________________
ઉપાદેયરૂપ ધ્રુવ આત્માને અનુભવીને શાંત થાય છે. તેથી તત્ત્વનું સમ્યક્ ભાવભાસન થવું જોઈએ. દુઃખનું કારણ માત્ર આસવભાવ છે એમ જાણીને તેનાથી દૂર રહેવા જાગૃતિ સાથે પુરુષાર્થ કરવાનો છે. નિઃશંકતા એ સાધનાનું પ્રથમ અંગ છે. તેના આધારે ધ્યેયની સિદ્ધિ કરીને આનંદમય બનવાનું છે.
(૨૪) વિકલ્પો જ ઊભા ન થાય તેનો એકમાત્ર ઉપાય બુદ્ધિપૂર્વક તત્ત્વવિચારણા જ છે. તેનાથી કર્મોને ઉપશમાવવા કે ક્ષય કરવાનું કારણ આપોઆપ મળી જશે. વિષમ પરિસ્થિતિઓમાં પણ જો પરિણામ વિષમ ન થાય તો હાનિ થતી નથી. અંતર્દષ્ટિથી જોવાથી ધર્મના માર્ગે ચાલવું કષ્ટરૂપ નથી, પણ મહાઆનંદમય છે. જો ચાર ગતિના પરિભ્રમણનું દુઃખ લાગે છે, તો બધા પરભાવનો ત્યાગ કરીને શુદ્ધાત્માનું ચિંતવન કરવું એ જ સહજ ઉપાય છે. અર્થાત્ ભવભ્રમણ ટળી જાય. આચાર્ય પદ્મનંદી કહે છે કે, જો સુખનું કારણ એવા ગુરુદેવનાં વચન મારા મનમાં પ્રકાશ પાથરે છે, તો પછી ભલે આખું વિશ્વ પણ શત્રુ બનીને મને સતત ત્રાસ આપે, મને ભોજન પણ ન આપે, મારી પાસે ધન પણ ન હોય, મારી બાહ્ય સ્થિતિ જોઈ એ ઉપહાસ કરે તો પણ મારું ચિત્ત દુઃખ નહીં પામે અર્થાત્ હું આનંદથી તેમાંથી પણ પસાર થઈ જઈશ અને સમતા રાખીને આત્મહિતમાં પુરુષાર્થી બની જઈશ.
(૨૫) પ્રતિમામાં પ્રભુની હાજરી છે એમ નક્કી કર્યું, પણ સ્વયં આરાધક બનીને તેમના જેવી સ્વરૂપની રુચિ, અનુભવ, સ્થિરતારૂપ રત્નત્રય માટે પરમ પુરુષાર્થી બનીએ એ જ શ્રેયસ્કર છે. દ્રવ્યદૃષ્ટિપૂર્વક પ્રભુતાનો આશ્રય કરીને આપણી પર્યાયમાં પણ પ્રભુતા પ્રગટાવવા પુરુષાર્થી બનીએ.
(૨૬) જે જીવ પોતાના પ્રભુમય સ્વરૂપને ભૂલીને, બાહ્યમાં સુખી થવા'માંગે છે, પરમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરીને રાગ-દ્વેષરૂપ પરિણમન કરે છે. ઇષ્ટનો સંયોગ થાય અને અનિષ્ટનો વિયોગ થાય
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૯ બ