________________
કારણકે સપુરુષ પ્રત્યે ભક્તિ આવી છે તો આત્મા પ્રગટ થયા વગર રહે જ નહિ.
જે ભગવાનના દ્રવ્ય-ગુણ-પર્યાયને ઓળખે તે પોતાના દ્રવ્ય-ગુણપર્યાયને ઓળખે. જો તું સપુરુષને ઓળખી લઈશ તો તને તારો આત્મા ઓળખાયા વગર રહેશે નહિ. તેનાથી અવશ્ય તને સ્વાનુભૂતિની પ્રાપ્તિ થશે અને અવશ્ય તને મોક્ષ મળશે જ. અનાદિકાળથી પોતાને માટે અજાણ્યો રહેલો માર્ગ છે, તેથી પ્રથમ વખત સમ્યગદર્શન થાય ત્યારે દેવ કે ગુરુનું નિમિત્ત અવશ્ય હોય છે. માટે પુરુષને ગોતવાનું કહે છે.
પોતે પુરુષને ઓળખ્યા કે ગ્રહણ કર્યા ક્યારે કહેવાય? તો કે આત્માની પ્રાપ્તિ - સમ્યગુદર્શન થાય તો. જો આત્મપ્રાપ્તિ ન થાય તો સપુરુષને તેણે ઓળખ્યા જ નથી, ગ્રહણ કર્યા જ નથી અને તેનો આશ્રય ગ્રહણ કર્યો નથી અને આશય પણ સમજ્યા નથી. જ્ઞાનીને પણ સ્થિરતા પોતાની મેળાએ વધે નહીં, પોતે લીનતા કરવાનો પ્રયત્ન અંદર કરે છે તો થાય છે. પોતે કાંઈ જ કરે નહિ ને સ્વયં લીનતા થઈ જાય તેમ થતું નથી. - જ્ઞાનીની ભક્તિ કરજે એટલે તેમનો મહિમા કરજે, સતપુરુષની દશાનો મહિમાં આવતાં તને તારા આત્માનો મહિમા-માહાસ્ય આવવાનો અને આત્માને પ્રગટ કરવાનો અવસર પ્રાપ્ત થશે. જ્ઞાની પાસે જ્ઞાનની માગણી નહીં કરતાં, જ્ઞાનપ્રાપ્તિ માટેની પાત્રતા કેળવવાનો પ્રયત્ન કરવાનો છે. જેણે પોતાના આત્માની દશા પ્રગટ કરી છે અને આત્માની સાધના કરી છે, એવા ગુરુનું માહાભ્ય તારામાં નહિ આવે તો તને તારા આત્માનો મહિમા ક્યાંથી આવવાનો. જ્ઞાન મહિમાપૂર્વક તારા સ્વભાવ તરફ આવશે, નહીંતર નહિ આવે. ૫.કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજી લખે છે કે “જ્ઞાની પાસે જ્ઞાન માંગવા કરતાં ભક્તિ માંગજે.” કેમ કે તેનાથી તને તારા સ્વભાવનો મહિમા આવશે. ગુરુના સ્વભાવનો મહિમા આવતાં તું પોતે સહેજે અંતર્મુખ થઈ જશે. આ માટે તારે વિભાવમાં જે એકત્વ બુદ્ધિ છે, તન્મયતા છે તેને તોડવી પડશે.
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૪૮