________________
જીવ-અજીવ, પુણ્ય-પાપ, આસ્રવ-સંવર, નિર્જરા-બંધ અને મોક્ષનું જેવું સ્વરૂપ છે તેવું કહેનારાં જે શાસ્ત્રો છે તે પ્રત્યક્ષ સગુરુનો યોગ-મેળાપ ન હોય ત્યારે લાયક જીવને આધારરૂપ છે. ચારે અનુયોગદ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને ધર્મકથાનુયોગ એ સશાસ્ત્ર છે. આ ચારે અનુયોગના કહ્યા પ્રમાણે વર્તવાથી “વીતરાગતા પ્રાપ્ત થાય છે.
મોક્ષમાર્ગ શું છે? તે વિષે શ્રીમદ્ રાજચંદ્રજીએ લખેલ પદ “મૂળ મરગ સાંભળો જિનનો રેટમાં સ્પષ્ટતા કરી છે. ઉપરાંત “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે.'
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય - ૨ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત - ૩૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ - ૧૧૭ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર - (પ. ૫૪) સમ્યગુદર્શન એ ધર્મનું મૂળ છે; ખરેખર ચારિત્ર એ જ ધર્મ છે.
સમ્યગુદર્શન પ્રગટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા (૧) પાત્રતા, (૨) સત્સંગ અને સ્વાધ્યાય (૩) યથાર્થ નિર્ણય (૪) ભેદજ્ઞાન (૫) સ્વાનુભૂતિ. ' (૧) પાત્રતા :
મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; ' કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર -
|
આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૭૭ ૭૬