________________
રાગથી છૂટાં પડતાં રાગ ચાલ્યો જાય છે અને શુદ્ધ પર્યાયો ચૈતન્યમાં પ્રગટે છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. દ્રવ્યનો જ આશ્રય લેવામાં આવે તો જ શુદ્ધાત્માની પર્યાયો પ્રગટે છે. માટે દૃષ્ટિ તો એક પૂર્ણદ્રવ્ય પર જ રાખવાની, પર્યાયો ઉપર કે ગુણો ઉપર દૃષ્ટિ રાખીને તેમાં રોકાવાનું નથી. દષ્ટિ પૂર્ણદ્રવ્ય પર હોય અને જ્ઞાનમાં એ હોય કે મારી પર્યાય હજુ અધૂરી છે. એમ હોય તો સાધકદશા પ્રગટે છે. ચૈતન્યના પુરુષાર્થની નબળાઈથી રાગ થઈ જાય છે, પણ રાગ મારાથી જુદો છે એ ખ્યાલ રહે તો પુરુષાર્થ ઉપડે છે અને એથી આનંદદશા,વીતરાગદશા અંતરમાં પ્રગટે છે.
ગજસુકુમાર મુનિરાજના માથે સગડી સળગી રહી હતી તે સમયે મુનિરાજનો ઉપયોગ આત્મામાં હતો. તેથી સગડી સગડીની જગ્યાએ રહી ગઈ અને ઉપયોગ સ્વાનુભૂતિમાં ચાલ્યો ગયો જેથી ક્ષપક શ્રેણી ચાલુ થઈ ગઈ અને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. ઉપયોગ ચૈતન્યમય થઈ ગયો તો શરીરમાં શું થાય છે તેનું ધ્યાન પણ રહેતું નથી. શરીર અને તેની વેદના ઉપર ધ્યાન નથી રહેતું. આમ થતાં લોકાલોકનું પૂર્ણ જ્ઞાન, પ્રકાશક જ્ઞાન થઈ રહ્યું. ચૈતન્યના અનંતગુણપર્યાયનું વેદન આવી ગયું. સંપૂર્ણ ચૈતન્યની સ્વાનુભૂતિનું પૂર્ણવેદન થઈ ગયું. - ઈબ્દોપદેશમાં કહ્યું છે કે જ્ઞાની જોતા હોવા છતાં જોતા નથી, ચાલતા હોવા છતાં ચાલતા નથી. તો શું વિકલ્પ આવવાથી પણ આમ જ રહે છે?
સમાધાનઃ જ્ઞાનીનો ઉપયોગ બહાર આવે તો પણ તેઓ જોતા હોવા છતાં જોતા નથી; કારણ કે જ્ઞાનીની દૃષ્ટિ તો ચૈતન્ય ઉપર જ રહે છે. બાહ્ય ઉપયોગ હોય તો પણ દષ્ટિ ચેતન પર જ હોય છે. જ્ઞાનીની દષ્ટિમાંથી પરની એકત્વબુદ્ધિ તૂટી ગઈ છે તેથી તે જોવા છતાં જ્ઞાની જોતા નથી અને ચાલવા છતાં ચાલતા નથી.
પ.. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ સૌભાગ્યભાઈને જણાવ્યું છે કે
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૪૯