________________
પોતાના મનથી કરેલી સ્વરૂપનો નિશ્ચય માનવા કરતાં જ્ઞાની કહે છે તે નિશ્ચય માનવામાં કલ્યાણ છે.' – આ વિષે વિચારણા કરીએ. - જ્ઞાનીએ યથાર્થ સ્વરૂપ સમજીને કરેલો નિશ્ચય યથાર્થ છે. આપણા મનથી કરેલો નિશ્ચય તેમાં ભૂલ હોય અને કલ્પિત પણ હોય અને આમ બરાબર લાગે છે, પણ જ્ઞાનીના કહેવાનો ભાવાર્થ શું છે, તેમનો આશય શું છે? જ્ઞાનીને શું કહેવું છે, એનું શું રહસ્ય છે તે વિચારીને, મેળવીને, પોતે નક્કી કરવું જોઈએ. પોતાની કલ્પનાએ નક્કી કરે તો ભૂલનો અવકાશ છે. પોતે સ્વચ્છેદથી નક્કી કરેલું છે. અનંતકાળથી માર્ગ અજાણ્યો છે, તું પોતે કાંઈ સમજતો નથી તેથી પોતાની જાતે નક્કી કરે કે આમ વસ્તુ છે, આ માર્ગ છે. આમ મુક્તિનો પંથ આવી રીતે છે એમ નક્કી કરે તેમાં ભૂલ થાય છે. જ્ઞાનીએ જે કહ્યું હોય એના રહસ્ય અને આશય સમજે તો તે યથાર્થ છે નહિ તો કલ્પિત છે. પોતાની મેળે કરેલા નિશ્ચયમાં ભૂલ થાય છે, જ્ઞાનીના નિશ્ચય ચાલવાથી કલ્યાણ છે.
પ.કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રમાં લખેલ છે કે “જ્ઞાની પુરુષ કરતાં જો જીવને પરિગ્રહ પ્રત્યે વધારે પ્રેમ છે તો ખરી રીતે તે આત્માને સમજવાને કે પામવાને લાયક નથી. આનો અર્થ શું?
જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા જ્ઞાની કરતાં પરિગ્રહ પ્રત્યે પ્રેમ એટલે બાહ્ય વસ્તુઓ પરની આસક્તિ, તેનો જ મહિમા લાગે અને જ્ઞાની પ્રત્યે મહિમા ન આવે તો તે જીવ ખરેખર લાયક-પાત્ર નથી. તેને પરિગ્રહ ભાવ, તેના પરની આસક્તિ ઓસરવી જોઈએ તો જ્ઞાનીનો તેને મહિમા આવે. જેને જ્ઞાન જોઈએ છે તેને જ્ઞાની અને જ્ઞાન બન્ને પ્રત્યે મહિમા આવવો જોઈએ. જ્ઞાની પ્રત્યે મહિમા એટલે પોતાના અંતરમાં આત્મા તરફનો મહિમા એવો અર્થ તેમાંથી નીકળે છે. બન્નેનો મેળ છે. જ્ઞાનનો મહિમા કરવાનો અર્થ તેને પોતાના આત્માની ઓળખાણ કરવી છે. અંતરમાં આત્માનું એનું ધ્યેય છે. નિર્વિકલ્પ દશાઃ તે માટે ભેદજ્ઞાનની ધારા પ્રગટ કરવી કે જે ભેદજ્ઞાનની
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૫૦