________________
અને વિસ્મરણ કરીને સ્વરૂપની પ્રાપ્તિ થવી દુર્લભ છે, અસંભવ છે. તેને માટે સતત સમ્યફ પુરુષાર્થ કરવો જરૂરી છે, કારણ કે એક જ્ઞાયકતત્ત્વ જ પરમત્તેય, ધ્યેયરૂપ અને શ્રદ્ધા કરવા યોગ્ય છે. અત્યાર સુધી જ્ઞાનનો વિષય સંયોગ અને પર્યાય તથા ભેદાદિક જ રહ્યો છે. હવે જ્ઞાનનું જોયું પોતાના અખંડ રૂપથી સ્વ-તત્ત્વને બનાવવું તે કલ્યાણનો ઉપાય છે.
(૩૩) આપણી દશા તો ઔષધિનું જ અજીર્ણ કરવાવાળા રોગીની જેમ ભ્રાંતિમય થઈ રહી છે. જે રાગરહિત તત્ત્વનો ઉપદેશ દેવાવાળાથી રાગ જોડીને દુઃખી રહે છે. અર્થાત્ આત્મિક સુખની પ્રાપ્તિ થતી નથી. પર્યાયમાં પર્યાય બુદ્ધિરૂપ અહંકાર પણ પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં: બાધક થઈ રહે છે. સમયસાર નાટકમાં બનારસીદાસજી કહે છે કે,
એક દેખિયે જાનિયે રમિ રહિયે એક ઠર
સમલ વિમલ ન વિચારીયે; યહી સિદ્ધિ નહીં ઓર. અર્થાત્ એકને જ જાણો, જુઓ અને તેમ કરી તેમાં જ સ્થિર થઈ જાઓ તે મળવાનો છે કે મળરહિત છે, તે વિચાર જ છૂટી જાય તે જ સિદ્ધિ છે. બીજું કાંઈ નથી. સ્વ અને પર એકબીજાથી વિપરીત છે. આજે નહીં તો કાલે પણ પરનું લક્ષ છોડવું જ પડશે. પરને સાથે રાખીને સ્વની પ્રાપ્તિ અસંભવ છે.
શુભ અશુભ વૃત્તિ એકાંત દુઃખ; અત્યંત મલિન સંયોગી હૈ,
અજ્ઞાન વિધાતા હૈ ઈનકા; નિશ્ચિત ચૈતન્ય વિરોધી હૈ. શુભાશુભ વૃત્તિઓ-પરિણામે દુઃખરૂપ છે, તેમજ તીવ્રપણે મળવાળી સંયોગી છે. તેનું કારણ આત્માનું અજ્ઞાન છે. જે ચૈતન્ય માટે વિરોધીદુઃખદાયી ભાવ છે. પર્યાયદષ્ટિએ રાગ બહારમાં પ્રગટતો ન જણાય તો શું લાભ થાય? સાચી વાત તો એ છે કે રાગાદિક ઉત્પન્ન ન થાય તેમાં જ હિત સમાયેલું છે.
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૧૨