________________
પામી જાય છે. લોકમાં પણ જો જાણકાર પુણ્યપુરુષનાં, મહાત્મા પુરુષનાં દર્શન થઈ જાય તો, પાપ સ્વયં છૂટી જાય છે. તે જ પ્રકારે જાણવાવાળો જાણવામાં આવીને અનુભવમાં આવે છે, ત્યારે તે સ્વયં પાપરહિત થઈ જાય છે, પાપથી છૂટતો જાય છે.'
(૨૯) આત્માનુભવ જ મુક્તિનું પ્રથમ પગથિયું છે. અર્થાત્ સુખનો પ્રમુખ મુખ્ય ઉપાય છે તેથી કલ્યાણાર્થી થઈને આત્માનુભવનો પુરુષાર્થ કરવો તે જ કલ્યાણકારી છે.
(૩૦) જેને સમજવાનો છે તે પારિણામિક ભાવ પણ અંતરમાં જ છે તથા જ્ઞાન પણ અંતરમાં છે. તેથી તેમાં પરની આવશ્યકતાની જરૂર નથી. જેટલી જિજ્ઞાસાથી આપણે સંયોગોની તરફ જોઈએ છીએ તેટલી જિજ્ઞાસા અને એકાગ્રતા સ્વભાવની તરફ રાખીએ તો સ્વયં જ પોતાની પૂર્ણતા આદિનું ભાન થઈ જાય. આત્મા નિરપેક્ષ બનીને રત્નત્રયરૂપ પરિણમે છે. પોતાના સ્વભાવના આશ્રયપૂર્વક સ્વયં બહિરાત્મદશાનો વ્યય થતાં અંતરાત્મ દશા પ્રગટ થઈ જાય છે. - (૩૧) વાસ્તવમાં તો એકાકી જીવન જ અવિચ્છિન્ન આનંદમય છે. જ્યાં સયોગ-વિયોગજન્ય આકુળતા માટે અવકાશ નથી. વિષય-કષાયોને જીતવા માટે તથા વિકારોને દૂર કરવા માટે બુદ્ધિપૂર્વકની સમ્યવિચારણા જ ઉપાય છે. પોતાના “એકત્વપણા'ને ઓળખો, તેને જ ભાવો અને તેનું જ ધ્યાન કરી એત્વમાં જ રમણતા કરવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. આત્માથી વિમુખ, પોતાની બુદ્ધિને વધારે માનીને કુતર્કો વડે પોતાની માન્યતા પ્રમાણે રાગ કરવાથી અંતમાં તો દુઃખ જ મળશે. તેથી પોતાની માન્યતાનો હઠાગ્રહ છોડવો જરૂરી છે.
(૩૨) પોતાના મહિમાથી અધિક કોઈનો પણ મહિમા લાગે ત્યાં સુધી મિથ્યાત્વ છે. જ્યાં સુધી પરમાત્મા અને આત્મામાં ભેદ જણાય ત્યાં સુધી પર્યાયદષ્ટિ છે, જે અતીન્દ્રિય આનંદમાં બાધક છે. સ્વરૂપની ઉપેક્ષા
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૧૧