________________
સન્મુખ થયો એટલે પ્રતીતિ કરવાની રુચિ પ્રગટી છે. આત્મા તરફ તેની પરિણતિ વળે છે, આત્માની નજીક આવી રહ્યો છે. વિભાવ રુચતો નથી, સહજ જ્ઞાયકપણું જ રુચે છે. એમ અંતરમાંથી જાણનાર આત્મા તરફ તેની ગતિ થાય છે. તે સન્મુખતા છે. જયારે સમ્યગદર્શન પ્રગટ થાય ત્યારે જ એને યથાર્થ પ્રતીતિ થાય છે.
રાગને જુદો પાડવો અને સ્વ તરફ વળવું તે બે કાર્ય છાસ્થને એકી સાથે બની શકે?
સમાધાનઃ ઉપયોગ રાગથી છૂટો પડી જાય તો સ્વ તરફ વળી જાય એમ બની શકે છે. દ્રવ્યને વિકલ્પથી નહિ, પણ સ્વયં પોતાની પરિણતિથી ગ્રહણ કરે કે “આ હું છું એટલે આ “નથી તેમ સાથે આવી જાય છે. અસ્તિ ને નાસ્તિ સાથે આવે છે. જ્યાં પોતાને ગ્રહણ કરે ત્યાં વિભાવથી છૂટો પડી જ જાય છે.
ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન;
જાણનારને માન નહિ, કહીએ કેવું જ્ઞાન.” જાણનારને જાણતો નથી તે તારું જ્ઞાન કેવી જાતનું છે? તે તારી અજ્ઞાનતા છે. ઘડો, કાપડ વગેરે જણાય છે, તેને આ ઘડો છે, આ કાપડ છે એમ માને છે. બાહ્ય ચક્ષુ વડે જણાય છે તેની હા પાડે છે. પણ તે જાણ્યું કોણે? જાણનારો કોણ છે? તે કોના અસ્તિત્વમાં જણાય છે? ઘડો પોતાને જાણતો નથી, તેને તું જાણે છે, છતાં જાણનારો કોણ છે તેને ઓળખતો નથી, તો તારું જ્ઞાન કઈ જાતનું ગણાય? તે તારી અજ્ઞાનતા છે. તે પોતે આત્મા જાણનારો છે, તેની ઓળખાણ કરી લે. તારા અસ્તિત્વને તું જાણી લે, ઓળખી લે. બધું જણાય છે તે ચૈતન્યની હાજરીમાં જણાય છે, તે તું પોતે જાણનારો આત્મા છે.
દ્રવ્ય સત્ છે, ગુણ સત્ છે. પર્યાય સત્ છે અને સતુ અહેતુક છે - તે દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે કે દ્રવ્ય-ગુણ-પર્યાય બધાં સ્વતંત્ર છે અને સ્વતઃસિદ્ધ
આત્મજ્ઞાનનો પુરુષાર્થ જ ૬૭ જ