________________
વસ્તુનું સ્વરૂપ એવું છે કે અપરિણામી અને પરિણતિ (પરિણામ) બન્ને સાથે જ હોય છે. દ્રવ્ય અને પર્યાય બેનું જોડકું છે, બે સાથે જ હોય છે તેથી તેમાં જ સાધના થાય છે. સાધકને પોતાનો આત્મા પ્રહણ થતાં દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે અને જેણે દ્રવ્ય ઉપર દૃષ્ટિ સ્થાપી તે વાસ્તવિક રીતે બંધમોક્ષનો કર્તા નથી, તો પણ સાધનાની પર્યાય તો તેને ચાલુ જ છે. દ્રવ્યદૃષ્ટિમાં તો મતિ-શ્રુતજ્ઞાનના ભેદ તથા ઉપશમ, ક્ષયોપશમ ક્ષાયિકના ભેદ નથી. દ્રવ્યદષ્ટિ અખંડ અને અભેદને ગ્રહણ કરે છે. છતાં પણ ભેદ હોય છે તેને જ્ઞાન જાણે છે. દ્રવ્ય અપેક્ષાએ એ વસ્તુ અખંડ હોવા છતાં ગુણ-પર્યાય અપેક્ષાએ તેમાં ભેદ પડે છે. પરિણામ-અપરિણામી ઉપર જોર છે અને તેની ઉપર દૃષ્ટિ સ્થાપી છે, તો પણ સાધના પરિણામમાં થાય છે. પરિણત એટલે પરિણામી અને અપરિણામી છે.) સાધનાનું જે પરિણામીપણું છે તે, અપરિણામી તરફની મુખ્યતાથી જ, પરિણામમાં થાય છે. આવો પરિણામ-અપરિણામીનો સંબંધ છે અને તેને જ્ઞાન બરાબર ગ્રહણ કરે છે. જે પરિણામી છે, સાધનારૂપે પરિણમેલો છે તેને દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થઈ છે અને તે જ ખરો જ્ઞાયક છે.
જ્ઞાન-પરિણામી જે જીવ છે, તે રત્નત્રયી છે, અર્થાત્ દ્રવ્યદૃષ્ટિપૂર્વક સાધનાની પર્યાય સાથે રહે છે.
દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ અપરિણામી છે અને પર્યાય અપેક્ષાએ વસ્તુ પરિણામી છે, તે બન્ને અપેક્ષા જુદી જુદી છે. દ્રવ્ય અને પર્યાય બન્નેનું જોડકું સાથે જ હોય છે. સાધનામાં બંને સાથે જ હોય છે. એક મુખ્યપણે હોય છે, એક ગૌણપણે હોય છે. દ્રવ્ય છે તે પર્યાય વગરનું હોતું નથી અને પર્યાયને દ્રવ્યનો આશ્રય છે, એવો દ્રવ્ય-પર્યાયનો સંબંધ છે. જીવની દૃષ્ટિ અનાદિથી પર્યાય ઉપર રહેલી છે, તેને ત્યાંથી ઉઠાવીને દ્રવ્યદષ્ટિને મુખ્ય કરવી જોઈએ.
વિભાવ અવસ્થામાં, પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થામાં, શેયાકાર અવસ્થામાં કે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક તે અનાદિનો જ્ઞાયક જ છે. તે સાધનાની દશામાં પણ જ્ઞાયક દ્રવ્ય તો જ્ઞાયકરૂપે જ રહ્યું છે, તે અનાદિથી જેવું મૂળ
આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૬૧