________________
શકે છે, તેથી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં નીચે પ્રમાણે વર્ણવેલ છે.
(૧) પોતાનો પક્ષ ત્યાગીને શ્રી સદ્ગુરુ આત્મસ્વરૂપનો જે ઉપદેશ આપે તેની સાચી સમજણ ગ્રહણ કરવી. (ગાથા-૯) (૨) જીવે સ્વચ્છંદ રોકવો અને હોય તો ત્યાગવો. (ગાથા-૧૫) (૩) સ્વચ્છંદ, મત, આગ્રહનો ત્યાગ કરવો અને શ્રી સદ્ગુરુના લક્ષે વર્તવું. (ગાથા ૧૭) (૪) મતાર્થી જીવ બાળવ્રત ગ્રહણ કરીને અભિમાન કરે છે. પણ પરમાર્થને ગ્રહણ કરતા નથી; માટે આત્માર્થી જીવે અજ્ઞાનનો ત્યાગ કરી પરમાર્થને ગ્રહણ કરવું. (ગાથા- ૨૮) (૫) અજ્ઞાન, રાગ-દ્વેષથી નિવૃત્ત થવું તે જ મોક્ષના પંથનું ગ્રહણ છે. (ગાથા-૧૦૦) (૬) મત અને દર્શન તણો આગ્રહ અને વિકલ્પ છોડવો અને અહીં કહેલા માર્ગને ગ્રહણ કરવો. (ગાથા-૧૦૫) (૭) મત, દર્શનના આગ્રહનો ત્યાગ અને શ્રી સદ્ગુરુના લક્ષે વર્તવાનું ફળ શુદ્ધ સમ્યક્ત્વ છે. (ગાથા-૧૧૦) (૮) જે સમ્યક્ત્વને વર્ધમાન કરે તેનો મિથ્યાભાસ ટળે છે અને ચારિત્ર પ્રગટે છે. તેનું ફળ વીતરાગપદમાં સ્થિતિ છે. (ગાથા૧૧૨) (૯) અનાદિના વિભાવનો ત્યાગ સમ્યજ્ઞાનના ગ્રહણથી થાય છે. (ગાથા-૧૧૪) (૧૦) જે અજ્ઞાનને દૂર કરે તે નિજપદને પામે. (ગાથા૧૧૯) (૧૧) છ પદને વિસ્તારતા, વિચારતા સંશયનો નાશ થાય છે. (ગાથા-૧૨૮)
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની સ્ફુરણા, ગ્રહણ કરે જડધૂપ - ૮૨
જો એક દ્રવ્ય બીજા દ્રવ્યને ગ્રહણ કરી શકતું નથી તો આ ગાથામાં જીવ જડધૂપ ગ્રહણ કરે એમ કહ્યું છે. તેનું કારણ શું?
સમાધાન ઃ જીવના ભાવકર્મ અને જડ કર્મનો કર્તા-કર્મ સંબંધ નથી, પણ માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, એટલું બતાવીને ભાવ કર્મ ન કરવા એમ સમજણ કેળવવા માટે એ ગાથા મૂકી છે. જીવ જડધૂપને ગ્રહણ કરે એમ ત્યાં ઉપચારથી કહ્યું છે, તે પરમાર્થ કથન નથી. જીવ અને જડ કર્મ એક
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૮૨ બ