્વેષ રૂપ નથી, હું તો તેનાથી તદ્દન જુદો ત્રિકાળપણે ધૃવરૂપ છું. આને ઉપાદેય માનીને આગળ વધવાનો આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૩૨ ક Page #36 -------------------------------------------------------------------------- ________________ પુરુષાર્થ કરવાનો છે. હું તો અનંત આત્મિક શક્તિઓનો પિંડ છું તો પછી બીજા તરફ દષ્ટિ કરી બંધનમાં જવા માટેનો શા માટે પુરુષાર્થ કરું? હું તો સ્વયં પરિપૂર્ણ છું જ. (૮૮) તત્ત્વજ્ઞાનનું ફળ અનંત શાંતિ રહેલી છે. દરેક દ્રવ્ય પોતપોતાની ઉત્પાદ-વ્યય-ધ્રુવ શક્તિથી ક્રમબદ્ધ પર્યાયોરૂપ પરિણમન કરતાં હોવા છતાં સ્વભાવ અપેક્ષાએ ધ્રુવ છે. કોઈ અવ્યવસ્થા વસ્તુમાં નથી, પણ આપણે અજ્ઞાનભાવમાં રહેલા હોવાથી અવ્યવસ્થિત જણાય છે. સુખ માટે તો અનંત શક્તિઓનો અખંડપિંડ, પરમ પરિણામિક ભાવરૂપ કારણ પરમાત્માનો આશ્રય ગ્રહણ કરીને સ્વપર્યાયમાં વીતરાગ બનીને સુખનો અનુભવ કરી લેવાનો છે. (૮૯) આત્મા સદા પ્રકાશ્યમાન જ્ઞાનજ્યોતિરૂપ છે, તે વચનાતીત, રાગાતીત, વિકલ્પાતીત, ધ્રુવ, કારણપરમાત્મા, પરમ ધ્યેય, ચિત્તચમત્કાર માત્ર છે. જેનું શરણ લેવાથી આત્મા સનાથ બની જાય છે. જૈન ધર્મ પરના આશ્રયને છોડવાનું કહે છે. જ્યાં સુધી આપણામાં પરનું માહાસ્ય રહેશે ત્યાં સુધી સ્વનું માહાસ્ય શું છે તે સમજવામાં આવશે નહીં. સંયોગો રહ્યા હોવા છતાં જ્ઞાની સંયોગોને પોતાના માનતા નથી. સંયોગાધીન દૃષ્ટિ કરતા નથી, અને સંયોગી ભાવોનો પુરુષાર્થ કરવો એ શિથિલતા છે, તે મારું સ્વરૂપ નથી. તેથી કલ્યાણકારી તો નથી, પણ તે મારી અશક્તિ અને મલિનતારૂપ દોષ છે. રાગાદિ પરિણામ આત્મામાં નથી, તેની પર્યાયદેષ્ટિમાં છે. તેથી ત્યાગવા યોગ્ય છે. વ્યવહારથી પણ સમક્તિ તેમજ સંયમભાવ માનવ જીવનનો સાર છે અને તે પોતાના સ્વભાવનો આશ્રય કરવાથી પ્રગટે છે. આ જયાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી પરિભ્રમણ ટળવાનું નથી. પણ હવે સ્વની ઓળખાણ અને પરથી છુટકારો મેળવવા માટેનાં બધાં સાધનો પૂર્વના પુણ્યોદયે પ્રાપ્ત થયાં છે તો તેના આધારે વસ્તુ સ્વરૂપને સમજી સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરતા રહેવું એ જ શ્રેયસ્કર છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૩૩ ક. Page #37 -------------------------------------------------------------------------- ________________ (૦) જે તત્ત્વરુચિરૂપ ચિનગારી પ્રગટ થઈ છે, તેને ધ્યાનની અગ્નિના રૂપમાં પ્રગટ કરવાની છે. જેમાં બાહ્ય પરિણામો તથા તેના વિકારો નાશ પામી જાય અને સમતાની વર્ષોથી તે શાંત થઈ જાય અને ફક્ત નિરાકુળ, અતીન્દ્રિય સહજ આત્મિક અનંત સુખ પ્રાપ્ત થઈ જાય. બાહ્ય પરિસ્થિતિ ગમે તેવી હોય તો પણ મને હાનિ અથવા લાભ નથી. હાનિ તો મારા જ ક્લેષિત પરિણામોનું કારણ છે. માટે વિકારી-ક્લેષિત પરિણામ પ્રગટ ન થાય એવો પુરુષાર્થ કરવો તે જ શાંતિનો માર્ગ છે. મૈત્રીભાવના, પ્રમોદભાવના, કરુણાભાવના, મધ્યસ્થભાવના વડે આપણાં પરિણામોને સુધારવાનાં છે. આપણે તો પોતાને જાણીને તેમાં સ્થિર થવાનું છે. વસ્તુ સ્વરૂપનો નિર્ણય તેમજ વિચારણા જે શાંતિનું પગથિયું અને તે જ જ્ઞાન પ્રકાશનો થાંભલો છે. માટે પ્રતિકૂળતાઓથી ગભરાયા વગર સમતા વડે તેને શાંત કરી શાંતદશાને મેળવવાની છે. કર્માદિ ભાવો મારાથી તદ્દન જુદા છે જ્યારે અંત તત્ત્વ તો જ્ઞાનાદિ ગુણોનો અખંડ પિંડ છે, એ જ મારું સ્વરૂપ છે. તેમાં અંતર્મુહૂર્ત માટે સ્થિરતા થવાથી પરમાત્મ દશા પ્રગટ થાય છે. જેની દૃષ્ટિ માત્રથી ઈન્દ્ર, અહમિન્દ્ર તેમજ ચક્રવર્તીઓના વૈભવ તુચ્છ જણાય છે, પાંચેય જ્ઞાનેન્દ્રિયોના વિષયોની ઇચ્છા થતી નથી તે સદા મુક્ત સચ્ચિદાનંદનો મહિમા વચનાતીત છે. એવો જ આત્મા હું પણ છું. અંતરમાં પોતાનું અસ્તિત્વ રહેલું છે, બાહ્યમાં સ્વપ્ન છે, આકુળતા છે. માટે નિરંતર તત્ત્વાભ્યાસ અને સ્વભાવ સન્મુખ થવાનો તીવ્ર પુરુષાર્થ કરીને અંતરંગ શત્રુઓનો ક્ષય કરી લેવાનો છે. વળી આત્માનું અહિત, વિષય-કષાયમાં મારાં પરિણામ ન થાય એવી સાવધાની રાખી; પરનું વિસ્મરણ થાય અને સ્વનું સ્મરણ રહ્યા કરે એ જ ઈષ્ટકલ્યાણકારી વાત છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૩૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ (૯૧) સહજાનંદ સરોવરમાં સહજપણે આનંદ કરતા રહીએ. અજ્ઞાની ઇષ્ટ સંયોગોમાં પણ દુઃખી રહે છે અને આત્મજ્ઞાની તીવ્ર પાપોદયજનિત નરકની વેદનાની પ્રતિકૂળતામાં પણ સુખી રહી શકે છે. આ રત્નત્રય પ્રાપ્તિનો જ મહિમા છે. અજ્ઞાની સમતારૂપ ધર્મ આચરવામાં સમર્થ થતો નથી. પણ ધર્મના નામે મિથ્યાત્વ, રાગાદિનું જ આચરણ કરે છે. સમતાને બદલે મમતામાં જ ફસાયેલો રહે છે. પરંતુ જયારે તે અજ્ઞાની તત્ત્વજ્ઞાન અને ધર્મધ્યાનરૂપ અગ્નિ પ્રગટાવી સ્વમાં પરિપક્વ બની જાય છે ત્યારે તે જ પ્રત્યેક પરિસ્થિતિમાં સમભાવી બની પોતાના દુર્ભાવો અને દુષ્કર્મોનો સહજપણે નાશ કરી નાખે છે. બધાથી કષ્ટદાયક મિથ્યા વિકલ્પો છે, પણ તે અજ્ઞાન હોય ત્યાં સુધી ટકી શકે છે. જેવો સમ્યમ્ જ્ઞાનરૂપ સૂર્ય ઉદય પામે છે તે સમયે સ્વયં વિલીન થઈ જાય છે. ત્યાં મુક્તિમાર્ગ સ્પષ્ટપણે સહજ રીતે અંતરમાં જણાય છે અને તેના આધારે મુક્તિ સહજ પ્રાપ્ત થઈ જાય છે તથા ચિંતારહિત બની જવાય છે. જૈનદર્શન સમ્યક શ્રદ્ધાપૂર્વક વિકલ્પને તોડવાના ઉપાયને જ પુરુષાર્થ કહે છે. બંધથી અબંધની તરફ જવું એ જ પુરુષાર્થ છે. (૯૨) હે આત્મન્ ! પરપદાર્થોમાં રાગ-દ્વેષ, મોહ અર્થાત્ મોહ કરીને વ્યર્થ ભટકી રહ્યો છે. વળી મોહથી સ્વયંને પણ લાભ થતો નથી અને પરને પણ લાભ થતો નથી. તેથી અત્યંત વ્યર્થ મોહને છોડીને જ્ઞાનામૃતનો સ્વાદ લઈ, સ્વમાં સ્થિર થઈ સુખી બનવાનો જ પુરુષાર્થ કરી લેવો જ હિતકારી છે. (૯૩) દેવ તથા ગુરુઓનો સમાગમ તો સદાકાળ જેને રહે છે તે જીવ ધન્ય અને ભાગ્યશાળી છે. પણ આપણને ગુરુઓનો સમાગમ તથા સત્શાસ્ત્રનો યોગ મળ્યો છે તેનો ઉપયોગ કરી યથાર્થ તત્ત્વજ્ઞાન પ્રગટ કરી સંસારભાવ પ્રત્યે ઉદાસીનતા પ્રગટાવી લેવાની છે, તે અધ્યાત્મને આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૩૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ જન્મ આપનારી આત્માની સહેલી છે. આ પ્રગટ થવાથી ચારિત્ર પરિણામ સહજ પણે અંતરંગમાં પ્રગટ થઈ જાય છે. મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે સભ્યસમજણ અને ધ્યાન એ જ બે અંગ મુખ્યપણે છે. બાકીનાં બધાં સાધનો જ્ઞાન-ધ્યાનની નિર્વિઘ્ન સિદ્ધિ અને વૃદ્ધિ માટે છે.,જ્ઞાનને પર તરફથી પાછું વાળી નિજમાં, અખંડ પ૨મ પારિણામિક જ્ઞાયક સ્વભાવમાં જોડી દેવાથી કલ્યાણ સહજ થઈ જાય છે. (૯૪) નિમિત્તાધીન દૃષ્ટિને કારણે જ આ જીવ સંસારમાં ભ્રમણ કરી રહ્યોં છે. કાર્યમાં નિમિત્ત હોય છે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી; તેની હાજરીથી કાર્ય થાય છે. તે ઉપાદાન શક્તિને કારણે થાય છે. નિમિત્તની મુખ્યતા ન થઈ જવી જોઈએ. નિમિત્તની હાજરીમાં ઉપાદાનની મહત્તા સમજવી જરૂરી છે. કર્મબંધન, રાગાદિ સંસારનું કારણ હોવા છતાં જ્ઞાની કહે છે કે આત્માને ઓળખ્યા વિના જ સંસારમાં દુઃખ ભોગવવું પડે છે. જેને સ્વભાવનું માહાત્મ્ય સમજમાં આવે છે તે તો ત્વરાથી મોક્ષમાર્ગમાં આગળ વધી જાય છે. જેને પાપના ઉદયની ચિંતા નથી, પુણ્યના ઉદયની અભિલાષા નથી; તેણે આસ્રવથી ભિન્ન આત્મ અનુભવમાં દૃષ્ટિ આપી છે, તેથી તેનાં પરિણામ બગડતાં નથી. માટે નિરંતર પોતાનાં પરિણામોને ઉજ્જવળ બનાવતા રહેવું. (૯૫) જ્ઞાનીને શાયક સ્વભાવની સન્મુખતા પ્રગટેલી છે, તેથી હવે તેમને પ્રમાદ થતો નથી. સમ્યક્ દૃષ્ટિના બળથી સ્વભાવમાં સ્થિર રહેવાનો પુરુષાર્થ ચાલતો રહે છે. પર્યાયની ક્રમબદ્ધતાની પ્રતીતિ થવાથી તેને કોઈ પણ પરિસ્થિતિમાં અધીરતા, ઉતાવળાપણું, ગભરાહટ થતી નથી. સાધક નિરંતર પુરુષાર્થવંત રહીને આકુળતારહિત, નિજસ્વભાવની સાધના કરતો રહીને સ્વ-સ્વભાવને પ્રાપ્ત કરતો રહે છે. સ્વાનુભૂતિ વગર સંસારનું પરિભ્રમણ કિંચિતમાત્ર પણ ઓછું થવાનું નથી માટે તે અર્થે સમ્યક્ પુરુષાર્થ આદરવો જોઈએ. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૩૬ બ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૂળતાઓની મિથ્યા કલ્પનાથી ઉત્પન્ન થયેલા ક્રોધની અગ્નિ પ્રાપ્ત વિશુદ્ધતાને બાળી ન નાખે તેમ જોતા રહેવું. હાસ્યાદિને કારણે આપણે તેની પકડમાં ન આવી જવાય તે ખ્યાલ રાખવો. સ્વ-તત્ત્વનો આવિર્ભાવ પમાડવા માટે સમ્યફ અધ્યયન, ચિંતન આદિ જરૂરી છે. બોધિરત્ન સ્વભાવ છે. નિશ્ચયપણે પ્રાપ્ત કરવા માટે આગળ વધતા રહેવાનું છે. (૯૬) અજ્ઞાની ન સ્વીકારે તો પણ વસ્તુનું પરિણમન સ્વતઃ - સિદ્ધપણે પ્રત્યક્ષ છે. પર્યાય દષ્ટિ કરવી તે દુઃખમય છે. જે પર્યાય તેમજ ગુણભેદ કલ્પનાથી પર અખંડપણે સ્વનું લક્ષ કરે છે તેને તેમાં અતિન્દ્રિય સુખનું વદન થાય છે. (૭) નિરાશ થવાનું છે અર્થાત્ આશા-તૃષ્ણારહિત બનવાનું છે, તો સમસ્ત જગતના ભાવોથી નિરાશ થવાનો પ્રયત્ન કરવાનો છે. “સ્વ”ને હમેશાં પરથી નિરપેક્ષ, સ્વયંમાં પરિપૂર્ણ જુઓ. તે તો સ્વભાવથી જ જ્ઞાન, આનંદમય અને સુખથી ભરપૂર છે. તેથી નિરંતર ઉત્સાહિત ભાવથી પોતાની આરાધનામાં જ પુરુષાર્થી બન્યા રહેવાનું છે. તત્ત્વનિર્ણય માટે સ્વાધ્યાય કરતા રહેવાનું છે. સ્વ-વિવેકપૂર્વક જે પ્રકારે આકુળતા ન થાય, પ્રમાદ ન થાય અને આત્મહિત પણ નિબંધ રૂપથી થાય તેવો પ્રયત્ન કરતા રહેવું. કર્મોના ઉદયની વિચિત્રતા સમજીને ભટકી ન જવું, તેના દેશ બની સાધનામાં સ્થિર રહેવું. જિનેશ્વરે દર્શાવેલા માર્ગમાં કોઈ પણ પ્રકારના કષ્ટની કલ્પના ન કરવી, કારણ કે જિનેશ્વર એ આપણો આદર્શ છે અને તે શુદ્ધાત્માનું શરણ તેમના જેવા બનવામાં સહાયક છે. (૯૮) સમ્યફ પુરુષાર્થથી “સ્વ” લક્ષ્યને પ્રાપ્ત કરી લેવું. એકલા રહેવામાં શૂન્યતાન નહીં, શાંતિનું વદન થશે. આપણો આત્મા પૂર્ણ, આનંદમય, જ્ઞાનમય, અક્ષય પ્રભુતાવાળો ધ્રુવ આત્મા સહજપણે દ્વન્દ્ર રહિત છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૩૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ અંતર્લન્દ તો પર પદાર્થોના લક્ષ્યથી થાય છે. આત્મા તો સહજ કલ્યાણ સ્વરૂપ છે, નિવૃત્તિવાળો છે. જો તેનામાં આકુળતા થઈ તો સમજવું કે વિભાવમાં પ્રવૃત્તિ થઈ છે. તે વખતે શાંતિનો સંભવ નથી. સમ્યગુદર્શન સહજપણે સાધ્ય થાય છે, પુરુષાર્થ કરતા પરનું કર્તૃત્વ ન આવી જાય તે ધ્યાનમાં રાખવાનું છે. જો તેમ થઈ જાય તો આકુળતા તથા ચિંતા ઊભી થાય છે. જીવન બોજારૂપ લાગે છે. તેમ ન થાય તેનો લક્ષ રાખવાનો છે. (૯૯) શુદ્ધાત્માની આરાધના અને પ્રભાવના સહજ આનંદમય છે. તે માટે સર્વસ્વ સમર્પણ કરવા જેવું છે. શરૂઆતમાં બાધા ઊભી કરવા માટે કર્મના ઉદયરૂપ અન્ય દુર્વિકલ્પ માર્ગમાં આવી પડેલા કાંટા અને રોડા સમાન છે. તત્ત્વવિચારપૂર્વક તેને દૂર કરવા એ જ હિતાવહ છે. પાપોદયજન્ય સામગ્રી તો સુખરૂપ મોહવાન જીવોને પણ નથી લાગતી. પરંતુ પુણ્યોદયજન્ય સુંદર ઇચ્છારૂપ અનુકૂળ શરીર, વૈભવ, સ્ત્રી આદિ, લોક-પ્રતિષ્ઠા આદિ મેળવીને જીવ આકુળતાવાળા જોવામાં આવે છે. તે તો પોતે જ વિચાર કરવાનો છે. અર્થાતુ તેનાથી પર થવાનો પુરુષાર્થ કરવાનો છે. જિન ઉપદેશનું શ્રવણ કરી આત્મહિતના માર્ગે આગળ વધવું. સત્યનું પ્રાગટ્ય અંતરમાં આંતરિક પુરુષાર્થપૂર્વક જ થાય છે. તેથી અંતર્દષ્ટિ કરીને સ્વમાં જ નિજાનંદનું વેદન કરીને તૃપ્ત થઈ જવાનું છે. આ જ અપૂર્વ કાર્ય કરવાનું છે. (૧૦૦) સંયોગો મળવા, છૂટી જવા એ કર્મના ઉદય અનુસાર છે. તેમાં વિકલ્પ ઊભા કરી ખેદ કરવો ઉચિત નથી. અંતરમાં બિરાજમાન પરમાત્માનો જ મહિમા પ્રગટાવી અન્યની ચિંતા ન કરવી, આત્માનો પરમાર્થ ગુરુ-આત્મા જ છે. તેથી આત્મા જ પરમ ઉપાદેય છે. આ માર્ગનું આરાધન ભાવુકતા નથી, પરંતુ ધૈર્ય અને આંતરિક પુરુષાર્થ છે માટે બાહ્ય સાધન તો યોગ્યતા અનુસાર સહજ મળી આવશે. તેથી પોતાની ભાવના વિશુદ્ધ રાખવી, એક ક્ષણ પણ તત્ત્વની અથવા દેવ આત્મજ્ઞાનનો પુરુષાર્થ છે ૩૮ જ Page #42 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર-ગુરુ, ધર્માયતન, જ્ઞાનીઓની વિરાધના ન થાય એમ લક્ષ રાખવું. માત્ર સંસારનાં સ્થૂળ દુઃખોનો વિચાર કરીને નિરાશાને અંદર દાખલ ન થવા દો. શુદ્ધાત્માની પોતાના માહાભ્યમાં મગ્નતા એ જ ઉદાસીનતા છે. પોતાનું કાર્ય કોઈ બાહ્ય નિમિત્તને આધીન નથી એવો વિચાર કરી સ્વાધીન પુરુષાર્થ કરતા રહી નિજ લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે. (૧૦૧) હે ધર્માનુરાગી આત્મન ! આત્મ અનુભવ જ મુક્તિનું પ્રથમ પગથિયું છે. આ સુખનો પ્રથમ તથા પ્રમુખ ઉપાય છે. તેથી કલ્યાણ અર્થી થઈને આત્મ અનુભવનો પુરુષાર્થ કરવો તે શ્રેયસ્કર છે. તત્ત્વનિર્ણય વગર સ્વ-પર હિત-અહિતનું ભેદજ્ઞાન થતું નથી તેમજ ભેદજ્ઞાન વગર ઉપયોગ બહારમાં ભમ્યા કરે છે અને વિકલ્પ જાળમાં ફસાઈને નિરંતર ખેદ કરતો રહે છે. તેથી ઉપયોગને અંતરમુખ કરવા માટે પ્રયોજનભૂત તત્ત્વોનો આગમ તથા યુક્તિથી બરાબર નિર્ણય કરવાનું રાખો. ઇચ્છાઓ-તૃષ્ણાને વધતી અટકાવવાનો જાગૃતપણે પ્રયાસ કરતા રહેવું. અર્થાત્ પોતાના લક્ષ તરફ આગળ વધવા પુરુષાર્થ કરતા રહેવાનું છે. પોતાના ઉદયે આવી રહેલાં કર્મો અનુસાર જે મળે તેમાં સંતોષ ધારણ કરી સ્વરૂપમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. આપણું સારું કે ખરાબ પોતાનાં પરિણામો પર આધારિત છે, તેથી બીજાઓનો દોષ જોવો નહીં, પણ તેવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય તેમ પુરુષાર્થ કરતા રહેવાનું છે. તત્ત્વારાધના બોજારૂપ સમજવી નહીં, તેમાં પોતાનું હિત સમાયેલું છે, તેમ સમજી હમેશાં જાગૃત રહેવાનું છે. કુસંગનો પરિહાર કરવો, કારણ કે કુસંગથી ભાવો મલિન થતા રહે છે તથા ખરાબવૃત્તિઓ ઊભી થાય છે. સારો સંગ ન મળે તો એકલા જ રહેવું પરંતું ખોટા સંગથી બચતા રહેવાનું છે. પોતાનું હિત થાય અને ધર્મ પરિણમે એવી વૃત્તિ રાખીને રહેવાનું. એ યાદ રાખવાનું કે બહારમાં દોડવાથી આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૩૯ % Page #43 -------------------------------------------------------------------------- ________________ આત્મઉત્થાન થવાને બદલે આત્માનું પતન જ થાય છે. કોઈની સાથે રહી ભોગો તરફ વૃત્તિ નહિ રાખતાં વૃત્તિને ધર્મ આરાધનામાં લગાવવી. મનુષ્યપણું મળ્યું છે તો ધર્મ આરાધના કરવાનો અવસર ચૂકી ન જવાય તેવી જાગૃતિ રાખી આગળ વધતા રહેવાનું છે. તત્ત્વ મેળવવા હમેંશાં પ્રયાસ કરતા રહેવાનું છે. ધર્મનાં ગૂઢ રહસ્યોને સમજવાનો પ્રયાસ કરતા રહેવું. નિરંતર પવિત્ર તેમજ આનંદમય જીવન જીવવાની કળા શીખવી અને તેને અનુસાર આચરણ કરી સ્વાનુભૂતિ માટેનો પ્રયાસ કરતા રહી “સ્વની ઓળખાણ કરી લેવી એ જ ભવ-કાપવાનો એક માત્ર ઉપાય છે એમ સમજી તેના માટે સમ્યફ પુરુષાર્થી બની રહેવાનું છે. || ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ || આત્મજ્ઞાનનો પુરુષાર્થ » ૪૦ % Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્વાનુભૂતિનો પુરુષાર્થ વિકલ્પમાં તત્ત્વના વિચારો તો ઘણા ચાલ્યા કરે છે, પણ તત્ત્વનિર્ણય સુધી પહોંચાતુ નથી, આમ કેમ ? પોતાના પુરુષાર્થની મંદતા હોય એટલે આગળ જવાતું નથી. તત્ત્વના વિચારો કર્યા કરે, પણ હું પોતે જ્ઞાયક છું એમ ગ્રહણ કરીને જ્ઞાયક એવા પોતાની શ્રદ્ધા કરતો નથી. શ્રદ્ધાના બળથી હું જ્ઞાયક છું તેવો ભેદજ્ઞાનનો અભ્યાસ અંતરથી કર્યા વગર આગળ જવાતું નથી, દ્રવ્ય દૃષ્ટિના જોરથી ને ભેદજ્ઞાનના અભ્યાસના જોરથી આગળ જઈ શકાય છે. આત્માનું માહાત્મ્ય અંતરમાં સ્થિર કરી તત્ત્વના નિર્ણયને દૃઢ કરીને તેમજ તેનો પુરુષાર્થ કરીને પોતે આગળ જવાનું છે. પરમાં જે એકત્વ બુદ્ધિ થઈ રહી છે તેને તોડ્યે જ છૂટકો થવાનો છે અને સ્વમાં એકત્વ બુદ્ધિ કરીને પરથી છૂટું પડવાનું છે. સ્વ તરફ જવા માટેનો આ જ ઉપાય છે. તેના સિવાય બીજો કોઈ ઉપાય નથી તેવો નિર્ણય પોતાને થવો જોઈએ. તે નિર્ણયના બળે તેવી જાતનો પુરુષાર્થ કરે તો થાય. પોતાના પુરુષાર્થની મંદતા હોય એટલે ગમે ત્યાં રોકાઈ જવાય છે; માટે ભેદજ્ઞાનનો વારંવાર અભ્યાસ કર્યા કરવો તે જ ઉપાય છે. . જ્ઞાનથી નિર્ણય કર્યો, પણ અંતર ભીંજાયેલું હોય, પોતાને અંદરથી ખટકો લાગે તો છૂટો પડે. વળી, આ વિભાવ ભાવોમાં રાચવું તે માત્ર દુઃખરૂપ છે તેવું અંદર વેદનમાં આવવું જોઈએ. આ વિભાવ દુઃખરૂપ છે ને દુઃખફળરૂપ છે તેવી ખટક લાગવી જોઈએ, તો તેનાથી છૂટો પડે. માત્ર વિચાર કરવામાત્રથી છૂટો ન પડી શકે. પોતાને પોતાનું દ્રવ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દ્રવ્ય ઉપર દૃષ્ટિ સ્થાપી પોતાની શ્રદ્ધા જોરદાર કરવાનો પ્રયત્ન કરવો અને ભેદજ્ઞાન કરવું. આ એક જ માર્ગ છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ સર્વાંગે સમજી લેવાનું છે. જે કોઈ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૪૧ બ Page #45 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી થયા છે. જ્યાં સુધી પોતાનો આત્મા પોતે છૂટો પડીને સ્વરૂપમાં સ્થિર ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાન ભાવતા રહેવાનું છે.. સમ્યગદર્શન પામ્યા પહેલાં અને પછી પણ કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાન ભાવ્યા કરવાનું છે. આ એક જ ઉપાય છે. અધૂરી દશામાં - પૂર્ણ ન થાય ત્યાં સુધી અણુવ્રત, મહાવ્રત, દેવશાસ્ત્ર-ગુરુની મહિમા વગેરે શુભભાવો તેમજ સમ્યગદર્શનના આઠ અંગરૂપ વ્યવહારિક ભાવો આવે છે, તે બધું સાથે હોય છે; પણ મોક્ષનો ઉપાય તો અંતરમાં એક સમ્યગદર્શનની સહજ ધારા ચાલે છે તે છે. સમ્યગુદૃષ્ટિને સહજ જ્ઞાનધારા ચાલે છે અને તે સહજ પુરુષાર્થથી ચાલે છે. આત્મા આત્મામાં ઠરી ન જાય ત્યાં સુધી ધારાવાહીપણે ભાવવું. વિભાવ-શુભાશુભભાવ વચ્ચે આવે તેમાં રોકાઈશ નહિ, અંદર સાધનાને કારણે જે પર્યાયો (દર્શાવો) પ્રગટે તેમાં પણ રોકાઈશ નહિ અને અનેક જાતના ભેદો આવે તેમાં પણ રોકાઈશ નહિ. એક શાશ્વત દ્રવ્યને ગ્રહણ કરીને તે રસ્તે જવાથી તને શુદ્ધતાની પર્યાય પ્રગટ થશે. ગુરુ રસ્તો બતાવે પણ પુરુષાર્થ તો પોતાને કરવાનો છે. સ્વાનુભૂતિ પ્રગટ કરવા માટે બધા ઉપરથી દષ્ટિ ઉઠાવી એક ચૈતન્ય ઉપર દૃષ્ટિ કરવાની છે, ભેદજ્ઞાન તીવ્ર કરવાનું છે. આમ થતાં આનંદનો સાગર ઊછળશે. શાંતિનો સાગર, જ્ઞાનનો સાગર તેમાં ભર્યો છે. તેમાંથી જ શાંત દશા અને જ્ઞાન આવિર્ભાવ પામશે. આમ વારંવાર દૃષ્ટિ, જ્ઞાન અને લીનતા ઉપર કરવાથી તેમાંથી જ પૂર્ણતાની પ્રાપ્તિ થશે. રાગમાં એકત્વ બુદ્ધિ થાય ત્યારે વિચારવું કે આ રાગ તે મારો સ્વભાવ નથી. હું તો તેનાથી જુદો અને જાણનારો છું. રાગ - વિભાવ ભાવ છે તે આકુળતારૂપ છે, તે આકુળતાથી જુદો રહેનારો જે શાંત સ્વરૂપ છે તે “હું છું. એવી જ રીતે કોઈ પણ બાહ્ય ક્રિયા કરતાં તે બધી ક્રિયાથી હું જુદો છું અને ખાવા-પીવાની ક્રિયા થાય છે તે પુદ્ગલ પર્યાયો, તેમાં રાગ આવે છે આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૪ર Page #46 -------------------------------------------------------------------------- ________________ તેનાથી પણ હું જુદો છું. એવી વિચારધારા ચાલવી જોઈએ તો ભેદજ્ઞાન થતાં સ્વાનુભૂતિ થવામાં વાર નહીં લાગે. પોતાના પુરુષાર્થની મંદતાને કારણે બાહ્ય પદાર્થોમાં રાગ આવે છે, છતાં નિશ્ચયથી તો હું વિભાવની પરિણતિથી છૂટો છું. હું સિદ્ધ ભગવાન જેવો જ આત્મા છું. વિભાવ ભાવ મારા માટે તો દુઃખદાયક છે, જ્યારે હું તો નિર્મળ સ્વભાવી છું – આમ અનેક રીતે વિચારણા કરવી. રાગ ઊભો થાય તે જ ક્ષણે હું જુદો છું, વીતરાગ સ્વભાવવાળો છું. રાગને કારણે આવતી આકુળતા તે મારું સ્વરૂપ નથી. હું તો શાંત સ્વરૂપે છું. વીતરાગ સ્વરૂપે છું. વિકલ્પ ક્યારે છૂટે તેની આકુળતા નહીં કરતાં તેનાથી છૂટા પડવાનો પુરુષાર્થ કરવો. મારે તો બધા પરભાવથી જુદા થઈ જવાય તેમ છૂટા પડવાનો પુરુષાર્થ કરવાનો છે. સાધનામાર્ગમાં આકુળતા, મૂંઝવણ કે ઉતાવળ કરવાથી પણ વિકલ્પ તૂટતો નથી. ભેદજ્ઞાન વગર, તેના અભ્યાસ વિના એકદમ નિર્વિકલ્પ થવું મુશ્કેલ કાર્ય છે. બહારથી ગમે તેટલાં ધ્યાન કરે, તો પણ વિકલ્પ તૂટતો નથી. પરમાં એકત્વબુદ્ધિ હોય અને ઉપર ઉપરથી ધ્યાન કરવાથી વિકલ્પ તૂટતો નથી, પણ એમને એમ ઊભો રહે છે અને પરની એત્વબુદ્ધિ એમની એમ ઊભી રહે છે. પોતે એમ વિચારવું કે અનાદિકાળના પરિભ્રમણમાં બધી જ યોનિઓમાં જનમ્યો-મર્યો, તેમાં ઉપસર્ગ-પરિષહ આવ્યા પણ ચેતનનું અસ્તિત્વ ચેતનરૂપે રહ્યું છે, તેનો નાશ પણ થયો નથી કે તેમાં કાંઈ વધ-ઘટ પણ થઈ નથી. આમ વિચારણા કરવાથી પોતાના અસ્તિત્વનો મહિમા છે તે ખ્યાલમાં આવે છે અને તે ગ્રહણ થતાં દ્રવ્ય-ગુણ-પર્યાય - બધાનું જ્ઞાન સાથે થઈ જાય છે. આનંદમાં વેદના અને જ્ઞાનમાં જાણવાનો ગુણ સ્વભાવ છે એટલે તેઓ ભાવથી ભરેલા દેખાય છે. જ્ઞાન આનંદાદિ અનંતગુણોથી ભરેલું અસ્તિત્વ છે. જેમ અગ્નિમાં ઉષ્ણતા ગુણ છે અને પાણીમાં શીતળતા ગુણ આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૪૩ % Page #47 -------------------------------------------------------------------------- ________________ છે તો તેના ગુણોથી બીજાને પકડાય છે તેમ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. જ્ઞાયકનું અસ્તિત્વ ધરાવે તે આત્મા છે અને જાણતું નથી તે જડ છે. આમ બન્ને પોત-પોતાના ગુણથી પકડાય છે, ગ્રહણ થાય છે. સ્વભાવ સહજ છે, પણ અનાદિનો વિભાવમાં પડેલો છે એટલે સહજ દેખાતું નથી. દરેક વસ્તુ મૂળરૂપે તો સહજ જ છે. તેથી પોતાના સ્વભાવમાં જવું તે પણ સહજ છે. ચૈતન્ય ભગવાન પોતાના નિર્વિકલ્પ સ્વરૂપમાં ખેલી રહ્યા હતા અર્થાત્ વસ્તુ પર દૃષ્ટિ સ્થિર થતાં પર્યાયમાં પોતાનો આત્મા રમતો પ્રગટ થાય છે. અનંત ગુણ સાગર આત્મા છે તે અદ્ભુત છે. સ્વાનુભૂતિમાં વિચારવું નથી પડતું કે ગોખવું પડતું નથી. વિકલ્પ છૂટી જતાં સહજપણે પ્રગટ થાય એવો જ એનો સ્વભાવ છે. મૂળવસ્તુ પોતે પોતારૂપે રહીને પોતાના ગુણપર્યાયમાં રમે છે. આ જ તેનો સ્વભાવ છે. સાધનામાં દૃષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. જે જ્ઞાયકને ગ્રહણ કરે તેને પર્યાયનું જ્ઞાન હોય છે. સાધનામાં બધી નિર્મળ પર્યાયો પુરુષાર્થપૂર્વક આવે છે, છૂટી જતી નથી. એકને ગ્રહણ કરે તો એક છૂટે તેવું નથી કેમકે એક દ્રવ્ય છે અને એક પર્યાય પણ તેની જ છે. અહીં એકને ગૌણ કરવાનું છે અને એકને મુખ્ય કરવાનું છે. ઉપયોગમાં કોઈ વાર પર્યાયના વિચારો આવે, તો પર્યાય જ્ઞાનમાં મુખ્ય થાય, પણ દૃષ્ટિમાં તો એક દ્રવ્ય જ મુખ્ય છે અને પર્યાય ગૌણ છે. આશ્રય એટલે પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવું અને તેમાં સ્થિર ઊભા રહેવું. દ્રવ્ય જે મૂળ વસ્તુ છે, તેમાં અશુદ્ધતા પેસી જાય તો દ્રવ્યના સ્વભાવનો નાશ થઈ જાય, પણ એમ થઈ શકે નહીં, અશુદ્ધતા ઉપર રહે છે. સ્ફટિક નિર્મળ છે, તેની અંદરમાં લાલ-પીળું પેસી જાય તો સ્ફટિક જ રહે નહિ પણ લાલ-પીળું ઉપરના પ્રતિબિંબો છે. તેમ દ્રવ્ય આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૪૪ બ Page #48 -------------------------------------------------------------------------- ________________ પોતે શુદ્ધ રહે છે અને પર્યાય ઉપર-ઉપર રહીને તેમાં બધી મલિનતા થાય છે. આ મલિનતા એ અનાદિના કર્મનો સંયોગ અને પુરુષાર્થની નબળાઈને લઈને થાય છે. અનાદિથી આમ જ છે. પાત્રતા માટે વિશેષ પ્રયત્ન કરવાનો છે. અર્થાત્ આત્માને ગ્રહણ કરવા પોતાની વિશેષ પાત્રતા હોવી જોઈએ. કોઈ પણ પ્રકારે અન્યમાં તન્મયતા ન થાય, આત્માનું માહાભ્ય છૂટીને બહારનો કોઈ મહિમા ન આવે, બાહ્ય-પરની કોઈ વસ્તુ આશ્ચર્યભૂત ન લાગે, એક પોતાનો આત્મા જ આશ્ચર્યકારી ને સર્વોત્કૃષ્ટ લાગે. દેવ-શાસ્ત્ર-ગુરુ અને એક આત્મા તેના કરતાં બીજું કાંઈ વિશેષ લાગે નહિ એવી પાત્રતા હોવી જોઈએ. બહારના નિપ્રયોજન પ્રસંગોમાં કે કષાયોના રસમાં વિશેષ એત્વ તન્મય થઈ જાય તે આત્માર્થીને, પાત્રતાવાળાને ન હોય. જેને આત્માનું પ્રયોજન છે તેને પર સાથેનું એકત્વ મંદ પડી જાય છે, અનંતાનુબંધીનો બધો રસ મંદ પડી જાય છે. સ્વાનુભૂતિના સમયે શું આત્માના દરેક પ્રદેશમાં આનંદનું વેદન થાય છે? હા - તે સમયે ભેદનું લક્ષ્ય છૂટીને આત્માના દરેક પ્રદેશે આનંદ પ્રગટે છે. તે આનંદ સિદ્ધ ભગવાનને પૂર્ણ પ્રગટ થયો છે; સમ્યગૃષ્ટિને અંશે વેદાય છે. તે આનંદગુણ આત્માના અસંખ્ય પ્રદેશોમાં વ્યાપેલો છે. તેની અનુભૂતિ થતાં વિકલ્પ છૂટી જાય છે અને જગતના ભાવોથી ન્યારોજુદો કોઈ અનુપમ આનંદ થાય છે, તેને કોઈ ઉપમા આપી શકાય તેમ નથી. આ વિતરાગી આનંદ જુદો છે અને વચનાતીત છે. પણ બહારમાં જ જેણે સર્વસ્વ માની લીધું છે અર્થાત થોડી ક્રિયા ને શુભભાવ કરીને તેમાં સર્વસ્વ માની લે છે તેને આત્માની પ્રાપ્તિ-સમ્યગદર્શન સ્વાનુભૂતિ થતી નથી. અશુભથી બચવા શુભ ભાવ વચ્ચે આવે તેનાથી પુણ્ય બંધાય. પણ આત્મા તે બન્નેથી ન્યારો છે તેવી શ્રદ્ધા થવી જોઈએ અને શ્રદ્ધા થાય તો તે તરફ વળે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૪૫ % Page #49 -------------------------------------------------------------------------- ________________ આત્મા સ્વરૂપાનંદમાં રમી રહ્યો હતો, આનંદમાં ડોલી રહ્યો હતો અર્થાત્ અનંતકાળથી આકુળતા હતી તે આકુળતા છૂટીને આત્માનો સ્વભાવ નિરાકુળ છે તે નિર્વિકલ્પ પણે પ્રગટ થઈને રમણતા કરતો હતો. સ્વાનુભૂતિમાં જે આનંદ છે તે આનંદ સિદ્ધ ભગવાનને જેવો આનંદ છે તેવો જ છે, પણ અંશે હોય છે. સ્વાનુભૂતિમાં જે સ્વભાવ છે તેનું વેદન થાય છે. વિકલ્પ છૂટી જતાં આનંદગુણથી ભરેલો આત્મા રહે છે. તે પોતાના અનંતગુણમાં રમણતા કરે છે. આ વખતે જે શાંતિનું વેદન થાય છે તે કોઈ જુદા પ્રકારની જ છે. તે પ્રગટ થતાં તેને અંદરથી તૃપ્તિ થાય છે કે આ જ મુક્તિનો માર્ગ છે. શુભ ભાવમાં દેવ-શાસ્ર-ગુરુની ભક્તિ હોય છે અને તે સાથે અંત૨માં શુદ્ધાત્મા ભગવાન જેવો છે એવી શ્રદ્ધા પણ હોય છે. બન્ને સાથે છે. જ્ઞાનીને જ્ઞાનની પર્યાય સંપૂર્ણ પ્રગટપણે નથી એટલે દેવ-શાસ્ર-ગુરુની ભક્તિ આવે છે,. હું દ્રવ્ય અપેક્ષાએ ભગવાન છું, પણ પર્યાયમાં હજી અધૂરાશ છે તેથી પામર છું. પર્યાયને બહુ યાદ કરવાથી દૃષ્ટિ મંદ પડી જાય એવું નથી બનતું. સાધકને પર્યાય સાથે દ્રવ્યનો પણ ખ્યાલ છે તે બન્નેને ખ્યાલમાં રાખીને, જે વખતે જે જાતનો રાગ આવે છે, તેમાં જુદો રહે છે. પર્યાયમાં જે પ્રશસ્ત રાગ આવે છે તેમાં ભક્તિ આવે છે, પણ દૃષ્ટિનું જોશ બરાબર ટકી રહે છે. સ્વાનુભૂતિના સમયે ઉપયોગ બહાર નથી એટલે પર કે પરશેયો જણાતા નથી, કારણ કે પોતાનો ઉપયોગ અંદર છે અને તેમાં અનંતગુણની પર્યાયો જણાય છે. માટે સ્વ-પર પ્રકાશકપણું ત્યાં પણ ઊભું રહે છે, તેનો નાશ થતો નથી. સમ્યગ્દર્શન પ્રગટે છે ત્યારે તે પોતે આનંદગુણને વેદે છે. પોતાના અનંતગુણ વેદનમાં આવે છે, તેથી પોતે પોતાને જાણે છે અને બીજા ગુણ-પર્યાયોને પણ જાણે છે અને તેથી સ્વ-પર પ્રકાશકપણું છે. વિશેષ શાસ્ત્ર અભ્યાસ ન હોય તો પણ આત્માની પ્રાપ્તિ થઈ શકે છે. શાસ્ત્રમાં આવાં આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૪૬ બ Page #50 -------------------------------------------------------------------------- ________________ દષ્ટાંતો મળે છે. દા.