________________
દઢતા કરવી તે જ સાચો ઉપાય છે. સમ્યફ આરાધના કરવી હિતરૂપ જ છે. માટે દુર્વિકલ્પોને છોડીને ધૈર્યતાથી, ઉલ્લાસસહિત રત્નત્રય પ્રગટાવવાના માર્ગમાં આગળ વધી જવું. સ્વભાવના બળ વડે જ રાગાદિને જીતી લેવાનું સહજપણે બની જાય છે.
(૧૯) “સ્વ'નું લક્ષ કરવાથી ઉપયોગ સહજપણે અંતર્મુખ થવા લાગે છે અને તેથી સહજપણે ઉદાસીનતા પ્રગટ થઈ જાય છે. જ્યારે અભેદજ્ઞાનનું વેદન આવી જાય છે, ત્યારે પરિષહ કે ઉપસર્ગને જીતી લેવામાં મુશ્કેલી જણાતી નથી કે વેદનાનો અનુભવ થતો નથી. ઇચ્છાતૃષ્ણા-આશારૂપ રોગનો ઈલાજ એકમાત્ર તત્ત્વવિચારણા જ છે અને ધ્યાન દ્વારા પરમાનંદમય સ્વ-આત્મામાં નિમગ્ન થવું એ જ અનંતકાળના પરિભ્રમણને ટાળવાનો ઉપાય છે.
(૨૦) જિનેશ્વરના માર્ગની પ્રભાવના માટે મુખ્ય કર્તવ્ય તો પોતાની સ્વાનુભૂતિ કરવી તે છે અને જગતના જીવો પ્રત્યે કરુણા ભાવના દઢ કરવી તથા નિઃસ્પૃહપણે, સહજ અને નિરાભિમાનતાપૂર્વક સશાસ્ત્રનો અભ્યાસ કરતા રહેવું. વળી આપણું જ્ઞાન લાયોપથમિક હોવાથી સતત જાગૃતિ રાખવાનો પુરુષાર્થ રાખવો જરૂરી છે. જેથી ક્ષયોપશમ જ્ઞાનનો દુરુપયોગ ન થઈ જાય. આઠ મળ, આઠ મદ, ત્રણ મૂઢતા અને છ અનાયતનનો ત્યાગ તથા સંવેગાદિ ગુણોનું પાલન જ સમ્યકત્વને દઢ કરવામાં મદદ કરે છે. આત્માર્થી બનીને આત્માના હિતમાં પુરુષાર્થી બની રહેવું અને સામ્યભાવસમતાભાવની આરાધના વધારતા રહેવી એ જ શ્રેયસ્કર છે.
. (૨૧) માત્ર કર્મોની પ્રકૃતિ આદિને જાણી લેવાથી સિદ્ધિ થતી નથી, પરંતુ કર્મબંધના કારણોથી નિબંધતત્ત્વ એવા પોતાના આત્માના આશ્રયપૂર્વક તેનાથી બચીને ચાલવું તે કર્મબંધનથી છૂટવાનો ઉપાય છે. એ દ્વારા આત્માની અનુભૂતિ કરી લેવી એ આત્મિક સુખ છે. પોતાના આત્મતત્ત્વનું દર્શન અર્થાત્ શ્રદ્ધાન જ કાર્યરૂપ થાય છે. ભેદજ્ઞાનપૂર્વક
આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૭ %