________________
તે પૂરું થઈ જશે તેની ખબર પણ નહીં પડે. તેથી જ ચક્રવર્તીઓ, તીર્થકરો આ સંસાર છોડીને મુનિદશા અંગીકાર કરે છે. ખરું સુખ અને આનંદ આત્મામાં છે. બહારમાં ક્યારે શું બનશે તે ખબર પડતી નથી. આપણો આત્મા આપણી પાસે જ છે, એનું રટણ કર્યા કરવું. આપણો આત્મા જ અનંત શક્તિનો ભંડાર છે, તેને યાદ કરવો. અનંતસુખથી પરિપૂર્ણ છે તેનું રટણ કર્યા કરવું.
દરેક પ્રસંગમાં શાંતિ રાખવી તે સુખદાયક છે. બીજો કોઈ ઉપાય નથી. આયુષ્ય જે રીતે પૂરું થવાનું હોય તે રીતે થાય છે તેને ભૂલ્યા વગર, છૂટકો જ નથી. વહેલું કે મોડું ભૂલવાનું છે, તો પહેલેથી જ શાંતિ રાખવી. આર્તધ્યાન કરવાથી કાંઈ લાભ નથી. નુકસાન જ છે. જ્યાં કોઈ ઉપાય ન હોય ત્યાં શાંત રહેવું એ જ હિતાવહ છે. દુઃખના સમયે દેવ-શાસ્ત્ર-ગુરુ યાદ આવે તે સારું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે દુઃખના પ્રસંગે તારા આત્માના જે જે સારા પ્રસંગો બન્યા હોય તે યાદ કરવા, વળી આ વાત યાદ રાખવી. બંધ સમય જીવ ચેતિયે, ઉદય સમય શા ઉચાટ.' અર્થાતુ બંધ થવાના પ્રસંગે ચેતી જજે,વળી ઉદય આવે ત્યારે ઉચાટ કરવા નકામા છે. તે પૂર્વે એવા બંધ બાંધ્યા હતા તેનો આ ઉદય છે. કર્મ ઉદયમાં આવ્યા પછી તેનો ખેદ કરવો તે નકામો છે. જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યા ત્યાં સુધી તું “સમતા' ભાવમાં રહીશ તો ઉદય આવતા અશુભકર્મો નબળા બની ઉદયમાં આવશે અને વધારે મુશ્કેલીરૂપ નહીં બને. ભવિષ્ય તારે કેવું જોઈએ છે તેની તૈયારી તું અત્યારે, અહીં જ કરી શકે તેવી વાત છે. તેમાં તું સ્વતંત્ર છે. એટલે કે પરિણામ કરવા માટે તું સ્વતંત્ર છે, પણ ઉદય આવે પછી તેમાં ફેરફાર કરી શકે તેમ નથી. આતમરામ અવિનાશી આવ્યો એકલો, જ્ઞાન અને દર્શન છે તેનું રૂપ જો; બહિર્ભાવો સ્પર્શ કરે નહિ આત્માને, ખરેખરો તે જ્ઞાયકવીર ગણાય જો.
આતમવીર અવિનાશી છે, એકલો જ આવ્યો અને એકલો જવાનો
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૬૩