________________
માટે પર્યાયદષ્ટિનો ત્યાગ કરી ત્વરાથી સંયોગાતીત, વિકલ્પશૂન્ય, સહજ આનંદમય ધ્રુવ ચૈતન્ય સ્વભાવનો આશ્રય લઈ પરમ શાંતિ પ્રાપ્ત કરીએ. (૩૭) સ્વકો શેય બનાતે ચલો, સમતા ભાવ બઢાતે ચલો; .
માર્ગ મેં આવે સંકલ્પ વિકલ્પ, સબકો હી પર મેં ખપાતે ચલો. સ્વ-આત્મદ્રવ્યને શેયરૂપ બનાવી “સમતાને વધારતા રહેવું અને તેમ કરવા જતાં માર્ગમાં સંકલ્પ-વિકલ્પ આવે તો બધા જ પર છે તેમ ગણી તેનાથી પર રહી આગળ વધતા રહો. અહો! આપણા શુદ્ધ તત્ત્વની પ્રતીતિ થવાથી (૧) મિથ્યાત્વઃ અનંતાનુબંધી કષાયોનો નાશ થઈ જાય છે. (૨) તેને લગતી આકુળતા અને કર્મોનો અભાવ થઈ જાય છે. (૩) અસ્થિરતાજન્ય - અલ્પ કષાયોમાં પણ તીવ્રતા નથી રહેતી અર્થાત્ તે કપાયેલા વૃક્ષની હરિયાળીની જેમ નાશ પામી જાય છે. નિરંતર સ્વાનુભૂતિ માટે પુરુષાર્થી રહેવું અને અન્ય બધી બાહ્ય વ્યવસ્થા સ્થિતિને બનવાવાળી માનીને પર્યાયદષ્ટિમાંથી પાછા ફરી સ્વતંત્ર સુવિચાર ધારા વડે નિશ્ચિત બની જાઓ અને તીવ્રભ્રમણનો અભાવ કરવા માટે સાવધાન અને જાગૃત રહી નિજભાવમાં દષ્ટિ હમેશાં રાખી વર્તો.
(૩૮) હે આત્મન્ ! તું વિચાર તો કર કે અનંત વૈભવનો સ્વામી થઈને કેમ પરના વિકલ્પ કરે છે? માટે સ્વભાવના મહિનામાં એટલો તૃપ્ત થઈ જા કે વિકલ્પનો અવકાશ જ ન રહે. જ્ઞાનીજનોનો એ સંદેશ
સ્મરણમાં રાખવા યોગ્ય છે કે, બાહ્ય તરફની દૃષ્ટિ તોડી દે. જો બાહ્યમાં જોવું જ છે તો પરમાત્માને જો અને અંતરમાં આત્મા તરફ જ દૃષ્ટિ કર. જ્ઞાન સ્વભાવની દૃષ્ટિથી આનંદિત રહેવું. સ્વભાવની અનંતશક્તિનો વિચાર કરીશ તો દુર્બળતા નહીં આવે. તું અબદ્ધ, પૃષ્ટ, અવિશેષ, અસંયુક્ત આત્માનો આશ્રય કરી લે તો તેથી બધા વિષયોના વિકલ્પો સ્વભાવના અનુભવમાં નાશ પામી જાય. (૩૯) જેમ ચંદનનો ઉપયોગ કરવાથી બાહ્ય શરીરની બળતરા
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૧૬ %