________________
તત્ત્વનિર્ણય કરવો એ જ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. બાહ્યભાવથી વિરક્ત થઈને આત્મસ્વરૂપમાં લીન રહેવું તે વ્રતની સાર્થકતા છે. અસંગપણાની પ્રાપ્તિ જ સત્સંગનો હેતુ છે, પ્રયોજન છે.
આત્મ આરાધનાની ઉપેક્ષા કદી ઉચિત નથી. પરિણામોની નિર્મળતા વગર બાહ્ય ક્રિયા કે અધ્યયનથી સંતુષ્ટ થઈને પોતાને સમ્યમ્ દષ્ટિ માનીને, અહંકાર કરીને, માત્ર બીજાની આલોચના, ઈર્ષ્યા આદિ કરવા તે મહાન ' પાપબંધનું કારણ છે. અધ્યાત્મના અભ્યાસની સાથે પરિગ્રહ અને ભોગોથી નિવૃત્તિ કરવી; દાન-શીલ-તપ-ભાવનાદિ દ્વારા ધર્મનું પરિણમન સહજ થાય તેમ કરતા રહેવાનું છે. અર્થાત્ નિરંતર વૈરાગ્યભાવના, મૈત્રી આદિ ભાવનાઓ, સામાયિકાદિમાં ઉપયોગને જોડવો જોઈએ. પોતાના પરિણામ સમ્યફ કરવા માટે ઉદ્યમી-પુરુષાર્થી રહેવું જોઈએ, કારણ કે મુક્તિનો માર્ગ અંતરંગ માર્ગ છે. તેનો પુરુષાર્થ વધારતા રહેવું જોઈએ.
(૨૨) તત્ત્વભાવનામય પુરુષાર્થ વધારતા રહી આપણું જીવન સહજપણે પવિત્ર, શાંત થાય ત્યારે સમજવું કે આપણે કરેલા સ્વાધ્યાય, ધ્યાનાદિની સાર્થકતા થઈ છે. આપણી શક્તિ, પુણ્યોદય, સમયાદિ અલ્પ છે તેથી ભવિષ્યનો વિચાર કરતાં કરતાં સમતાનો અભ્યાસ જ કલ્યાણકારી છે. તે આત્મન્ ! ચૈતન્યસ્વરૂપ આત્માની વિરાધનાથી ઉપાર્જિત દુઃખ આત્મારાધના વગર કેવી રીતે નાશ પામશે? તે તો આપણને જે સાધનાનો અવસર મળ્યો છે તેના દ્વારા જ શક્ય બની શકે, અન્યથા નહીં.
(૨૩) પરમ પુરુષની આરાધનામાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરવાનો છે. મહાપુણ્યોદયથી મનુષ્યત્વ, શ્રુતની પ્રાપ્તિ, શ્રદ્ધાની ભાવના અને તે પ્રકારની આરાધનારૂપ યોગ પ્રાપ્ત થયો છે તો આત્મહિત કરી લેવું એ જ આ જીવનની સાર્થકતા છે. આપણું જીવન તો જ્ઞાની જેવું હોવું જોઈએ અર્થાતુ જ્ઞાની ઉદય હોય તો ઉપદેશ આપે, પરંતુ તેમણે કહેલ પરમ
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૮ %