ત. શિવભૂતિમુનિને ભગવાને માતુષ-મારૂષ કહ્યું પણ તેમાં પણ તુષ-માષ થઈ ગયું. પણ દાળ અને ફોતરા તરફ દૃષ્ટિ જતાં આત્મા જુદો છે અને શરીર, વિભાવાદિ મારાથી જુદાં છે એમ સ્પષ્ટતા થતાં કેવળજ્ઞાન માટેની શ્રેણી મંડાઈ ગઈ અને કેવળજ્ઞાન પામી મોક્ષે ચાલ્યા ગયા. લગની - ગુરણા લાગી હોય અને પુરુષાર્થ ન થાય એવું બને નહિ. લગની લાગી હોય તો પુરુષાર્થ થાય છે અને માર્ગ મળી જાય. ખરેખરી લગની હજી લાગી નથી. આત્માને ઓળખવો એ એક જ વિધિ-રીત ઉપયોગમાં લેવાની છે. પરની એકત્વબુદ્ધિ તોડવાનો પ્રયત્ન કરે તો માર્ગ ખુલી જાય. પરમાર્થનો માર્ગ એક જ છે. આત્મા બધાથી જુદો છે, અપૂર્વ છે એમ આત્માની ઓળખાણ કરે તો ભવનો અંત થાય. પ.કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજી એક પત્રમાં લખે છે કે, બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” આની સ્પષ્ટતા જોઈએ છે. - તત્ત્વને જેણે ગ્રહણ કર્યું છે, સ્વાનુભૂતિ જેણે પ્રગટ કરી છે, માર્ગ જેણે પ્રશસ્ત કર્યો છે, માર્ગને જેઓ જાણે છે એવા એક સપુરુષને શોધી લે, તેઓ તને બધું બતાવશે અને તેનો આશય ગ્રહણ કરી લે. મોક્ષ મારી પાસેથી લેજે એટલે કે તને મોક્ષ મળવાનો જ છે. પુરુષનો આશ્રય ગ્રહણ કરી તેમને ઓળખ્યા તો તને માર્ગ મળવાનો છે. અનંતકાળથી સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થયું નથી, તેને દેવ-શાસ્ત્ર કે ગુરુ મળે અને પોતાનું ઉપાદાન તૈયાર હોય તો પ્રાપ્ત થાય એવો નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. અંતરથી દેશનાલબ્ધિ પરિણમી જાય એટલે અવશ્ય સમ્યગદર્શન પ્રાપ્ત થાય. સમ્યગુદર્શન થાય છે પોતાના ઉપાદાનથી, પણ નિમિત્ત સાથે એવો સંબંધ હોય છે. માટે તું એક સપુરુષને શોધ, તેમાં તને બધું જ મળી રહેશે. સપુરુષ મળે અને માર્ગ પ્રાપ્ત થયા વગર રહે તેવું બનતું નથી, અવશ્ય માર્ગ પ્રાપ્ત થાય છે, આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૪૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ કારણકે સપુરુષ પ્રત્યે ભક્તિ આવી છે તો આત્મા પ્રગટ થયા વગર રહે જ નહિ. જે ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને ઓળખે તે પોતાના દ્રવ્ય-ગુણપર્યાયને ઓળખે. જો તું સપુરુષને ઓળખી લઈશ તો તને તારો આત્મા ઓળખાયા વગર રહેશે નહિ. તેનાથી અવશ્ય તને સ્વાનુભૂતિની પ્રાપ્તિ થશે અને અવશ્ય તને મોક્ષ મળશે જ. અનાદિકાળથી પોતાને માટે અજાણ્યો રહેલો માર્ગ છે, તેથી પ્રથમ વખત સમ્યગદર્શન થાય ત્યારે દેવ કે ગુરુનું નિમિત્ત અવશ્ય હોય છે. માટે પુરુષને ગોતવાનું કહે છે. પોતે પુરુષને ઓળખ્યા કે ગ્રહણ કર્યા ક્યારે કહેવાય? તો કે આત્માની પ્રાપ્તિ - સમ્યગુદર્શન થાય તો. જો આત્મપ્રાપ્તિ ન થાય તો સપુરુષને તેણે ઓળખ્યા જ નથી, ગ્રહણ કર્યા જ નથી અને તેનો આશ્રય ગ્રહણ કર્યો નથી અને આશય પણ સમજ્યા નથી. જ્ઞાનીને પણ સ્થિરતા પોતાની મેળાએ વધે નહીં, પોતે લીનતા કરવાનો પ્રયત્ન અંદર કરે છે તો થાય છે. પોતે કાંઈ જ કરે નહિ ને સ્વયં લીનતા થઈ જાય તેમ થતું નથી. - જ્ઞાનીની ભક્તિ કરજે એટલે તેમનો મહિમા કરજે, સતપુરુષની દશાનો મહિમાં આવતાં તને તારા આત્માનો મહિમા-માહાસ્ય આવવાનો અને આત્માને પ્રગટ કરવાનો અવસર પ્રાપ્ત થશે. જ્ઞાની પાસે જ્ઞાનની માગણી નહીં કરતાં, જ્ઞાનપ્રાપ્તિ માટેની પાત્રતા કેળવવાનો પ્રયત્ન કરવાનો છે. જેણે પોતાના આત્માની દશા પ્રગટ કરી છે અને આત્માની સાધના કરી છે, એવા ગુરુનું માહાભ્ય તારામાં નહિ આવે તો તને તારા આત્માનો મહિમા ક્યાંથી આવવાનો. જ્ઞાન મહિમાપૂર્વક તારા સ્વભાવ તરફ આવશે, નહીંતર નહિ આવે. ૫.કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે “જ્ઞાની પાસે જ્ઞાન માંગવા કરતાં ભક્તિ માંગજે.” કેમ કે તેનાથી તને તારા સ્વભાવનો મહિમા આવશે. ગુરુના સ્વભાવનો મહિમા આવતાં તું પોતે સહેજે અંતર્મુખ થઈ જશે. આ માટે તારે વિભાવમાં જે એકત્વ બુદ્ધિ છે, તન્મયતા છે તેને તોડવી પડશે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૪૮ Page #52 -------------------------------------------------------------------------- ________________ રાગથી છૂટાં પડતાં રાગ ચાલ્યો જાય છે અને શુદ્ધ પર્યાયો ચૈતન્યમાં પ્રગટે છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. દ્રવ્યનો જ આશ્રય લેવામાં આવે તો જ શુદ્ધાત્માની પર્યાયો પ્રગટે છે. માટે દૃષ્ટિ તો એક પૂર્ણદ્રવ્ય પર જ રાખવાની, પર્યાયો ઉપર કે ગુણો ઉપર દૃષ્ટિ રાખીને તેમાં રોકાવાનું નથી. દષ્ટિ પૂર્ણદ્રવ્ય પર હોય અને જ્ઞાનમાં એ હોય કે મારી પર્યાય હજુ અધૂરી છે. એમ હોય તો સાધકદશા પ્રગટે છે. ચૈતન્યના પુરુષાર્થની નબળાઈથી રાગ થઈ જાય છે, પણ રાગ મારાથી જુદો છે એ ખ્યાલ રહે તો પુરુષાર્થ ઉપડે છે અને એથી આનંદદશા,વીતરાગદશા અંતરમાં પ્રગટે છે. ગજસુકુમાર મુનિરાજના માથે સગડી સળગી રહી હતી તે સમયે મુનિરાજનો ઉપયોગ આત્મામાં હતો. તેથી સગડી સગડીની જગ્યાએ રહી ગઈ અને ઉપયોગ સ્વાનુભૂતિમાં ચાલ્યો ગયો જેથી ક્ષપક શ્રેણી ચાલુ થઈ ગઈ અને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. ઉપયોગ ચૈતન્યમય થઈ ગયો તો શરીરમાં શું થાય છે તેનું ધ્યાન પણ રહેતું નથી. શરીર અને તેની વેદના ઉપર ધ્યાન નથી રહેતું. આમ થતાં લોકાલોકનું પૂર્ણ જ્ઞાન, પ્રકાશક જ્ઞાન થઈ રહ્યું. ચૈતન્યના અનંતગુણપર્યાયનું વેદન આવી ગયું. સંપૂર્ણ ચૈતન્યની સ્વાનુભૂતિનું પૂર્ણવેદન થઈ ગયું. - ઈબ્દોપદેશમાં કહ્યું છે કે જ્ઞાની જોતા હોવા છતાં જોતા નથી, ચાલતા હોવા છતાં ચાલતા નથી. તો શું વિકલ્પ આવવાથી પણ આમ જ રહે છે? સમાધાનઃ જ્ઞાનીનો ઉપયોગ બહાર આવે તો પણ તેઓ જોતા હોવા છતાં જોતા નથી; કારણ કે જ્ઞાનીની દૃષ્ટિ તો ચૈતન્ય ઉપર જ રહે છે. બાહ્ય ઉપયોગ હોય તો પણ દષ્ટિ ચેતન પર જ હોય છે. જ્ઞાનીની દષ્ટિમાંથી પરની એકત્વબુદ્ધિ તૂટી ગઈ છે તેથી તે જોવા છતાં જ્ઞાની જોતા નથી અને ચાલવા છતાં ચાલતા નથી. પ.. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ સૌભાગ્યભાઈને જણાવ્યું છે કે આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૪૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ પોતાના મનથી કરેલી સ્વરૂપનો નિશ્ચય માનવા કરતાં જ્ઞાની કહે છે તે નિશ્ચય માનવામાં કલ્યાણ છે.' – આ વિષે વિચારણા કરીએ. - જ્ઞાનીએ યથાર્થ સ્વરૂપ સમજીને કરેલો નિશ્ચય યથાર્થ છે. આપણા મનથી કરેલો નિશ્ચય તેમાં ભૂલ હોય અને કલ્પિત પણ હોય અને આમ બરાબર લાગે છે, પણ જ્ઞાનીના કહેવાનો ભાવાર્થ શું છે, તેમનો આશય શું છે? જ્ઞાનીને શું કહેવું છે, એનું શું રહસ્ય છે તે વિચારીને, મેળવીને, પોતે નક્કી કરવું જોઈએ. પોતાની કલ્પનાએ નક્કી કરે તો ભૂલનો અવકાશ છે. પોતે સ્વચ્છેદથી નક્કી કરેલું છે. અનંતકાળથી માર્ગ અજાણ્યો છે, તું પોતે કાંઈ સમજતો નથી તેથી પોતાની જાતે નક્કી કરે કે આમ વસ્તુ છે, આ માર્ગ છે. આમ મુક્તિનો પંથ આવી રીતે છે એમ નક્કી કરે તેમાં ભૂલ થાય છે. જ્ઞાનીએ જે કહ્યું હોય એના રહસ્ય અને આશય સમજે તો તે યથાર્થ છે નહિ તો કલ્પિત છે. પોતાની મેળે કરેલા નિશ્ચયમાં ભૂલ થાય છે, જ્ઞાનીના નિશ્ચય ચાલવાથી કલ્યાણ છે. પ.કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રમાં લખેલ છે કે “જ્ઞાની પુરુષ કરતાં જો જીવને પરિગ્રહ પ્રત્યે વધારે પ્રેમ છે તો ખરી રીતે તે આત્માને સમજવાને કે પામવાને લાયક નથી. આનો અર્થ શું? જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા જ્ઞાની કરતાં પરિગ્રહ પ્રત્યે પ્રેમ એટલે બાહ્ય વસ્તુઓ પરની આસક્તિ, તેનો જ મહિમા લાગે અને જ્ઞાની પ્રત્યે મહિમા ન આવે તો તે જીવ ખરેખર લાયક-પાત્ર નથી. તેને પરિગ્રહ ભાવ, તેના પરની આસક્તિ ઓસરવી જોઈએ તો જ્ઞાનીનો તેને મહિમા આવે. જેને જ્ઞાન જોઈએ છે તેને જ્ઞાની અને જ્ઞાન બન્ને પ્રત્યે મહિમા આવવો જોઈએ. જ્ઞાની પ્રત્યે મહિમા એટલે પોતાના અંતરમાં આત્મા તરફનો મહિમા એવો અર્થ તેમાંથી નીકળે છે. બન્નેનો મેળ છે. જ્ઞાનનો મહિમા કરવાનો અર્થ તેને પોતાના આત્માની ઓળખાણ કરવી છે. અંતરમાં આત્માનું એનું ધ્યેય છે. નિર્વિકલ્પ દશાઃ તે માટે ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરવી કે જે ભેદજ્ઞાનની આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૫૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ પાછળ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પદશાની પ્રાપ્તિ થાય, તે પ્રયત્ન તો પોતાને કરવાનો રહે છે. તે ભેદજ્ઞાન માત્ર ધારણા પૂરતું નહિ પણ અંતરમાંથી ભેદજ્ઞાનની ધારા પ્રગટ થાય - આ સવિકલ્પ ભેદજ્ઞાન - ધારાની વાત છે, જે સમ્યગદર્શન પૂર્વે પ્રયત્નથી પ્રગટ થાય છે અને તે પછી પોતે તેને ટકાવે કે આ શરીર અને વિભાવ પર્યાય તે હું નથી, હું તો ચૈતન્ય જાણનારોજોનારો છું. કોઈ પણ પ્રકારના ભાવોથી અંદરમાંથી જુદો જ “હું છું. આવી જાતની સહજ ધારા અંદર પ્રગટ કરવાનું પોતાના હાથમાં છે. આવી સહજ ભેદજ્ઞાનની ધારા પ્રગટ થઈ જાય તો તેની પાછળ નિર્વિકલ્પ દશા પ્રગટી જાય છે. અર્થાત્ ભેદજ્ઞાનની ધારાની ઉગ્રતા થતાં જ્ઞાતાધારાની ઉગ્રતા થવાથી તે ઉપયોગની તીક્ષ્ણતા થતાં વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે. સ્વાનુભૂતિ થાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ લખેલ છે કે “જીવને આત્મપ્રાપ્તિ નહિ થવામાં મૂળ કારણ તેની સ્વચ્છંદતા છે, તો સ્વચ્છંદતા એટલે શું? સ્વચ્છંદી જીવ પોતાની મતિ કલ્પનાથી માર્ગનો નિર્ણય કરી લે છે કે માર્ગ આમ જ હોય, હું જે માનું છું તે સાચું જ છે. આત્મા આમ જ હોય તેમ પોતાની મતિથી નક્કી કર્યું હોય ત્યાં ને ત્યાં સ્વચ્છેદવૃત્તિથી અટકી જાય છે અથવા ગમે ત્યાં અટકતો હોય, પણ તે એમ માને કે મારે કોઈને પૂછવાનું રહેતું નથી, કારણ કે હું બધું જાણું છું, મને બધું આવડે છે, મને બધી ખબર છે તેમ તે પોતાની મતિ કલ્પનાએ ચાલ્યા કરે તો તે સ્વચ્છંદ છે અને તે આત્મપ્રાપ્તિ થતી અટકવા માટેનું સબળ કારણ છે. - મનુષ્ય જીવનનું કર્તવ્ય શું છે? - મનુષ્ય જીવનમાં ચૈતન્ય દ્રવ્ય અને પદ્રવ્ય (શરીરાદિ, જુદાં છે એવું ભેદજ્ઞાન કરવાનું છે. અંતરમાં વિભાવો સાથે એકત્વબુદ્ધિ થઈ રહી છે તે તોડવાની છે. હું જ્ઞાયક ચૈતન્ય છું, જ્ઞાન, આનંદાદિ અનંત ગુણસ્વરૂપ આત્મા છું, તેના ઉપર દૃષ્ટિ કરીને હું શાશ્વત ચૈતન્ય જ્યોત છું – એમ વારંવાર ચિંતન-મનન કરવાનું છે. તેની સ્વાનુભૂતિ આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૫૧ જ Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ કરી લેવાની છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ એમ શ્રીમદ્જીએ કહ્યું છે. અર્થાત્ ચૈતન્ય તત્ત્વની ઓળખાણ જે માર્ગથી થાય તે પરમાર્થનો પંથમાર્ગ છે. માટે મનુષ્ય જીવનનું કર્તવ્ય છે, પોતે પોતાની ઓળખાણ કરી લેવી અને સંસારનો ઉચ્છેદ કરવો. - જ્ઞાન જુદું અને રાગ જુદો તેમ ઓળખાણ થાય પછી - તે પ્રકારનો વિકલ્પ કરવાની જરૂર પડતી નથી એટલે કે, જેને યથાર્થ ઓળખાણ થાય તેને જ્ઞાન અને રાગ જુદા છે એવી સહજ જ્ઞાનધારા વર્યા કરે છે. ઉદયધારા (કર્મધારા) અને જ્ઞાનધારા જુદી છે. સ્વાનુભૂતિ થયા પછી તેમાં પુરુષાર્થ કરવાની જરૂર રહેતી નથી. તેને હવે સહજ ભેદજ્ઞાન રહ્યા કરે છે. જે ઉદયો આવે અને કદાચ વિકલ્પ ઊભો થાય તો પણ તે સમજે છે કે હું આ બધાથી જુદો છું અને જ્ઞાનધારા ટકી રહે છે. પુરુષાર્થની મંદતાને કારણે અલ્પપણે જોડાવાનું થાય, પણ તેમાંથી પાછો હઠી પછી જ્ઞાનધારામાં જોડાઈ જાય, વીતરાગતા દઢ થતી જાય છે. તેથી જ્ઞાન જુદું અને રાગ જુદો એમ કરવાની જરૂર રહેતી નથી. જ્ઞાનીઓ કહે છે કે સતુ સરળ છે, સુગમ છે, સહજ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ થાય છે તો અમને એવું કેમ ભાસતું નથી? સમાધાનઃ “સ” એ દ્રવ્યનો સ્વભાવ છે, તેથી “સતુંએ આત્માનો સ્વભાવ છે અને સ્વભાવ સહજ હોય, તેથી સહજ છે તેમ કહ્યું છે. વળી, તેને કાંઈ બહાર શોધવા જવું પડે તેમ નથી કે કોઈની પાસેથી માંગવા જવું પડતું નથી કે પરવસ્તુમાંથી આવતું નથી. પોતાનો સ્વભાવ છે માટે સુગમ છે, સહજ છે, સરળ છે; પણ અનાદિના વિભાવના અભ્યાસના કારણે દુર્લભ છે. પોતાનો સ્વભાવ છે માટે સહજ છે, પ્રગટ કરવાનો પુરુષાર્થ સમ્યકપણે કરે તો જ્ઞાનીઓ કહે છે કે અંતર્મુહૂર્તમાં પ્રગટ થઈ જાય છે અને તેવો પુરુષાર્થ ન કરે તો અનંતકાળ જતો રહે તો પણ પ્રગટ ન થાય. વળી અનાદિકાળનો વિભાવમાં જ રહેવાનો અભ્યાસ છે અને તેને જ સાચું આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી પર છ Page #56 -------------------------------------------------------------------------- ________________ માનીને ચાલી રહ્યો છે, માટે અઘરું લાગે છે. ઉપયોગને સૂક્ષ્મ કરવા શું કરવું જોઈએ? સમાધાનઃ તત્ત્વને સમજવું, સમજીને તે વિષે અંતરમાં ઊંડાણપૂર્વક વિચારણા કરવી. જ્ઞાયક આત્મા પ્રત્યે લગની લગાવવી, તેનો મહિમા કરવો, પરની એકત્વબુદ્ધિ તોડીને હું તો ચૈતન્ય એવો આત્મા છું. હું અનંતગુણોનો ભંડાર છું. બધું જ મારામાં છે, બહાર કાંઈ નથી એમ વિચારણા કરતાં હું કોણ છું તેને ઓળખવાનો પ્રયત્ન કરવો. વળી મહાપુરુષે જે માર્ગ બતાવ્યો છે તે વિષે વાંચન કરવું, ભક્તિ કરવી, વિચારણા કરવી અને પોતે અંતરમાં આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. તેથી સૂક્ષ્મ સ્વાનુભૂતિ થાય. પોતાના અંતરમાં ઉપયોગ જાય તે ઉપયોગ સૂક્ષ્મ છે. પોતાની સન્મુખ થઈને હું ચૈતન્ય છું એમ કહેવાય. ચેતનદ્રવ્ય છું, જ્ઞાયક છું, એમ પોતાના સ્વભાવ તરફ જાય તો તેની દશા બદલાય છે, તેવા ઉપયોગને સૂક્ષ્મ કહેવાય. વિકલ્પાત્મક ભાવભાસન બુદ્ધિથી થાય છે, તેને વ્યવહારે યથાર્થ કહેવાય, પણ વાસ્તવિક યથાર્થ તો ચૈતન્યને ગ્રહણ કરે ત્યારે જ કહી શકાય. બુદ્ધિથી નિર્ણય કરે તો વ્યવહારથી કહેવાય, પણ વાસ્તવિકપણે પોતે પોતાને ગ્રહણ કરે ત્યારે યથાર્થ કહેવાય. જ્ઞાનની પર્યાય તો ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, તે હું નથી. હું તો ત્રિકાળ જાણનાર છું. સ્વયં મારું અસ્તિત્વ જ જ્ઞાયક છે. સ્વયં જ્ઞાયકપણાવાળું મારું અસ્તિત્વ અખંડ છે. મારું અસ્તિત્વ અગાધ અને અનંત શક્તિઓથી ભરેલી એવી મારી જ્ઞાયકતા છે. પરિણતિ અને ઉપયોગ : ભેદજ્ઞાનની ધારારૂપ તેની પરિણતિ તો કાયમ ચાલુ રહે છે, જ્યારે ઉપયોગ તો બહાર આવે અને અંતરમાં પણ ચાલ્યો જાય. ઉપયોગ અંતરમાં હોય ત્યારે સ્વની અનુભૂતિ હોય, પછી ઉપયોગ બહાર આવે છતાં પરિણતિ ચાલુ જ છે. આમ પરિણતિ અને ઉપયોગમાં ફેર છે. ભેદજ્ઞાનની ધારા તો ચાલુ જ છે, તે પરિણતિ છે. - આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૫૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યને ગ્રહણ કરવા માટે વાંચન, મનન, સત્પુરુષનો સમાગમ આદિ વિશેષપણે રહેવાં જોઈએ. સત્પુરુષના આશ્રયપૂર્વક પોતાની વિચારશૈલીથી પોતે નિર્ણય કરીને આત્મસ્વભાવ ગ્રહણ કરવો. તત્ત્વના પોષણ માટે એકાંત વિશેષપણે હોવું જોઈએ. એકાંતની ભાવનાથી વધારે ફાયદો થાય. જોડણીક્ષાયિક તો જેને અપ્રતિહત ધારા હોય છે તેને પ્રગટ થાય છે. શુદ્ધાત્માની સાધનાની વિશેષ પર્યાયો જોડાતી જાય તો અપ્રતિહત ધારાએ જોડણી-ક્ષાયિક પ્રગટ થાય છે. જોડણી-ક્ષાયિક એટલે ક્ષયોપશમ સમકિત એવું અપ્રતિહત હોય કે જે પડવાઈ થતું નથી. પાત્રતાના મુખ્ય લક્ષણો : (૧) અંતરથી આત્માની જ લગની લાગી હોય કે, મારે મારા ચૈતન્યની ઓળખાણ કરી જ લેવી છે. (૨) દરેક કાર્યમાં આત્માનું જ પ્રયોજન હોય, બીજી બધી વાતો ગૌણ હોય છે, (૩) દરેક કાર્યમાં આત્માને મુખ્ય રાખીને ચાલે. (૪) શુભ ભાવમાં દેવ-શાસ્ર-ગુરુની પ્રભાવના કેમ થાય તેવા પ્રયત્નમાં જ રહે છે. (૫) લૌકિક પ્રયોજનથી અત્યંત ન્યારો હોય છે. સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ તે દ્રવ્યાનુયોગ પરિણમ્યાનું મૂળ છે. એ કોઈ કાળે ભૂલીશ નહિ.' – જેને દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમી ગયો છે, તેને સંયમ ક્રમે ક્રમે આવી જાય છે. તેને સ્વરૂપ રમણતા પ્રગટ થઈ ચારિત્ર પ્રગટે છે. મુમુક્ષુ દશામાં બહારથી રુચિ છૂટી જાય છે. વૈરાગ્ય આવી જાય છે. અર્પણતામાં બધા આગ્રહો છૂટી જવા જોઈએ. આગ્રહોનાં જાળાં ઢીલાં થઈ જવાં જોઈએ. ‘હું જાણું છું, હું સમજુ છું' એવા પ્રકારના ભાવ છૂટી જવા જોઈએ તો જ અર્પણતા સાચી થાય. શ્રીમદ્ભુ લખે છે કે – સ્વાનુભૂતિ જ્યારે નિર્વિકલ્પ દશા પ્રગટે ત્યારે થાય છે. તે પહેલાં હું જાણનારો છું, જ્ઞાયક છું, એમ વારંવા૨ અંદરમાં રટણ કર્યા કરવું, જે વિકલ્પો ઊભા થાય તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી જુદો છું. મંદ કે તીવ્ર આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૫૪ બ Page #58 -------------------------------------------------------------------------- ________________ વિભાવ ઊભા થાય તે બધાથી હું જુદો ચૈતન્ય છું – એમ વારંવાર તેનો મહિમા - લગની લગાડવાની છે. નિશ્ચયથી વિકલ્પવાળો હું નથી, નિર્વિકલ્પ તત્ત્વ છું. વિકલ્પ છૂટી જવાથી કાંઈ શૂન્યતા આવી જતી નથી, પણ અંદર જે છે તે પ્રગટ થઈ જાય છે. સમ્યગદર્શન થતાં મુક્તિનો માર્ગ શરૂ થાય છે, પછી ચારિત્ર દશા આવે છે, તો પણ દેવ-ગુરુ-શાસ્ત્રના શુભભાવ સાથે હોય છે - જ્યાં સુધી સંપૂર્ણ વીતરાગદશા પ્રગટી નથી ત્યાં સુધી નિરંતર જ્ઞાયકઆત્માનું ચિંતન સમ્યક્દર્શન પ્રાપ્ત કરવા જરૂરી છે. તેને પછી શુભાશુભવિભાવભાવ છે તેમાં શાંતિ લાગતી નથી. જ્ઞાયકભાવ તે સુખરૂપ અને આનંદરૂપ છે. આમ જ્ઞાયકનું ચિતવન-મનન હોય, તેનો જ અભ્યાસ, તેને અનુરૂપ શ્રુતનું ચિંતન કરે, પ્રયોજનભૂત તત્ત્વના વિચારો કર્યા કરે. હું જ્ઞાયક છું, પર પદાર્થોનો હું કર્તા નથી, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે – આમ પોતાના આત્માની સિદ્ધિ માટે ચિંતન કરે. આત્મા આત્મજ્ઞાનપણે પરિણમી જાય તેવી ભાવના નિરંતર કર્યા કરે. અનુભવ જ્ઞાનથી નિવેડો છેઃ અનુભવ જ્ઞાન પ્રગટ થયું હોય તેને શાસ્ત્ર ન ભણ્યો હોય તો પણ તેનું રહસ્ય અનુભૂતિમાં આવી જાય છે. અનુભવમાં યુક્તિ, આગમ, અનુમાન બધું તેમાં આવી જાય છે. શિવભૂતિ મુનિ કાંઈ જાણતા ન હતા કે સમજાય તે યાદ નહોતુ રહેતું તો પણ ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખી સાધના-વિચારણા કરતા રહ્યા જેના પરિણામે કેવળજ્ઞાન પામ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા. આત્માની ઓળખાણ કરવા તીવ્ર પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ કરે તો થાય જ, ન થાય તેવું નથી, પણ પરથી છૂટો પડીને સ્વનો અભ્યાસ સતત કર્યા કરે તો થાય, તેને માટે લગની, ઝુરણા તીવ્ર થવી જોઈએ. પોતાના પુરુષાર્થથી પલટો ખાય છે, પુરુષાર્થ વગર પલટો ખાતો નથી, પણ પોતાના ઉપાદાનને સન્મુખ કરવું જરૂરી છે. ઘણી વાર તીર્થંકરનો ભેટો થયો છે, પણ પોતાની ખામીને લઈને તીર્થંકરની વાણીની અસર ન થઈ અને સંસાર પરિભ્રમણ ચાલુ રહ્યું. બાકી પુષ્ટ નિમિત્ત પણ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૫૫ % Page #59 -------------------------------------------------------------------------- ________________ અનેક વાર મળવા છતાં કાર્ય થયું નથી, તે જ બતાવે છે કે પોતે ભગવાન કે ગુરુની વાણીની સન્મુખ થયા વગર સાંભળ્યું તેથી પરિણમન ન થયું. હવે યોગ મળ્યો છે તો પોતાના ઉપાદાનને નિમિત્તની સન્મુખ કરી કાર્ય કરી સંસારથી અસંગ બની જવું અને ચાલ્યા જવું. જો પોતાને જણાય કે હું સંસારની બેડીથી મૂંઝાયો છું, મારે તેને તોડવી છે તો તે તોડવાનો માર્ગ મેળવ્યા વગર રહેતો નથી અને જો છૂટવાની ખરી ઝુરણા પ્રગટી હોય તો તે છૂટ્યા વગર રહેતો નથી, પણ હજી પોતાને અંદરથી ખરી લગની લાગી નથી, તીવ્ર તાલાવેલી થવી જોઈએ. સાધક દશામાં પોતાનો આત્મા જ તેને આશ્રયભૂત છે. તેને આત્માના આશ્રયથી જ સંવર અને નિર્જરા થાય છે. રત્નત્રય આત્માના આશ્રયે પ્રાપ્ત થાય છે. બાહ્ય ભૂમિકા પ્રમાણે અણુવ્રત કે મહાવ્રત શુભભાવો હોય, પણ અંતરમાં જે યથાર્થ ચારિત્ર પ્રગટે છે તે આત્માના આશ્રયથી પ્રગટે છે. આત્માનું આલંબન કેવળજ્ઞાન થતાં સુધી રહે છે. કેવળજ્ઞાન થતાં કૃતકૃત્યદશા પ્રગટ થતાં પછી કાંઈ કરવાનું રહેતું નથી. તે આલંબન સહજ પરિણતિરૂપે આત્મામાં આત્મારૂપે પરિણમી જાય છે. સહજ દશા થતાં આલંબનનો આશ્રય કે તેને અનુલક્ષી પ્રયત્ન કરવાનો રહેતો નથી. આલંબન જ સહજરૂપે પરિણમી જાય છે. રાગ અને જ્ઞાન બન્ને જુદાં છે, કારણ કે જાણવાનો સ્વભાવ પોતાનો છે અને રાગ છે તે વિભાવ હોવાથી પોતાનો નથી; જ્યારે પર્યાય છે તે કથંચિત્ ભિન્ન છે અને કથંચિત્ ભિન્ન અને અભિન્ન છે. તેનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું. રાગ વિભાવ હોવાથી તેને સર્વથા ભિન્ન જાણે છે અને પર્યાય કથંચિત્ ભિન્ન અને અભિન્ન સ્વરૂપ છે, તેમ જ જાણે. પર્યાયમાં ભાગ પડતા નથી, તેના જ્ઞાનમાં તે પર્યાયને જાણે છે અને દ્રવ્યને મુખ્ય કરે છે, ને પર્યાયને ગૌણ કરે છે. જેવો વિભાવ અને સ્વભાવનો ભેદ પડે છે, તેવો પર્યાય અને સ્વભાવનો ભેદ પડતો નથી, કેમકે પર્યાય કથંચિત અભિન્ન છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ પ૬ % Page #60 -------------------------------------------------------------------------- ________________ જે જેમ હોય તેમ જાણવાનું હોય છે. નિર્વિકલ્પ દશામાં આનંદનું વેદન જુદું હોય છે. સવિકલ્પ સાથે નિર્વિકલ્પની સરખામણી થઈ શકે નહીં. સવિકલ્પમાં જ્ઞાનીને રાગની આકુળતાનું વેદના અને શાંતિ સાથે વેદાઈ રહ્યાં છે, જ્યારે નિર્વિકલ્પ દશામાં એકલો આનંદ વેદાઈ રહેલો હોય છે. સવિકલ્પ દશામાં આકુળતાની સાથે પરિણતિમાં શાંતિ પણ છે. ઉપયોગ બહાર જાય છે તેમાં આકુળતા સાથે રહેલી છે. પ્રશસ્ત કે અપ્રશસ્તભાવ જે હોય પણ સાથે આકુળતા છે, રાગનો વિકલ્પ છે. જ્યારે નિર્વિકલ્પમાં નિવૃત્તિમય પરિણતિ, એકલી શાંત પરિણતિ, જ્યાં બીજો કોઈ વિકલ્પ ઊઠતો નથી. સમ્યક્દર્શન પ્રાપ્ત નહિ થવામાં શ્રદ્ધાનો જ દોષ છે. ચારિત્રનો દોષ શ્રદ્ધાને રોકતો નથી. અનંતાનુબંધી કષાય છે, તેને શ્રદ્ધા સાથે સંબંધ છે, જેની શ્રદ્ધા સવળી થઈ જાય તેને અનંતાનુબંધી કષાય ટળી જ જાય છે. અનંતકાળથી શ્રદ્ધાની ખામી કે દોષ હોવાથી રખડપટ્ટી ટળતી નથી. શ્રદ્ધાથી રુચિ પલટાય, આત્માર્થીપણું થાય ત્યાં આત્માનું જ એક પ્રયોજન હોય છે, તે વખતે કષાયો મંદ હોય છે, તેને વિષય કષાયો પ્રત્યેની વૃદ્ધતા (ગમવાપણું) તૂટી જાય છે. જેને શ્રદ્ધા છે, આત્માર્થીપણું છે તેને નીતિ, ન્યાય સાથે સંબંધ જોડાયેલો હોય છે. તે સમ્યફદર્શન સાથે નીતિને સંબંધ હોય છે, તે પહેલાં પણ નીતિ હોવી જરૂરી છે. સમ્યફદર્શન પછી તેને ગમે તેમ આચરણ થાય નહિ. અંદરમાં એટલી મર્યાદા આવી ગઈ હોય છે કે સ્વરૂપાચરણ ચારિત્ર અને ભેદજ્ઞાનની ધારા વર્તે છે તેથી બહારના વિભાવની મર્યાદા આવી જાય છે. પરની એકત્વબુદ્ધિ તૂટતી જઈને અંતર્મુખતા આવી જાય છે. સમ્યક્દષ્ટિને અસ્થિરતાનો રાગ ઊભો છે, પણ રાગ ઉપર પ્રીતિ નથી. આ રાગ આદરણીય નથી, તે મારું સ્વરૂપ નથી, હું તો વીતરાગ સ્વરૂપ છું એમ ભાન હોવાથી રાગનો રસ નીતરી ગયો છે અર્થાત્ તેને પરની આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૫૭ % Page #61 -------------------------------------------------------------------------- ________________ એત્વબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ તૂટી ગઈ છે, તેથી રાગ થાય તો પણ તે મારું સ્વરૂપ નથી એમ ભાન હોવાથી પાછો વળી જાય છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એ ત્રણેથી જુદા પડવાનું છે. અંતરમાં વિભાવ સાથે એકત્વબુદ્ધિ છે, ત્યાં પરપદાર્થો સાથે પણ એકત્વબુદ્ધિ છે, તે હજી જુદો પડ્યો નથી. દ્રવ્યકર્મના નિમિત્તે ભાવકર્મરૂપે પોતે પરિણમે છે, પણ તે પોતાનો સ્વભાવ નથી. દ્રવ્યદૃષ્ટિથી જુએ તો વિભાવ પોતાનાથી જુદો છે, છતાં તેની સાથે જેને એકત્વબુદ્ધિ છે તે પર તરફ દષ્ટિ કરીને ઊભો છે. જ્યારે વિભાવની એકત્વબુદ્ધિથી છૂટે છે ત્યારે બધાથી છૂટી જાય છે. વિભાવભાવમાં દષ્ટિ છે ત્યાં સુધી પરમાં જ દષ્ટિ રહેલી છે. તેથી દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઊભાં થયાં કરે છે. પુરુષાર્થ કરવાની ભાવનામાં કર્તુત્વબુદ્ધિ આવી જતી નથી. પુરુષાર્થના સ્વરૂપને સમજે છે, તેને કર્તુત્વબુદ્ધિ નથી આવતી. ક્રમબદ્ધ પર્યાય છે, તો પર્યાય ઉપરથી દ્રવ્યદ્રષ્ટિ ઉપર જવા માટે કેમ વર્તવું જોઈએ? સમાધાન : પર્યાય ઉપરની કર્તાપણાની બુદ્ધિનો ત્યાગ કરવાથી દ્રવ્યદ્રષ્ટિ પ્રગટે છે. પરદ્રવ્યને હું કરી શકું છું, એમ તું પોતે બીજાનો સ્વામી થઈને તેનું કરવા માંગે છે એવી સ્વામિત્વબુદ્ધિ - કર્તા બુદ્ધિ તોડીને તું તારા દ્રવ્ય ઉપર દૃષ્ટિ કર. ક્રમબદ્ધ પર્યાય કર્તાબુદ્ધિ તોડવાની છે તેનું સૂચવન કરે છે. ક્રમબદ્ધ પર્યાય પુરુષાર્થ કરવાનું સૂચન પણ કરે છે. જે પર્યાય પરિણમવાની હોય તે પરિણમે છે, પણ પોતે તો સ્વ તરફનો પુરુષાર્થ કરવાનો છે. તે પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. જેમ બનવાનું હશે તેમ બનશે એમ કરવાથી તેની મેળાએ દ્રવ્યદષ્ટિ થઈ જતી નથી. દ્રવ્યદૃષ્ટિ કરવાથી પરનું કર્તુત્વ ટળી જાય છે. “ક્રમબદ્ધ પર્યાયને આ રીતે સમજી પુરુષાર્થ કરતા રહેવાનું છે. શ્રીમદ્ રાજચંદ્ર સમ્યગદષ્ટિ હતા, સ્વાનુભૂતિ પામેલા હતા. તેઓ આત્મજ્ઞાનનો પુરુષાર્થ છે ૫૮ % Page #62 -------------------------------------------------------------------------- ________________ નાનપણથી વૈરાગી હતા. વિચારશક્તિ તીવ્ર હતી, તેમનું જ્ઞાન ઘણું હતું, ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં સંસારભાવથી ન્યારા - જુદા હતા. સ્વાનુભૂતિ ગૃહસ્થાશ્રમમાં પ્રગટ થયેલી હતી. અંતરની દિનચર્યામાં તો આત્મામાં જવું, તેમાં રહેવું ને ધ્યાન કરવું તે હોય છે. બાહ્યની દિનચર્યામાં તો નિત્ય નિયમ મુજબ આજ્ઞાભક્તિ – આત્મસિદ્ધિ પારાયણ, સ્વાધ્યાય કરવાના હોય છે. દરરોજ નિયમથી ધ્યાન કરવાનું હોય છે. જીવન ચૈતન્યમય રાખતા રહેવાનું છે. દર્દ-અશાતા આવે તે વખતે ધ્યાન વધારે ચાલતું રહેવું જોઈએ જેથી ઉપયોગ બહારથી છૂટીને અંદર એકાગ્ર થાય સ્થિર થાય. જેથી નિર્વિકલ્પ તરફ સહેલાઈથી જવાય. સહજપણે જ્ઞાયકતા પ્રગટ થઈ જાય છે. આ સાધનાનું ફળ છે. આત્માનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે. ઉપયોગ બહાર જાય તો પણ અંદરનું કાર્ય થઈ શકે છે. બહારના સંયોગો, વેદના કે શરીર આત્માને રોકતાં નથી. પરિણતિ સહજપણે અંતરમાં જાય છે. આ પોતાના પુરુષાર્થનું ફળ સદ્ગુરુની કૃપા થવાથી પ્રાપ્ત થયું છે. અંતરના કર્તા, કર્મ, ક્રિયા બધું અંતરમાં છે ને બહારથી કર્તા-કર્મ બહારમાં છે. પુદ્ગલની ક્રિયા આત્મામાં નથી અને આત્માની ક્રિયા પુદ્ગલમાં નથી. સાધકોની વિધિનો કાર્યક્રમ અંતરમાં જ હોય છે. ભેદજ્ઞાનની પરિણતિનાં કાર્યો અંતરમાં ચાલે છે, તે તો ક્ષણે ક્ષણે ચાલતા જ હોય છે. દૃષ્ટિ અને જ્ઞાનની પરિણતિનો કાર્યક્રમ સદાને માટે ધારાવાહી હોય છે, તે તો નિરંતર ચાલતો રહે છે. અંતરમાં પુરુષાર્થની પરિણતિની સહજ ગતિ ચાલતી જ હોય છે. જ્ઞાન, ધ્યાન, સાધના એ બહાર કહેવાની વસ્તુ નથી. બાહ્યમાં તેની વાત કરવી તે સાધકોની રીત નથી, કારણ કે શુદ્ધાત્માની નિર્મળ પરિણતિની વાત બહા૨ કહેવાની હોતી નથી, તે અંતરમાં પોતાના માટે છે. ચૈતન્યની દૃષ્ટિ પોતાના ઉ૫૨ ચાલી ગઈ, એટલે વિભાવ બિચારા થઈ જવાથી, શક્તિ વગરના થઈ જવાથી ચાલ્યા જાય છે, પરની સ્વામિત્વબુદ્ધિ જ તૂટી જાય છે, આત્મજ્ઞાનનો પુરુષાર્થ ∞ ૫૯ બ Page #63 -------------------------------------------------------------------------- ________________ પણ અલ્પ અસ્થિરતા રહે છે તે પણ ગૌણ થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે ચૈતન્ય સદાને માટે અનાદિ-અનંત શાશ્વતં દ્રવ્ય છે, તે પોતે જ આદરણીય છે. તે સ્વધરમાં જ રહેવા જેવું છે. તે જ વિશ્રામધામ છે, આનંદધામ છે. ધ્યેય જેણે લક્ષમાં લીધું તેની સાધકદશા નિરંતર ચાલતી હોય છે અને તે અંતરમાં સ્થિર થવા માટે પ્રયત્ન કરતો રહે છે. પરિણતિને ક્યાં લઈ જવી, કેમ પરિણમાવવી, કેટલી નિર્મળ બનાવવી તે પોતાના હાથની વાત છે, તેને બહારના સંયોગ સાથે કોઈ સંબંધ નથી. સાધકોને જિનમંદિરના દર્શનની, પૂજાની, યાત્રાની, સ્વાધ્યાયની, એકાંતવાસની, એકાંતમાં ધ્યાન કરવાની એવી બધી શુભ ભાવના હોય છે. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય તે અંતરમાં થતાં રહે છે. જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી શુદ્ધ પર્યાયની સાથે શુભભાવ રહે છે. સહજ દશાની અંદર બધું સહજ હોય છે. જ્યાં સુધી મુનિદશા, કેવળજ્ઞાન નથી ત્યાં સુધી અધૂરાશ છે. દેવ-શાસ્ર-ગુરુનું સાન્નિધ્ય સદાને માટે રહો ને આત્મામાં વીતરાગતા પ્રગટ થાય એવી ભાવના સાધક દશામાં હોય છે. આત્માની સાવધાની સાથે દેવશાસ્ર-ગુરુનું સાન્નિધ્ય સદાને માટે રહો. જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી જ્ઞાયકની જ્ઞાનધારા સદાને માટે રહ્યા કરે એ પ્રકારે સાધના ચાલતી રહેવી જોઈએ. સ્વાનુભૂતિની દૃષ્ટિની ધારા અને જ્ઞાનની ધારા જે છે તે તો બધું ચાલ્યા કરવું જોઈએ, તેમાં બહારના કોઈ સંયોગો તેને અટકાવી શકતા નથી. જેણે વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તે ખરેખર બંધ-મોક્ષનો કર્તા નથી; કારણકે દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે. શુદ્ધ જ્ઞાન-પરિણત એટલે પરિણમે અર્થાત્ પરિણામી-અપરિણામી બન્ને સાથે હોય છે. અહીં અપરિણામી તે દ્રવ્ય છે અને પરિણામી તે પર્યાય છે. વાસ્તવિક રીતે પરિણમેલો જીવ વસ્તુસ્વરૂપને જાણે છે અને તે દ્રવ્ય અપેક્ષાએ બંધ-મોક્ષનો કર્તા નથી. વસ્તુસ્વરૂપ અનાદિ અનંત જેમ છે તેમ જ્ઞાન-પરિણત જીવે જ જાણ્યું છે કે આ મારું સ્વરૂપ છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૬૦ બ Page #64 -------------------------------------------------------------------------- ________________ વસ્તુનું સ્વરૂપ એવું છે કે અપરિણામી અને પરિણતિ (પરિણામ) બન્ને સાથે જ હોય છે. દ્રવ્ય અને પર્યાય બેનું જોડકું છે, બે સાથે જ હોય છે તેથી તેમાં જ સાધના થાય છે. સાધકને પોતાનો આત્મા પ્રહણ થતાં દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે અને જેણે દ્રવ્ય ઉપર દૃષ્ટિ સ્થાપી તે વાસ્તવિક રીતે બંધમોક્ષનો કર્તા નથી, તો પણ સાધનાની પર્યાય તો તેને ચાલુ જ છે. દ્રવ્યદૃષ્ટિમાં તો મતિ-શ્રુતજ્ઞાનના ભેદ તથા ઉપશમ, ક્ષયોપશમ ક્ષાયિકના ભેદ નથી. દ્રવ્યદષ્ટિ અખંડ અને અભેદને ગ્રહણ કરે છે. છતાં પણ ભેદ હોય છે તેને જ્ઞાન જાણે છે. દ્રવ્ય અપેક્ષાએ એ વસ્તુ અખંડ હોવા છતાં ગુણ-પર્યાય અપેક્ષાએ તેમાં ભેદ પડે છે. પરિણામ-અપરિણામી ઉપર જોર છે અને તેની ઉપર દૃષ્ટિ સ્થાપી છે, તો પણ સાધના પરિણામમાં થાય છે. પરિણત એટલે પરિણામી અને અપરિણામી છે.) સાધનાનું જે પરિણામીપણું છે તે, અપરિણામી તરફની મુખ્યતાથી જ, પરિણામમાં થાય છે. આવો પરિણામ-અપરિણામીનો સંબંધ છે અને તેને જ્ઞાન બરાબર ગ્રહણ કરે છે. જે પરિણામી છે, સાધનારૂપે પરિણમેલો છે તેને દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થઈ છે અને તે જ ખરો જ્ઞાયક છે. જ્ઞાન-પરિણામી જે જીવ છે, તે રત્નત્રયી છે, અર્થાત્ દ્રવ્યદૃષ્ટિપૂર્વક સાધનાની પર્યાય સાથે રહે છે. દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ અપરિણામી છે અને પર્યાય અપેક્ષાએ વસ્તુ પરિણામી છે, તે બન્ને અપેક્ષા જુદી જુદી છે. દ્રવ્ય અને પર્યાય બન્નેનું જોડકું સાથે જ હોય છે. સાધનામાં બંને સાથે જ હોય છે. એક મુખ્યપણે હોય છે, એક ગૌણપણે હોય છે. દ્રવ્ય છે તે પર્યાય વગરનું હોતું નથી અને પર્યાયને દ્રવ્યનો આશ્રય છે, એવો દ્રવ્ય-પર્યાયનો સંબંધ છે. જીવની દૃષ્ટિ અનાદિથી પર્યાય ઉપર રહેલી છે, તેને ત્યાંથી ઉઠાવીને દ્રવ્યદષ્ટિને મુખ્ય કરવી જોઈએ. વિભાવ અવસ્થામાં, પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થામાં, શેયાકાર અવસ્થામાં કે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક તે અનાદિનો જ્ઞાયક જ છે. તે સાધનાની દશામાં પણ જ્ઞાયક દ્રવ્ય તો જ્ઞાયકરૂપે જ રહ્યું છે, તે અનાદિથી જેવું મૂળ આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૬૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપે છે તેવું જ રહ્યું છે, અશુદ્ધતા તેમાં પેસી ગઈ નથી. રત્નત્રય વડે શુદ્ધપણે ઉપાસવામાં આવતો શુદ્ધ જ છે. શુદ્ધ-અશુદ્ધના ભેદ છે તે પર્યાયના ભેદ છે, દ્રવ્યના ભેદ નથી. સ્વરૂપ પ્રકાશનમાં પોતે જ કર્તા અને પોતે જ કર્મ એવી પર્યાય પ્રગટ થઈ છતાં તેમાં પર્યાય સાબિત નથી કરવાની પણ જ્ઞાયક સાબિત કરવાનો છે. સાધનાની પર્યાય-વેદનની પર્યાય સ્વાનુભૂતિપણે પ્રગટે તો પણ જ્ઞાયક તે જ્ઞાયક જ છે. જ્ઞાયક-જાણનારો બહારના શેયોને જુદો રહીને જાણે છે, તેમાં જોયને કારણે અશુદ્ધતા આવી જતી નથી. તેની પર્યાયમાં અશુદ્ધિ ચારિત્રની અપેક્ષાએ છે, પણ જાણવાની અપેક્ષાએ અર્થાત્ જ્ઞાનના જાણપણાથી અશુદ્ધતા આવતી નથી. જો દ્રવ્ય એકલું કૂટસ્થ હોય તો સાધના હોય નહિ, વેદન હોય નહિ, સંસાર મોક્ષની કોઈ અવસ્થા હોય નહિ, માટે દ્રવ્ય પર્યાય વગરનું હોતું નથી. સાંસારિક વૈરાગ્યના પ્રસંગે કેમ વર્તવું? સમાધાનઃ પોતાના ઉપયોગને આત્મા તરફ ફેરવ્યા કરવો. શરીરના કે બીજા વિચારો આવે તો “આત્મા જ્ઞાયક છે, આત્મામાં સુખ અને આનંદ છે, સંયોગો તો બધા બહારના છે, તેને ફેરવવા એ આપણા હાથની વાત નથી” – એમ ઉપયોગને વારંવાર અંતર તરફ ફેરવ્યા કરવો, વાંચન કરવું, સારા વિચારો કરવા, જીવ એકલો આવ્યો અને એકલો જ જવાનો છે, તેને સંસારમાં કોઈ શરણરૂપ થનાર નથી, પોતાનો આત્મા જ શરણ છે અર્થાત્ સદ્ગુરુદેવે બતાવ્યો તે માર્ગ જ એક શરણરૂપ છે. તેની શ્રદ્ધા સાથે ઉપાસના, આરાધના કરવી, જેથી આત્મા સંસારથી છૂટી જઈ શકે. જેણે આત્માને, આત્મભાવને ગ્રહણ કર્યા હોય, પારિણામિકભાવનું ચિંતન કર્યું હોય તે ખરે ટાઈમે શરણરૂપ થાય છે. વૈરાગ્યના પ્રસંગે પંચપરમેષ્ઠિ, ગુરુ અને આત્માને યાદ કરવા. આયુષ્ય તો પાણીના પરપોટા જેવું છે, ઝાકળના બિંદુ જેવું છે. ક્યારે આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૬૨ % Page #66 -------------------------------------------------------------------------- ________________ તે પૂરું થઈ જશે તેની ખબર પણ નહીં પડે. તેથી જ ચક્રવર્તીઓ, તીર્થકરો આ સંસાર છોડીને મુનિદશા અંગીકાર કરે છે. ખરું સુખ અને આનંદ આત્મામાં છે. બહારમાં ક્યારે શું બનશે તે ખબર પડતી નથી. આપણો આત્મા આપણી પાસે જ છે, એનું રટણ કર્યા કરવું. આપણો આત્મા જ અનંત શક્તિનો ભંડાર છે, તેને યાદ કરવો. અનંતસુખથી પરિપૂર્ણ છે તેનું રટણ કર્યા કરવું. દરેક પ્રસંગમાં શાંતિ રાખવી તે સુખદાયક છે. બીજો કોઈ ઉપાય નથી. આયુષ્ય જે રીતે પૂરું થવાનું હોય તે રીતે થાય છે તેને ભૂલ્યા વગર, છૂટકો જ નથી. વહેલું કે મોડું ભૂલવાનું છે, તો પહેલેથી જ શાંતિ રાખવી. આર્તધ્યાન કરવાથી કાંઈ લાભ નથી. નુકસાન જ છે. જ્યાં કોઈ ઉપાય ન હોય ત્યાં શાંત રહેવું એ જ હિતાવહ છે. દુઃખના સમયે દેવ-શાસ્ત્ર-ગુરુ યાદ આવે તે સારું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે દુઃખના પ્રસંગે તારા આત્માના જે જે સારા પ્રસંગો બન્યા હોય તે યાદ કરવા, વળી આ વાત યાદ રાખવી. બંધ સમય જીવ ચેતિયે, ઉદય સમય શા ઉચાટ.' અર્થાતુ બંધ થવાના પ્રસંગે ચેતી જજે,વળી ઉદય આવે ત્યારે ઉચાટ કરવા નકામા છે. તે પૂર્વે એવા બંધ બાંધ્યા હતા તેનો આ ઉદય છે. કર્મ ઉદયમાં આવ્યા પછી તેનો ખેદ કરવો તે નકામો છે. જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યા ત્યાં સુધી તું “સમતા' ભાવમાં રહીશ તો ઉદય આવતા અશુભકર્મો નબળા બની ઉદયમાં આવશે અને વધારે મુશ્કેલીરૂપ નહીં બને. ભવિષ્ય તારે કેવું જોઈએ છે તેની તૈયારી તું અત્યારે, અહીં જ કરી શકે તેવી વાત છે. તેમાં તું સ્વતંત્ર છે. એટલે કે પરિણામ કરવા માટે તું સ્વતંત્ર છે, પણ ઉદય આવે પછી તેમાં ફેરફાર કરી શકે તેમ નથી. આતમરામ અવિનાશી આવ્યો એકલો, જ્ઞાન અને દર્શન છે તેનું રૂપ જો; બહિર્ભાવો સ્પર્શ કરે નહિ આત્માને, ખરેખરો તે જ્ઞાયકવીર ગણાય જો. આતમવીર અવિનાશી છે, એકલો જ આવ્યો અને એકલો જવાનો આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૬૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ છે. તારું ખરું રૂપ તો જ્ઞાન-દર્શનમય છે. બાહ્ય ભાવો આત્માને સ્પર્શ કરતા નથી અર્થાત્ તેની અસર તાદાભ્યપણે તેને થતી નથી. સંયોગ સંબંધે થાય ખરી, પણ સ્વ તરફ દૃષ્ટિ રહે તો તેની અસર થતી નથી તો તું ખરેખર જ્ઞાયક શૂરવીર છે. બાહ્યથી પંચપરમેષ્ઠિ અને ધર્મ મંગળ, ઉત્તમનું શરણ છે, અંતરમાં આત્મા મંગળ, ઉત્તમ અને શરણ છે. ગજસુકુમાર, સુકૌશલ મુનિરાજને ઉપસર્ગ આવ્યા છે, તો તેઓ આત્મામાં સ્થિર થઈ ગયા અને કેવળજ્ઞાન પામી નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા. સુકૌશલ મુનિ દેવલોકમાં ગયા. આ મનુષ્યભવમાં સદ્ગુરુ મળી ગયા અને ભવભ્રમણનો અંત કરવાનો માર્ગ બતાવ્યો. વિભાવોથી જુદો શુદ્ધાત્મા પ્રગટ કરવાનો, દ્રવ્યદૃષ્ટિ કરવાનો માર્ગ મળી ગયો. તો હવે તેમાં નિષ્ઠાએ લાગી જવાનું અને આત્માને પ્રગટ કરી લેવાનો જ પુરુષાર્થ કરતા રહો. તે સિદ્ધિ મેળવી લેવા જેવી છે તો અનંતકાળના ભવભ્રમણનો અંત આવી જશે.' વિયોગનું દુઃખ થાય, તેના વિચારો આવે તો તેને ફેરવવા જરૂરી છે, તેનાથી આકુળતા થાય તો શું થાય? આત્મા જ કર્મથી ભારે બની જાય, માટે શાંતિ રાખવી તે સુખદાયક છે. જ્યાં નિરૂપાયતા છે, કોઈ ઉપાય નથી, ત્યાં શાંતિ રાખવી એ જ સુખદાયક છે. આ મનુષ્યભવમાં આત્મા ઓળખાઈ જાય, સ્વાનુભવમાં આવી જાય તે જ કરવા જેવું છે. હવે ભવ જ ન મળે તેમ કરવાનું છે. જીવ બહારમાં સંતોષ અને શાંતિ માને છે, પણ તે તો આત્મામાં ભર્યા છે. માટે આંતર-સંતોષ અને શાંતિ મેળવવાનો જ પુરુષાર્થ કરવાનો