________________
ત્યાગ-કંદમૂળ અને રાત્રિભોજનનો ત્યાગ...
(૪) ભેદજ્ઞાન ઃ સર્વ પ્રવચનનો સાર ભેદવિજ્ઞાન છે. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે અને સમ્યગ્દર્શન ભેદજ્ઞાન દ્વારા થાય છે. જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે. જે કોઈ બંધાયા છે તે તેના અભાવથી બંધાયા છે. આ ભેદજ્ઞાન અવિચ્છિન્ન ધારાવાહી જ્ઞાનથી ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન-જ્ઞાનમાં ઠરી જાય. શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ ભેદજ્ઞાનથી થાય છે. જીવ જ્યારે ભેદજ્ઞાન દ્વારા આત્મા અને કર્મને યથાર્થપણે જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે. શુદ્ધ આત્માના અનુભવથી આસવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદજ્ઞાનને ભાવવાનો ઉપદેશ કરવામાં આવે છે. શાબ્દિક જ્ઞાનથી ભેદજ્ઞાન થાય છે અને ભેદજ્ઞાનથી આત્મજ્ઞાન આવિર્ભાવ પામે છે. ભેદજ્ઞાન માટે : (૧) ‘જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન’ - પદની વિચારણા કરવી.
(૨) છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ - એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ - શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ -
(૫) સ્વાનુભૂતિ : સ્વ એટલે આત્મા. આત્માનો અનુભવ એ જ સ્વાનુભૂતિ. વર્તમાન જ્ઞાનની પર્યાય પરનો પક્ષ છોડી, નિજ આત્માનો પક્ષ લઈ, તેની રુચિ, પ્રતીતિને લક્ષ કરે છે અને તેમાં એકાગ્ર થાય છે તો પ્રતિ સમયે સમયે જ્ઞાનની પર્યાય શુદ્ધાત્માના આશ્રયથી શુદ્ધ થતી જાય છે અને જો આવી ભેદજ્ઞાનની ધારા (ધારાવહી) બે ઘડી (અંતર્મુહૂર્ત ચાલે તો તે) જ્ઞાનની પર્યાય દક્ષ થઈ શુદ્ધ થઈ જાય છે અને એ શુદ્ધજ્ઞાનની પર્યાયમાં
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૭૯ ૪