________________
શાસ્ત્ર-ગુરુ, ધર્માયતન, જ્ઞાનીઓની વિરાધના ન થાય એમ લક્ષ રાખવું. માત્ર સંસારનાં સ્થૂળ દુઃખોનો વિચાર કરીને નિરાશાને અંદર દાખલ ન થવા દો. શુદ્ધાત્માની પોતાના માહાભ્યમાં મગ્નતા એ જ ઉદાસીનતા છે. પોતાનું કાર્ય કોઈ બાહ્ય નિમિત્તને આધીન નથી એવો વિચાર કરી સ્વાધીન પુરુષાર્થ કરતા રહી નિજ લક્ષ્યને પ્રાપ્ત કરવાનું છે.
(૧૦૧) હે ધર્માનુરાગી આત્મન ! આત્મ અનુભવ જ મુક્તિનું પ્રથમ પગથિયું છે. આ સુખનો પ્રથમ તથા પ્રમુખ ઉપાય છે. તેથી કલ્યાણ અર્થી થઈને આત્મ અનુભવનો પુરુષાર્થ કરવો તે શ્રેયસ્કર છે. તત્ત્વનિર્ણય વગર સ્વ-પર હિત-અહિતનું ભેદજ્ઞાન થતું નથી તેમજ ભેદજ્ઞાન વગર ઉપયોગ બહારમાં ભમ્યા કરે છે અને વિકલ્પ જાળમાં ફસાઈને નિરંતર ખેદ કરતો રહે છે. તેથી ઉપયોગને અંતરમુખ કરવા માટે પ્રયોજનભૂત તત્ત્વોનો આગમ તથા યુક્તિથી બરાબર નિર્ણય કરવાનું રાખો.
ઇચ્છાઓ-તૃષ્ણાને વધતી અટકાવવાનો જાગૃતપણે પ્રયાસ કરતા રહેવું. અર્થાત્ પોતાના લક્ષ તરફ આગળ વધવા પુરુષાર્થ કરતા રહેવાનું છે. પોતાના ઉદયે આવી રહેલાં કર્મો અનુસાર જે મળે તેમાં સંતોષ ધારણ કરી સ્વરૂપમાં સ્થિર થવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. આપણું સારું કે ખરાબ પોતાનાં પરિણામો પર આધારિત છે, તેથી બીજાઓનો દોષ જોવો નહીં, પણ તેવી પરિસ્થિતિ ફરી ઊભી ન થાય તેમ પુરુષાર્થ કરતા રહેવાનું છે. તત્ત્વારાધના બોજારૂપ સમજવી નહીં, તેમાં પોતાનું હિત સમાયેલું છે, તેમ સમજી હમેશાં જાગૃત રહેવાનું છે.
કુસંગનો પરિહાર કરવો, કારણ કે કુસંગથી ભાવો મલિન થતા રહે છે તથા ખરાબવૃત્તિઓ ઊભી થાય છે. સારો સંગ ન મળે તો એકલા જ રહેવું પરંતું ખોટા સંગથી બચતા રહેવાનું છે. પોતાનું હિત થાય અને ધર્મ પરિણમે એવી વૃત્તિ રાખીને રહેવાનું. એ યાદ રાખવાનું કે બહારમાં દોડવાથી
આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૩૯ %