છે. કેટલાય પુણ્ય ભેગા થયા હોય ત્યારે મનુષ્યભવ મળે છે, તેમાં પણ મનુષ્યત્વ પ્રાપ્ત થવું જરૂરી છે, ત્યાર બાદ સદ્ગુરુ મળવા મહામુશ્કેલ છે, શ્રુતની પ્રાપ્તિ થવી તે વળી વધારે દુર્લભ છે. તેના પર શ્રદ્ધા અને આચરણ થવું વધારે ને વધારે મુશ્કેલ છે. પ્રથમના બે કારણો મળ્યા છે. તો હવે આ મનુષ્યજન્મ સફળ થાય તે જ કરવા જેવું છે. સંસારી જીવોને અચાનક આયુષ્ય પૂરું થાય એટલે આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૬૪ % Page #68 -------------------------------------------------------------------------- ________________ આઘાત લાગે, પણ તેનો કોઈ ઉપાય નથી, વિચારને ફેરવ્યા વિના છૂટકો નથી. ગમે તેવા પ્રસંગોમાં પણ વૈરાગ્યમાં ઝંપલાવવું તે આત્માર્થીનું કર્તવ્ય છે. પોતાથી હિંમત રાખીને હું મારા પોતાથી જ છું, કોઈ કોઈને શરણ આપતું નથી એમ સમાધાન કરવા જેવું છે. “વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચિયે જ્યાં ક્ષણનો પ્રસંગ.” લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગિયાના રંગ જેવો છે. તેનો રંગ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે, પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામ-ભોગ આકાશમાં ઉત્પન્ન થતા મેઘધનુષ્ય જેવા છે. જેમ મેઘધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરા વારમાં જતા રહે છે. ટૂંકમાં, હે જીવ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય કે એ સઘળાં ચપળ અને વિનાશી છે. તું અખંડ અવિનાશી છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કરી લે. - તારો આત્મા કેવો છે? હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન, દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે. હું તો જ્ઞાન-દર્શનથી ભરેલો શુદ્ધ અરૂપી આત્મા છું. તે સિવાયનું અન્ય તે કાંઈ મારું નથી. એક પરમાણુ માત્ર પણ મારું નથી તો તેમાં શા માટે રાચવું કે તેમાં રાગભાવ કરવો? ન જ કરવો. જ્ઞાયક આત્મા જેવો છે તેવા ભાવનું ભાન થવું જોઈએ કે આ જ આત્મજ્ઞાનનો પુરુષાર્થ જ ૬૫ % Page #69 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાયક આત્મા-પરથી જુદો છે એવી જાતનો અંદરથી ચૈતન્યના સ્વભાવનો ભાસ આવે તે ભાવ-ભાસન છે. માત્ર બહારનું જાણપણું તે હું નહિ, પરંતુ જે સ્વયં જાણનાર છે તે હું એમ તેનો ભાસ થવો જોઈએ. જાણનાર પોતે સ્વયંસિદ્ધ છે, ભાવભાસન થવાથી પોતે પોતાને ઓળખે એટલે પુરુષાર્થ કરવો સહેલો પડે છે. આ ભાવભાસન ગોખવારૂપે નથી, પણ જાણનારનો ભાવ ગ્રહણ થયેલો છે અને પુરુષાર્થ કરી રહ્યા છે તેને એમાં કોઈ વાર વિકલ્પરૂપે ને કોઈ વાર ભાવભાસનરૂપે પુરુષાર્થ ચાલ્યા કરતો હોય છે. - એ રીતે અભ્યાસ કરતાં કરતાં આગળ જાય છે, જ્ઞાયક-આત્માનું જોર વધતાં વધતાં વિકલ્પની આકુળતા ઓછી થાય ને જ્ઞાતામાં એકાગ્રતા વધતાં વિકલ્પ તૂટી એને નિર્વિકલ્પ દશા-સ્વાનુભૂતિ થાય છે અને સિદ્ધ દશાના સુખનો અંશ અનુભવથી આવે છે. , જ્ઞાનીને દ્રવ્યનું આલંબન ગ્રહણ કરવાથી પ્રતીતિ થઈ છે, માટે તે છૂટતી નથી. જ્ઞાયકની ધારા વર્યા જ કરે છે. આત્માની પ્રતીતિ ત્યારે જ કહેવાય કે જ્યારે આત્માની અંતરથી સમ્યગદર્શનરૂપે પ્રતીતિ આવે ને કાર્ય કરે. સમ્યગદર્શન થાય એટલે અવશ્ય તેને ચારિત્રદશા, વીતરાગદશા, ક્રમસર આવતી જાય છે. આ કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યાં સુધી ચાલુ રહે છે. તે પ્રકારનો પુરુષાર્થ ચાલુ રહે છે. નિર્વિકલ્પ થાય એટલે પરિણતિનું જોર વધતું રહે છે. અંતરમાં સ્વરૂપની ધારામાં લીનતા વધી જાય છે એટલે નિર્વિકલ્પતા આવે છે. જે સ્વરૂપાચરણ ચારિત્ર અમુક અંશે પ્રગટ થયું છે, તેમાં અંતર તરફની લીનતાનું જોર વધી જાય છે એટલે ઉપયોગ અંતર તરફ આવે છે. બહાર જતો અટકી ઉપયોગ સ્વરૂપમાં ઠરી જાય છે. શ્રદ્ધા-જ્ઞાનનું જોર છે, પણ લીનતાનું જોર વધી જાય છે એટલે ઉપયોગ અંદર જાય છે. આત્માની સન્મુખ થવું અને પ્રતીતિ થવી – આ બેમાં શું ફરક છે? સમાધાનઃ જે સહજ ભેદજ્ઞાનની ધારા પ્રગટી તેને પ્રતીતિ કહે છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૬૬ % Page #70 -------------------------------------------------------------------------- ________________ સન્મુખ થયો એટલે પ્રતીતિ કરવાની રુચિ પ્રગટી છે. આત્મા તરફ તેની પરિણતિ વળે છે, આત્માની નજીક આવી રહ્યો છે. વિભાવ રુચતો નથી, સહજ જ્ઞાયકપણું જ રુચે છે. એમ અંતરમાંથી જાણનાર આત્મા તરફ તેની ગતિ થાય છે. તે સન્મુખતા છે. જયારે સમ્યગદર્શન પ્રગટ થાય ત્યારે જ એને યથાર્થ પ્રતીતિ થાય છે. રાગને જુદો પાડવો અને સ્વ તરફ વળવું તે બે કાર્ય છાસ્થને એકી સાથે બની શકે? સમાધાનઃ ઉપયોગ રાગથી છૂટો પડી જાય તો સ્વ તરફ વળી જાય એમ બની શકે છે. દ્રવ્યને વિકલ્પથી નહિ, પણ સ્વયં પોતાની પરિણતિથી ગ્રહણ કરે કે “આ હું છું એટલે આ “નથી તેમ સાથે આવી જાય છે. અસ્તિ ને નાસ્તિ સાથે આવે છે. જ્યાં પોતાને ગ્રહણ કરે ત્યાં વિભાવથી છૂટો પડી જ જાય છે. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન; જાણનારને માન નહિ, કહીએ કેવું જ્ઞાન.” જાણનારને જાણતો નથી તે તારું જ્ઞાન કેવી જાતનું છે? તે તારી અજ્ઞાનતા છે. ઘડો, કાપડ વગેરે જણાય છે, તેને આ ઘડો છે, આ કાપડ છે એમ માને છે. બાહ્ય ચક્ષુ વડે જણાય છે તેની હા પાડે છે. પણ તે જાણ્યું કોણે? જાણનારો કોણ છે? તે કોના અસ્તિત્વમાં જણાય છે? ઘડો પોતાને જાણતો નથી, તેને તું જાણે છે, છતાં જાણનારો કોણ છે તેને ઓળખતો નથી, તો તારું જ્ઞાન કઈ જાતનું ગણાય? તે તારી અજ્ઞાનતા છે. તે પોતે આત્મા જાણનારો છે, તેની ઓળખાણ કરી લે. તારા અસ્તિત્વને તું જાણી લે, ઓળખી લે. બધું જણાય છે તે ચૈતન્યની હાજરીમાં જણાય છે, તે તું પોતે જાણનારો આત્મા છે. દ્રવ્ય સત્ છે, ગુણ સત્ છે. પર્યાય સત્ છે અને સતુ અહેતુક છે - તે દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે કે દ્રવ્ય-ગુણ-પર્યાય બધાં સ્વતંત્ર છે અને સ્વતઃસિદ્ધ આત્મજ્ઞાનનો પુરુષાર્થ જ ૬૭ જ Page #71 -------------------------------------------------------------------------- ________________ છે. પણ તેથી પર્યાયને દ્રવ્યનો આશ્રય નથી તેવો અર્થ નથી, પર્યાય તે દ્રવ્યના આશ્રયે થાય છે. પર્યાય પણ એક સ્વતઃસિદ્ધ છે, ગુણ પણ સ્વતઃસિદ્ધ છે ને દ્રવ્ય પણ સ્વતઃસિદ્ધ છે. તો પણ પર્યાય એવી સ્વતંત્ર નથી કે જેવું દ્રવ્ય સ્વતંત્ર છે. દ્રવ્ય જેવું પર્યાય સ્વતંત્ર હોય તો પર્યાય એક બીજું સ્વતંત્ર દ્રવ્ય થઈ જાય. માટે પર્યાય દ્રવ્યના આશ્રયે છે અને તે જ રીતે ગુણ પણ દ્રવ્યના આશ્રયે છે. હું જ્ઞાયક છું એમ અંતરમાંથી પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને અંદરમાંથી પોતે રાગથી નિવર્સે અને પોતે પોતામાં લીનતા કરે અર્થાત હું જ્ઞાયક છું તેમ જ્ઞાયક રૂપે પરિણમન કરે તો જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી છે, એમ કહેવાય. માત્ર એકલી ક્રિયામાં સંતોષાઈ જાય અને બોલવામાં જ્ઞાયક છું, લાયક છું એમ કર્યા કરે તથા આ બધું ઉદયાધીન છે એમ માની અંતરમાંથી રાગથી નિવર્તન કરતો નથી ને ભેદજ્ઞાન જેવી પરિણતિ પ્રગટ કરતો નથી તો તેને જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી નથી. લૌકિક સંગનો પરિચય પોતાને નુકસાનનું કારણ થાય છે. લૌકિક સંગ તજી દેવાની શક્તિ હોય તો તજી દેવો. શક્તિ ન હોય તો તે તરફની રુચિ ઘટાડતા જવી અને સત્પુરુષનો તેમજ આત્માનો સંગ કરવો. દેવ-શાસ્ત્રગુરુના સાંનિધ્યમાં રહેવું કે જેથી પોતાનો પુરુષાર્થ વધવાનું કારણ બની જાય. પોતાના પુરુષાર્થની મંદતા હોય તો લૌકિક સંગની અસર થાય છે. એવો નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. જેને સમ્યગુદર્શન પ્રગટ થયું છે અને ગૃહસ્થાશ્રમી છે, તે અંતરથી બાહ્યભાવોથી ન્યારા થઈ ગયા છે. સ્વાનુભૂતિની દશા વર્તે છે તેઓ પણ એવી ભાવના ભાવે છે કે ક્યારે હું સર્વસંગ પરિત્યાગી થઈને મુનિદશા પ્રગટ કરવાનો પુરુષાર્થ શરૂ કર્યું, તે માટે આત્માનું ધ્યાન કરું, તો પછી જે મુમુક્ષુ-જિજ્ઞાસુ છે તેને લૌકિકસંગ છૂટી જાય ને દેવ-શાસ્ત્ર-ગુરુનું સાંનિધ્ય આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૬૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ મળે એવી રુચિ અને ભાવના પ્રગટ કરવી તે લાભનું કારણ છે, તે પોતાનું ઉપાદાન પ્રગટ કરવાનું કારણ બને છે. અભ્યાસ અને વૈરાગ્યથી ચંચળ મનને કાબૂમાં લઈ શકાય છે. પ્રથમ જે કઠણ લાગે છે તે જ મહાવરાથી અને દીર્ઘ પુરુષાર્થથી આખરે સિદ્ધ થાય છે. અભ્યાસ એટલે કોઈ પણ વાત પુનઃ પુનઃ કરવી અને વૈરાગ્ય એટલે રાગ અથવા પ્રીતિનો અભાવ અર્થાત્ નિરિશ્માપણું. યોગઃ ચિત્તવૃત્તિ નિરોધ - ચિત્તની બાહ્ય વૃત્તિનો વિરોધ કરવો તેનું નામ યોગ. આધ્યાત્મિક સાધના). ‘અભ્યાસ વૈરાગ્યાભ્યાં તનિરોધઃ' – અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. શ્રદ્ધાઃ કોઈ પણ માર્ગે જવા માટે, કોઈ પણ કાર્ય કરવા માટે શ્રદ્ધા બળ આપે છે. શ્રદ્ધા વિના આપણે કાર્ય કરવા માટે નબળા બની જઈએ છીએ અને જે માર્ગને આપણે અનુસરવાનું નક્કી કર્યું હોય તેનો ઉત્સાહ ઓસરી જાય છે. સમ્યગૃષ્ટિને પોતાની ભૂમિકા પ્રમાણે અંદરની શુદ્ધિ વધતી જાય છે. ભેદજ્ઞાન થઈ ગયું છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે. અનંતાનુબંધી કષાય તૂટી ગયા છે અને શુદ્ધિ વધતી જાય છે, તેને ચૈતન્યનો આશ્રય ચોવીસે કલાક હોય છે. ઉપયોગ બહાર જાય તો પણ તેની દોરી પોતે સ્વરૂપમાં ખેંચતો રહે છે. જેમ પતંગની દોરી હાથમાં હોય છે તેથી વારંવાર પોતાની તરફ ખેંચી શકાય છે, તેમ ઉપયોગની દોરીને પોતાની તરફ ખેંચતો રહે છે. સ્વરૂપનો આશ્રય છે, દ્રવ્ય ઉપર દષ્ટિ અને જ્ઞાન છે તથા ચારિત્રની લીનતામાં વારંવાર ઉપયોગની દોરીને પોતાની તરફ ખેંચતો રહે છે. સ્વરૂપને છોડીને ઉપયોગને વિશેષ બહાર જવા દેતો નથી. સ્વાનુભૂતિની નિર્વિકલ્પદશા તો જુદી છે. ઉપયોગ બહાર બધાં કાર્યોમાં દેખાય તો પણ દોરીને વધારે બહાર ક્યાંય શુભાશુભ કાર્યમાં ઇચ્છાથી જવા દેતો નથી. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૬૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ મુમુક્ષુ પાસે ક્ષણે ક્ષણે આત્માર્થની રુચિના પુરુષાર્થની દોરી પોતાના હાથમાં હોય છે. મુમુક્ષુએ રુચિની દોરી હાથવગી રાખવી જોઈએ. તેણે પોતાની રુચિ મંદ ન થઈ જાય તે જોતા રહેવું. મુમુક્ષુએ આત્માની રુચિઆત્માના પ્રયોજન સિવાય બીજા કોઈ પ્રયોજનમાં રોકવી નહીં. દૃષ્ટિનો વિષય અખંડ દ્રવ્ય છે. દૃષ્ટિ તેને ગ્રહણ કરે, જ્ઞાનથી જાણે અને ચારિત્રમાં લીનતા થાય, આ બધું એક સાથે છે. વિશેષ પ્રમાણમાં ચારિત્ર પછી વધે છે. પણ શરૂઆતમાં ત્રણે સાથે જ પ્રગટે છે. રત્નત્રય અભેદપણે યુગપત્ પ્રગટે છે. સત્ સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ છે. સત્ન દેખાડનાર દેખાડે, પણ જોવાનું તો પોતાને જ છે. પોતે તેના માટેનો પુરુષાર્થ ન કરે તો કોઈ ગમે તેટલું જણાવે તો પણ જોઈ શકતો નથી. પોતે પોતાને જોવાની તૈયારી કરે તો જોઈ શકે છે. દેખાડનાર દેખાડે, પણ આપણી જેટલી તૈયારી હોય તેટલું ગ્રહણ થાય છે. પરાશ્રિતજ્ઞાન સર્વથા હેય કહ્યું છે, તો પણ પરની જાણકારી હોય છે ? સમાધાનઃ પરાશ્રિતજ્ઞાન એટલે પરનો આશ્રય લેતું જ્ઞાન તે હેય છે, કારણ કે પ૨ તરફ જવાથી રાગ થાય છે, એકત્વબુદ્ધિ થાય છે માટે તે હેય છે, પણ જ્ઞાન હેય નથી, કારણ કે જ્ઞાન તો સ્વ-પર પ્રકાશક સ્વભાવવાળું છે. વીતરાગ દશા પ્રગટ થાય ત્યારે સ્વ ને પરને જાણવારૂપ સહજ જ્ઞાન હોય છે, પ૨ને જાણવા જતો નથી. તેને આ જાણવું કે આ ન જાણવું તેવો ભાવ રહેતો નથી. એક આત્માને જાણતાં તેમાં બધું જ જણાઈ આવે છે. શ્રીમંદ્ રાજચંદ્ર પુસ્તકમાં એમ આવે છે કે ‘જ્ઞાની પ્રત્યે જેને પરમાત્મબુદ્ધિ આવે છે તેને સર્વ મુમુક્ષુ પ્રત્યે દાસત્વભાવ આવે છે.’ તો ત્યાં તેઓ શું કહેવા માગે છે ? - સમાધાન ઃ મુમુક્ષુને સત્પુરુષ - કે જે સર્વોત્કૃષ્ટ માર્ગ બતાવી રહ્યા છે અને સાધના કરી રહ્યા છે તેના પર પરમેશ્વરબુદ્ધિ આવે છે. એટલે કે તે જ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૭૦ બ Page #74 -------------------------------------------------------------------------- ________________ મારા માટે સર્વસ્વ છે એમ માને છે અને તેને બીજા મુમુક્ષુ જીવો પ્રત્યે દાસત્વપણું એટલે કે ગુણગ્રાહી દષ્ટિ થઈ જાય છે. તે કોઈના દોષ જોતો નથી, પણ તેને બધાનું દાસત્વ છે અર્થાત્ કોઈથી હું ઊંચો છું એવી દૃષ્ટિ નથી, પરંતુ નમ્રતાના ભાવ આવી જાય છે. દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધ ભગવાન જેવો છું, પણ પર્યાયમાં પામર છું. એવી જાતની નમ્રતા અંતરમાં આવી જાય છે. આ દાસત્વ છે. પર્યાય અપેક્ષાએ હું પામર છું, મારી પર્યાયમાં ઘણી અધૂરાશ છે. મારે ઘણું કરવાનું છે એવી નમ્રતા હોય, પણ મેં આ કરી લીધું ને મારામાં આ છે એવું અહપણું ન હોય. આ આત્માર્થીનું લક્ષણ છે. *- -* જીવે જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કર્યો, પણ પોતે રૂડો થયો નહિ એમ શ્રીમદ્જીએ કહ્યું છે. તારે તો તારા ઉપાદાનને આત્મ સન્મુખ કરવાનું છે. દ્રવ્યના પરિણામિક ભાવોને પ્રગટ કરવાના છે. આવી જ વાત પત્રાંક પ૩૯ (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત)માં આ પ્રમાણે કહી છે : “સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે અને નિજને વિષે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમશ્રેય છે અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કાંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાગદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.” અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૭૧ % Page #75 -------------------------------------------------------------------------- ________________ અહીં એમ કહેવું છે કે – હું બધા દોષોથી ભરેલો છું એમ પોતાના દોષ જોનાર બીજા કોઈના દોષ જોતો નથી. જગતમાં હું અધમાધમ છું એમ પોતાના દોષ જોનાર સાધનામાં આગળ વધી જાય છે એમ કહેવાનો આશય જણાય છે. “અધમાધમ અધિકો પતિત પોતે થઈ ગયો નથી, પણ ભાવના એવી છે કે મારે બીજાના દોષો શા માટે જોવા? બીજા બધા દ્રવ્ય અપેક્ષાએ ગુણોથી ભરેલા છે તેમ જવાનો ભાવ છે. વળી પોતાના નાનામાં નાના દોષને પોતે મોટો જુએ છે અને બીજાના નાનામાં નાના ગુણને મોટા કરીને વિચારે છે. સાધનામાં આગળ વધનાર મુમુક્ષુની આવી રીત હોય છે. પર્યાય અપેક્ષાએ પોતાને આગળ વધવાનું છે અને દીન ભયો પ્રભુ પદ જપે, મુક્તિ કહાં સે હોય તે દ્રવ્યદૃષ્ટિની અપેક્ષા છે - બન્નેની સંધિ છે. પરમાં મહત્તા અને કુટુંબ પરિવારમાં મમતા થાય તો શું કરવું? સમાધાનઃ ઉદયભાવને અનુસરી પરમાં મહત્તા અને કુટુંબ પરિવારમાં મમતા થઈ જાય છે. આ ઉદયભાવમાં ભળી જવાનું ત્યાં સુધી બન્યા કરવાનું કે જ્યાં સુધી આત્માને મેળવવાની લગની અંદરથી ન લાગે. જો આત્માની લગની અંદર લાગે તો પરની મહત્તા અને મમતા તૂટે, માત્ર વિચારથી ન તૂટે. યથાર્થ પુરુષાર્થ દ્વારા ઉદય તરફનો રસ મંદ પડી જાય, બાહ્યનું કાંઈ પણ સારભૂત નથી, મારો આત્મા જ મારે માટે સારભૂત છે એવો નિશ્ચય અંદરથી થઈ જાય તો બાહ્યનો રસ તૂટી જાય અને તેથી વૈરાગ્ય જાગૃત થઈ જાય. વિચારણા સાથે વૈરાગ્ય ભળે તો બાહ્યનો રસ તૂટે. ઉદય આપણને પરાણે ઉદયભાવમાં જોડાવાનું કહેતો નથી. બહારની કોઈ વસ્તુ એમ કહેતી નથી કે તું મને સાંભળ, તું મને જો, તું મારો વિચાર કર. એમ કોઈ કહેતું નથી પણ પોતે જ પોતાના રાગથી તેમાં જોડાય છે. રાગમાં નિરસતા લાગે તો બાહ્યનો રસ તૂટી જાય. પણ માત્ર લૂખા વિચાર કરવાથી રસ ન તૂટે. જ્ઞાનીઓ જણાવે છે કે “જીવન આત્મામય બનાવી દેવું તો તે કઈ આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૭ર જ Page #76 -------------------------------------------------------------------------- ________________ રીતે બનાવવું? સમાધાનઃ હા, જીવન આત્મામય બનાવી દેવું જોઈએ. આ જીવન બધું રાગમય-વિકલ્પમય છે તેને બદલે આત્મામય બનાવી દેવું જોઈએ. બસ, હું આત્મા છું, આ શરીર તે હું નથી, હું ચૈતન્યમૂર્તિ છું, ચૈતન્યનું સ્વરૂપ તે જ હું છું. એમ ચિંતન-મનન કરીને જીવન આત્મામય બનાવી દેવું. ડગલે ને પગલે આત્મા જ યાદ આવે એવું આત્મામય જ જીવન બનાવવું. આ બધું પરદ્રવ્ય છે તે કોઈ મારું નથી, મારો આત્મા જુદો છે, હું ચૈતન્યમય છું, પરને આશ્રિત વિચાર આવે તે બધા વિચાર નકામા છે, 'નિરર્થક છે. કાંઈ સારભૂત નથી, હું તો એક આત્મા છું એમ પહેલાં ભાવના કરે, પ્રયત્ન કરે. આમ કરતાં પરની એકત્વબુદ્ધિ તૂટી જાય, આ બધું બહાર દેખાય છે તે હું નથી, હું તો અંતરમાં કોઈ જુદું ચૈતન્ય દ્રવ્ય છું. આ ઉદયભાવ તે હું નથી, હું તો પારિણામિક ભાવે રહેનારો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું - તે પારિણામિક ભાવ મારું સ્વરૂપ છે, આ ઉદયભાવ તે મારું સ્વરૂપ નથી - એમ આત્મામય જીવન બનાવવું. - આ એક કરવા જેવું છે : આકુળતામય શુભાશુભ ભાવથી ભિન્ન તારો નિરાકુળ જ્ઞાયક સ્વભાવ છે. તેને અનુભવવાનો પુરુષાર્થ કર. એક દ્રવ્ય બીજા દ્રવ્યને નિશ્ચયથી સ્પર્શે નહીં. દરેક પદાર્થની દરેક સમયની પર્યાય ક્રમબદ્ધ ભગવાનના જ્ઞાનમાં જણાઈ છે તેમ થાય. ઉપાદાન અને નિમિત્ત બંને સ્વતંત્ર છે. આ વાત સમજવામાં મહાપુરુષાર્થ રહેલો છે. આ બરાબર સમજાઈ જાય તો ભવભ્રમણનો અંત કરવામાં સફળતા મળશે. *- -* દુખ અને દુઃખનું સ્વરૂપ શારીરિક, માનસિક, અનંત પ્રકારનાં દુઃખોએ આકુળ-વ્યાકૂળ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ બહુ પ્રકારે ઇચ્છા હોવા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી. એવો પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થાય છે, પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૭૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવે, ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં અને તેને અનુભવ્યા જ કરવું પડે. કોઈ પણ પ્રકારે મને દુઃખની પ્રાપ્તિ ન થાય.” એવી ઇચ્છા છતાં તેની પ્રાપ્તિ થયા કરે છે અને જે જે પ્રયત્ન કરું છું તે તે બધા નિષ્ફળ જઈ દુઃખ અનુભવ્યા જ કરું છું. તેનું શું કારણ? શું દુઃખ કોઈને મટતું જ નહીં હોય? દુઃખી થવું એ જ જીવનો સ્વભાવ હશે? પૂર્વે કરેલા મારા અપરાધોનું ફળ હશે? એવા અનેક પ્રકારના વિકલ્પ આવ્યા કરે છે. આ જગતના પ્રાણીમાત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઇચ્છા પણ એ જ છે કે કોઈ પ્રકારે મને દુઃખ નહીં અને સર્વથા સુખ હો. પ્રયત્ન પણ એ જ અર્થે છે છતાં તે દુઃખ શા માટે મટતું નથી ? એવો પ્રશ્ન વિચારવાન જીવોને ભૂતકાળ ઉત્પન્ન થયો હતો, વર્તમાનકાળે પણ થાય છે અને ભવિષ્યકાળે પણ થશે. તે અનંત અનંત વિચારવાનોમાંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા અને દુઃખથી મુક્ત થયા. વર્તમાનકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે, તે પણ તથારૂપ ફળને પામે છે અને ભવિષ્યકાળે પણ જે જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે તે તે તથારૂપ ફળ પામશે એમાં સંશય નથી. વળી ધર્મથી દુઃખ મટે એમ ઘણાખરા વિચારવાનોની માન્યતા થઈ, પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. ઘણા તો મૂળ વિષય ચૂકી ગયા અને તેથી બુદ્ધિ થાકી જવાથી નાસ્તિકાદિ પરિણામોને પામ્યા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત – અનંતકાળથી દુઃખનું સાચું કારણ હોય તો તે એ છે કે જીવને પોતાના સ્વરૂપને વિષે ભ્રાંતિ રહેલી છે. જીવ પોતે જ પોતાને ભૂલી ગયો છે એ સૌથી મોટું આશ્ચર્ય છે. વસ્તુનું સ્વરૂપ વીતરાગ ભગવંતોએ પ્રકાશિત કર્યું છે એ ખરેખર વિચારવા યોગ્ય છે અને એ બાબત વિષે વિચારણા કરીએ. આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૭૪ % Page #78 -------------------------------------------------------------------------- ________________ દુઃખ નિવૃત્તિના સદ્ધપાય અર્થાત્ સુખ પ્રાપ્તિના ઉપાયઃ (૧) સર્વ દુઃખોનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ “મોક્ષ છે અને તે જ પરમ હિત” છે. વીતરાગ સન્માર્ગ તેનો ઉપાય છે. તે માર્ગ આ પ્રમાણે છેઃ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની ઐક્યતા-અભેદપણે પ્રાપ્તિ તે “મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સમ્યક્ઝતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, તત્ત્વનો સમ્યબોધ થવો તે સમ્યકજ્ઞાન છે. ઉપાદેય તત્ત્વોનો અભ્યાસ થવોપોતાના સ્વભાવમાં સ્થિરતા થવી તે સમ્યફચારિત્ર છે. શુદ્ધ આત્મસ્વરૂપ એવા વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની ઐક્યતા છે. સર્વજ્ઞ દેવ નિગ્રંથગર અને સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્ત્વપ્રાપ્તિ થાય છે. વીતરાગતા પ્રગટાવવાના એ સાચા નિમિત્ત છે. જે ધર્મ સંસાર પરિક્ષણ કરવામાં સર્વથા ઉત્તમ હોય અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ધર્મ ઉત્તમ અને તે જ ધર્મ બળવાન છે. (૨) દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ-દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક “આત્મજ્ઞાન’ સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે એમ નથી. સર્વજ્ઞાની પુરુષોને એમ ભાસ્યું છે, માટે તે “આત્મજ્ઞાન” જીવને પ્રયોજનભૂત છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુ વચનના શ્રવણનું કે સશાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઇચ્છતો હોય- સર્વથા દુઃખથી મુક્તપણે જેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી માટે જીવે સર્વ પ્રકારના મત-મતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓઘ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૭૫ % Page #79 -------------------------------------------------------------------------- ________________ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી અને તે સત્સંગમાં નિરંતર સમયસમય નિવાસ ઈચ્છવો, અસત્સંગપણે ક્ષણે-ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને ફરી ફરીને વારંવાર આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. સ્વાનુભૂતિ એ જ સુખનો સાચો ઉપાય છે. (૩) સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક “આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ તથા અસત્ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીના વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે છે. સર્વજ્ઞાનનું ફળ પણ “આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગી પુરુષોએ કહ્યું છે, જે અત્યંત સત્ય છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; , સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ - ૧૨૩ (આત્મસિદ્ધિ શાસ્ત્ર) આત્માની નિર્મળતાર્થે શું જરૂરી? સમાધાન આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુએ બે સાધન સતુશ્રુત અને સત્સમાગમ અવશ્ય સેવવા યોગ્ય છે. પ્રત્યક્ષ સત્પરુષનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે જે આપણને પ્રાપ્ત થયો છે. જીવ સદ્દષ્ટિવાન હોય તો સહ્યુતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સપુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત થાય છે. સપુરુષનો યોગ ન હોય ત્યારે સત્કૃતનો પરિચય અવશ્ય કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે. સર્વ રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવા શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે. ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક એ સત્કૃત સેવવા યોગ્ય છે એનું ફળ અલૌકિક અમૃત સમાન છે. આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરુપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૭૬ છ Page #80 -------------------------------------------------------------------------- ________________ જીવ-અજીવ, પુણ્ય-પાપ, આસ્રવ-સંવર, નિર્જરા-બંધ અને મોક્ષનું જેવું સ્વરૂપ છે તેવું કહેનારાં જે શાસ્ત્રો છે તે પ્રત્યક્ષ સગુરુનો યોગ-મેળાપ ન હોય ત્યારે લાયક જીવને આધારરૂપ છે. ચારે અનુયોગદ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને ધર્મકથાનુયોગ એ સશાસ્ત્ર છે. આ ચારે અનુયોગના કહ્યા પ્રમાણે વર્તવાથી “વીતરાગતા પ્રાપ્ત થાય છે. મોક્ષમાર્ગ શું છે? તે વિષે શ્રીમદ્ રાજચંદ્રજીએ લખેલ પદ “મૂળ મરગ સાંભળો જિનનો રેટમાં સ્પષ્ટતા કરી છે. ઉપરાંત “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે.' વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય - ૨ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત - ૩૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ - ૧૧૭ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર - (પ. ૫૪) સમ્યગુદર્શન એ ધર્મનું મૂળ છે; ખરેખર ચારિત્ર એ જ ધર્મ છે. સમ્યગુદર્શન પ્રગટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા (૧) પાત્રતા, (૨) સત્સંગ અને સ્વાધ્યાય (૩) યથાર્થ નિર્ણય (૪) ભેદજ્ઞાન (૫) સ્વાનુભૂતિ. ' (૧) પાત્રતા : મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; ' કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર - | આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૭૭ ૭૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય - નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ - (પત્રાંક : ૯૫૪) (૨) સત્સંગ - સ્વાધ્યાય : ‘શ્રીમદ્ રાજચંદ્ર’· વચનામૃતમાં ઠેર ઠેર આનું માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. તેમાંથી તે વિષે વિચારણા કરવ. (૩) યથાર્થ નિર્ણય : (૧) સનાતન વીતરાગ પરંપરા એ જ સર્વ છે. રત્નત્રયની એકતારૂપ મોક્ષમાર્ગ એક જ છે. ‘એક હોય ત્રણ કાળમ પરમારથનો પંથ' તેનો સ્વીકાર. (૨) એ મોક્ષમાર્ગના નિમિત્ત વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્ર છે. (૩) સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ. સુખ માટે ધર્મ તો તેને જ કહેવાય જેવો વીતરાગ સ્વભાવ છે; એવો વીતરાગ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થાય. જે ગુણો અનંત શક્તિરૂપે સ્વભાવમાં છે, તે જ પર્યાયમાં પ્રગટ થાય તેને ધર્મ કહેવામાં આવે છે. જે આત્મા આવા ધર્મરૂપે પરિણમી જાય તેને પરમાત્મા કહેવાય છે. (૪) આવા ધર્મની શરૂઆત માટે શ્રદ્ધામાં એમ લેવાનું છે કે હવે આ ભવમાં બીજું કાંઈ કરવા જેવું નથી. માત્ર એક ‘નિર્વિકલ્પ અનુભૂતિ’- જ કરવા જેવી છે. સુખનો આ જ ઉપાય છે. (૫) આવી નિર્વિકલ્પ દશા પ્રગટ થાય તે પહેલાં કયા વિકલ્પ હોય ? આ ૧. સંપૂર્ણ જીવન જ્ઞાયક આત્માની આરાધનામાં ગાળવું. ૨. તે માટે તત્ત્વનો યથાર્થ નિર્ણય – ‘હું જ્ઞાન, આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું’ અને જીવનના પ્રત્યેક સમયે ભેદજ્ઞાન ‘હું સર્વથા સર્વથી ભિન્ન છું' પ્રયોગાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવાથી. ૩. તે માટે નિયમિત અભ્યાસનો મહાવરો – વીતરાગી પરમાગમોનો અભ્યાસ, સત્સંગ, સ્વાધ્યાય કરવાથી. ૪. બાકીના સમયમાં દેવ-ગુરુ-શાસ્ત્રની આરાધના. ૫. સંપૂર્ણ જીવન સ્વભાવને અનુરૂપ સંયમિત, અન્યાય, અનીતિ, અભક્ષ્યનો ત્યાગ. સાત વ્યસન – જુગાર, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરસ્ત્રીનો - આત્મજ્ઞાનનો પુરુષાર્થ ∞ ૭૮ ૪ Page #82 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ-કંદમૂળ અને રાત્રિભોજનનો ત્યાગ... (૪) ભેદજ્ઞાન ઃ સર્વ પ્રવચનનો સાર ભેદવિજ્ઞાન છે. