________________
ભગવાન આત્મા અપૂર્વ આનંદ સાથે જણાય છે. એને જ આત્માનો અનુભવ સ્વાનુભૂતિ કહેવાય છે. એ જ સમ્યગુદર્શન છે. સુખની શરૂઆત - ધર્મની શરૂઆત અહીંથી થાય છે. આત્માનુભૂતિ એ જ જૈન શાસન છે.
વસ્તુ વિચારતા થાવર્તે, મન પામે વિશ્રામ; રસ સ્વાદને સુખ ઊપજે; અનુભવ થાકો નામ; અનુભવ ચિંતામણિ રતન, અનુભવ છે રસકૂપ;
અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ. સમ્યગદર્શન કરવાની સૂક્ષ્મવિધિ બસ અંતર્મુહૂર્તઃ આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે “હે ભાઈ ! તું કોઈ પણ રીતે, મહાકષ્ટ પણ તત્ત્વોનો કુતૂહલી થઈ આ શરીરાદિ રૂપી દ્રવ્યનો એક અંતર્મુહૂર્ત પાડોશી થઈ આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિક રૂપી પુદ્ગલ દ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે. અહીં એમ કહેવા માંગે છે કે – આ શરીરાદિ શબ્દ વાપર્યો છે એટલે બધા રૂપી દ્રવ્ય, નોકર્મ, આ દ્રવ્યકર્મથી એક મુહૂર્ત માટે પાડોશી થઈ અનુભવ કર. આ ચૂળ ભેદજ્ઞાન કહેવાય.
દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ આદિ પુણ્યના પરિણામ પણ રૂપી છે - પરના લક્ષે થતા બધા વિકારી ભાવ પણ રૂપી છે. આ બધા રૂપી દ્રવ્યોનો પાડોશી થા, સ્વામી નહિ. એ તારામાં નથી અને તું એનામાં નથી. એક જાણનાર જ્ઞાયક સ્વભાવ તરફ ઝૂકી જા! તેથી તને રાગ અને શરીરાદિથી જુદો ચૈતન્ય ભગવાન આત્મા દેખાશે. રાગ અને પુણ્યને તું વેદે છે એ તો અજીવનો અનુભવ છે. રાગમાં ચૈતન્યરૂપ જ્ઞાન જ્યોતિ નથી. આમ કરતાં ભગવાન - આત્મા તને જણાશે. આ અનુભવ એ જ સમ્યગદર્શન છે.
વળી ભેદજ્ઞાન માટે “આત્માનાં છ પદ પણ ખૂબ જ ઉપયોગી છે અને એના ચિંતન દ્વારા આત્માનુભવ અર્થાત્ સમ્યક્દર્શન પ્રગટ થાય છે (એમ શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે).
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૮૦ %