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે અને સમ્યગ્દર્શન ભેદજ્ઞાન દ્વારા થાય છે. જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે. જે કોઈ બંધાયા છે તે તેના અભાવથી બંધાયા છે. આ ભેદજ્ઞાન અવિચ્છિન્ન ધારાવાહી જ્ઞાનથી ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન-જ્ઞાનમાં ઠરી જાય. શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ ભેદજ્ઞાનથી થાય છે. જીવ જ્યારે ભેદજ્ઞાન દ્વારા આત્મા અને કર્મને યથાર્થપણે જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે. શુદ્ધ આત્માના અનુભવથી આસવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદજ્ઞાનને ભાવવાનો ઉપદેશ કરવામાં આવે છે. શાબ્દિક જ્ઞાનથી ભેદજ્ઞાન થાય છે અને ભેદજ્ઞાનથી આત્મજ્ઞાન આવિર્ભાવ પામે છે. ભેદજ્ઞાન માટે : (૧) ‘જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન’ - પદની વિચારણા કરવી. (૨) છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ - એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ - શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ - (૫) સ્વાનુભૂતિ : સ્વ એટલે આત્મા. આત્માનો અનુભવ એ જ સ્વાનુભૂતિ. વર્તમાન જ્ઞાનની પર્યાય પરનો પક્ષ છોડી, નિજ આત્માનો પક્ષ લઈ, તેની રુચિ, પ્રતીતિને લક્ષ કરે છે અને તેમાં એકાગ્ર થાય છે તો પ્રતિ સમયે સમયે જ્ઞાનની પર્યાય શુદ્ધાત્માના આશ્રયથી શુદ્ધ થતી જાય છે અને જો આવી ભેદજ્ઞાનની ધારા (ધારાવહી) બે ઘડી (અંતર્મુહૂર્ત ચાલે તો તે) જ્ઞાનની પર્યાય દક્ષ થઈ શુદ્ધ થઈ જાય છે અને એ શુદ્ધજ્ઞાનની પર્યાયમાં આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૭૯ ૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ ભગવાન આત્મા અપૂર્વ આનંદ સાથે જણાય છે. એને જ આત્માનો અનુભવ સ્વાનુભૂતિ કહેવાય છે. એ જ સમ્યગુદર્શન છે. સુખની શરૂઆત - ધર્મની શરૂઆત અહીંથી થાય છે. આત્માનુભૂતિ એ જ જૈન શાસન છે. વસ્તુ વિચારતા થાવર્તે, મન પામે વિશ્રામ; રસ સ્વાદને સુખ ઊપજે; અનુભવ થાકો નામ; અનુભવ ચિંતામણિ રતન, અનુભવ છે રસકૂપ; અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ. સમ્યગદર્શન કરવાની સૂક્ષ્મવિધિ બસ અંતર્મુહૂર્તઃ આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે “હે ભાઈ ! તું કોઈ પણ રીતે, મહાકષ્ટ પણ તત્ત્વોનો કુતૂહલી થઈ આ શરીરાદિ રૂપી દ્રવ્યનો એક અંતર્મુહૂર્ત પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિક રૂપી પુદ્ગલ દ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે. અહીં એમ કહેવા માંગે છે કે – આ શરીરાદિ શબ્દ વાપર્યો છે એટલે બધા રૂપી દ્રવ્ય, નોકર્મ, આ દ્રવ્યકર્મથી એક મુહૂર્ત માટે પાડોશી થઈ અનુભવ કર. આ ચૂળ ભેદજ્ઞાન કહેવાય. દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ આદિ પુણ્યના પરિણામ પણ રૂપી છે - પરના લક્ષે થતા બધા વિકારી ભાવ પણ રૂપી છે. આ બધા રૂપી દ્રવ્યોનો પાડોશી થા, સ્વામી નહિ. એ તારામાં નથી અને તું એનામાં નથી. એક જાણનાર જ્ઞાયક સ્વભાવ તરફ ઝૂકી જા! તેથી તને રાગ અને શરીરાદિથી જુદો ચૈતન્ય ભગવાન આત્મા દેખાશે. રાગ અને પુણ્યને તું વેદે છે એ તો અજીવનો અનુભવ છે. રાગમાં ચૈતન્યરૂપ જ્ઞાન જ્યોતિ નથી. આમ કરતાં ભગવાન - આત્મા તને જણાશે. આ અનુભવ એ જ સમ્યગદર્શન છે. વળી ભેદજ્ઞાન માટે “આત્માનાં છ પદ પણ ખૂબ જ ઉપયોગી છે અને એના ચિંતન દ્વારા આત્માનુભવ અર્થાત્ સમ્યક્દર્શન પ્રગટ થાય છે (એમ શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે). આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૮૦ % Page #84 -------------------------------------------------------------------------- ________________ છ પદનો સાર આ પ્રમાણે છેઃ “આત્મા છે', “આત્મા નિત્ય છે', આત્મા કર્મનો કર્તા છે.” “આત્મા કર્મનો ભોક્તા છે. તેથી તે નિવૃત્ત થઈ શકે છે અને નિવૃત્તિ થઈ શકવાના સાધન છે' - એ છ કારણો જે વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યગુદર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રીજિને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુજી વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં – જીવ અનાદિથી પોતાનું સ્વરૂપ જાણતો નહિ હોવાથી સમયે સમયે તે અનંત દુઃખ ભોગવે છે. તે દુઃખ ટાળીને અનંત સુખ કેમ પ્રાપ્ત થાય તે દર્શાવેલ છે. આ શાસ્ત્રમાં જે વિષયો લેવામાં આવ્યા છે તેમાંથી કેટલાક અહીં બતાવવાનો પ્રયત્ન કર્યો છે : ૧. આત્માનું સ્વરૂપ સમજયા વિના દુઃખ ટળે નહિ. તેથી તે સમજાવવા માટે આત્માનું વર્ણન આ પ્રમાણે જણાવ્યું છે તે (૧) સત્ (૨) ચૈતન્યમય (૩) સર્વાભાસ રહિત (૪) મોક્ષ સ્વરૂપ (૫) અનંત દર્શન-જ્ઞાનવાળો (૬) અવ્યાબાધ સ્વરૂપી (૭) શુદ્ધ (૮) બુદ્ધ (૯) ચૈતન્યઘન (૧૦) સ્વયંજ્યોતિ (૧૧) સુખધામ (૧૨) શુદ્ધ ચેતનારૂપ (૧૩) અજર-અમર (૧૪) અવિનાશી (૧૫) દેહાતીત સ્વરૂપ (૧૬) સિદ્ધસમ (૧૭) પરથી ભિન્ન (૧૮) દ્રવ્ય નિત્ય, પર્યાયે અનિત્ય (૧૯) નિજભાવનો કર્તા-ભોક્તા. આમ જે યથાર્થ સમજે તે સિદ્ધ થાય. આત્માનું સ્વરૂપ સમજવા જીવે શું છોડવું અને શું ગ્રહણ કરવું તે સંબંધ શું કહ્યું છે તે જોઈએ. વસ્તુની મર્યાદા એવી છે કે એક દ્રવ્ય, તેના ગુણ કે પર્યાય બીજા કોઈ દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં પ્રવેશી શકે નહિ. આ અચલિત, અબાધિત વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય છે. તેથી જીવને પરદ્રવ્યનું ગ્રહણ કે ત્યાગ કદી છે જ નહિ. શુદ્ધતાનું ગ્રહણ અને વિકારનો ત્યાગ જીવથી થઈ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૮૧ % Page #85 -------------------------------------------------------------------------- ________________ શકે છે, તેથી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં નીચે પ્રમાણે વર્ણવેલ છે. (૧) પોતાનો પક્ષ ત્યાગીને શ્રી સદ્ગુરુ આત્મસ્વરૂપનો જે ઉપદેશ આપે તેની સાચી સમજણ ગ્રહણ કરવી. (ગાથા-૯) (૨) જીવે સ્વચ્છંદ રોકવો અને હોય તો ત્યાગવો. (ગાથા-૧૫) (૩) સ્વચ્છંદ, મત, આગ્રહનો ત્યાગ કરવો અને શ્રી સદ્ગુરુના લક્ષે વર્તવું. (ગાથા ૧૭) (૪) મતાર્થી જીવ બાળવ્રત ગ્રહણ કરીને અભિમાન કરે છે. પણ પરમાર્થને ગ્રહણ કરતા નથી; માટે આત્માર્થી જીવે અજ્ઞાનનો ત્યાગ કરી પરમાર્થને ગ્રહણ કરવું. (ગાથા- ૨૮) (૫) અજ્ઞાન, રાગ-દ્વેષથી નિવૃત્ત થવું તે જ મોક્ષના પંથનું ગ્રહણ છે. (ગાથા-૧૦૦) (૬) મત અને દર્શન તણો આગ્રહ અને વિકલ્પ છોડવો અને અહીં કહેલા માર્ગને ગ્રહણ કરવો. (ગાથા-૧૦૫) (૭) મત, દર્શનના આગ્રહનો ત્યાગ અને શ્રી સદ્ગુરુના લક્ષે વર્તવાનું ફળ શુદ્ધ સમ્યક્ત્વ છે. (ગાથા-૧૧૦) (૮) જે સમ્યક્ત્વને વર્ધમાન કરે તેનો મિથ્યાભાસ ટળે છે અને ચારિત્ર પ્રગટે છે. તેનું ફળ વીતરાગપદમાં સ્થિતિ છે. (ગાથા૧૧૨) (૯) અનાદિના વિભાવનો ત્યાગ સમ્યજ્ઞાનના ગ્રહણથી થાય છે. (ગાથા-૧૧૪) (૧૦) જે અજ્ઞાનને દૂર કરે તે નિજપદને પામે. (ગાથા૧૧૯) (૧૧) છ પદને વિસ્તારતા, વિચારતા સંશયનો નાશ થાય છે. (ગાથા-૧૨૮) ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફુરણા, ગ્રહણ કરે જડધૂપ - ૮૨ જો એક દ્રવ્ય બીજા દ્રવ્યને ગ્રહણ કરી શકતું નથી તો આ ગાથામાં જીવ જડધૂપ ગ્રહણ કરે એમ કહ્યું છે. તેનું કારણ શું? સમાધાન ઃ જીવના ભાવકર્મ અને જડ કર્મનો કર્તા-કર્મ સંબંધ નથી, પણ માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, એટલું બતાવીને ભાવ કર્મ ન કરવા એમ સમજણ કેળવવા માટે એ ગાથા મૂકી છે. જીવ જડધૂપને ગ્રહણ કરે એમ ત્યાં ઉપચારથી કહ્યું છે, તે પરમાર્થ કથન નથી. જીવ અને જડ કર્મ એક આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૮૨ બ Page #86 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રાવગાહ સંબંધે રહે છે એટલું જણાવવા તે ઉપચાર કરવામાં આવ્યો છે. (૭) સત્ય પુરુષાર્થ : જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્માર્થ - ૧૩૦ અર્થાત્ : ભવસ્થિતિ, કાળલબ્ધિ આદિનાં બહાનાં કાઢવાથી આત્મા છેદાય છે; માટે બહાનાં છોડી દઈ સત્ય પુરુષાર્થ કરવો. (૮) વ્યવહાર કરતાં નિશ્ચય થાય નહીં : નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. - ૧૩૨ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સર્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર - ૧૩૩ પણ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે એમ કેટલાક માને છે, તે માન્યતા ખોટી છે એમ ગાથા ૧૩૨માં બતાવવામાં આવ્યું છે અને નિશ્ચયવ્યવહા૨ બન્ને સાથે હોય છે. વળી ગચ્છમતની કલ્પના તે સર્વ્યવહાર નથી એમ ગાથા ૧૩૩માં કહ્યું. (૯) ભક્તિ અને પુણ્ય : સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિન સ્વરૂપ - ૧૨ ભક્તિ બે પ્રકારની છે - ૧. નિશ્ચય ભક્તિ, ૨. વ્યવહાર ભક્તિ. આ બન્ને ભક્તિ સમ્યગ્દષ્ટિને હોય છે. આત્મા તથા સન્દેવ, સદ્ગુરુ, સત્શાસ્ત્રનું સાચું સ્વરૂપ બરાબર ન સમજે તેને સાચી ભક્તિ હોય નહિ. એમ બતાવવા ‘સમજ્યા વણ ઉપકાર શો ?' એ પદથી જણાવ્યું છે. અજ્ઞાનીને ભક્તિ આભાસ - બાળભક્તિ હોય છે. વ્યવહારભક્તિ તે પુણ્યભાવ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૮૩ ૪ Page #87 -------------------------------------------------------------------------- ________________ શુભભાવ છે. શુભભાવ ધર્મ નથી પણ તેનો છેદ અને શુદ્ધતા તે ધર્મ છે એમ નીચેની ગાથામાં કહ્યું છે. વિત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ (૧૦) વિનય બે પ્રકારે છે. ૧. વીતરાગી વિનય, ૨. સમ્યગુ દૃષ્ટિનો સરાગ વિનય. જે સદ્ગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન - ૧૯ આ ગાથામાં વીતરાગી વિનય બતાવ્યો છે. આ વિનયમાં વંદ્યવંદકભાવ હોતો નથી. બીજા પ્રકારનો વિનય ચોથાથી છઠ્ઠા ગુણ સ્થાનક સુધી હોય છે ત્યાર પછી હોતો નથી; કેમકે સાતમાં ગુણસ્થાને કે તેથી ઉપરની દશામાં વંદ્ય-વંદકભાવ હોતો નથી, કારણ કે ત્યાં ફક્ત અંતર્મુખપણે સ્થિતિ રહેલી છે તેથી તે થઈ શકે તેમ જ નથી. (૧૧) સ્વાધ્યાય કરનારને ભલામણ : શાસ્ત્રના ભાવ બરાબર સમજીને સ્વાધ્યાય કરવો. જો તેમ કરવામાં ન આવે તો અને માત્ર શબ્દો જ બોલી જવામાં આવે તો આત્માને ધર્મનો લાભ કેવી રીતે મળે? માટે ખાસ લક્ષમાં રાખવું અને સમજણ વધારતાં જવી એ જ કર્તવ્ય છે. *- -* આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૮૪ % Page #88 -------------------------------------------------------------------------- ________________ નોંધ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૮૫ % Page #89 -------------------------------------------------------------------------- ________________ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૮૬ જ Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉમર : 500/12 - 2013 તિ, le / de i નાયલો DUNDUBHI # 09426395337