________________
જન્મ આપનારી આત્માની સહેલી છે. આ પ્રગટ થવાથી ચારિત્ર પરિણામ સહજ પણે અંતરંગમાં પ્રગટ થઈ જાય છે. મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે સભ્યસમજણ અને ધ્યાન એ જ બે અંગ મુખ્યપણે છે. બાકીનાં બધાં સાધનો જ્ઞાન-ધ્યાનની નિર્વિઘ્ન સિદ્ધિ અને વૃદ્ધિ માટે છે.,જ્ઞાનને પર તરફથી પાછું વાળી નિજમાં, અખંડ પ૨મ પારિણામિક જ્ઞાયક સ્વભાવમાં જોડી દેવાથી કલ્યાણ સહજ થઈ જાય છે.
(૯૪) નિમિત્તાધીન દૃષ્ટિને કારણે જ આ જીવ સંસારમાં ભ્રમણ કરી રહ્યોં છે. કાર્યમાં નિમિત્ત હોય છે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી; તેની હાજરીથી કાર્ય થાય છે. તે ઉપાદાન શક્તિને કારણે થાય છે. નિમિત્તની મુખ્યતા ન થઈ જવી જોઈએ. નિમિત્તની હાજરીમાં ઉપાદાનની મહત્તા સમજવી જરૂરી છે.
કર્મબંધન, રાગાદિ સંસારનું કારણ હોવા છતાં જ્ઞાની કહે છે કે આત્માને ઓળખ્યા વિના જ સંસારમાં દુઃખ ભોગવવું પડે છે. જેને સ્વભાવનું માહાત્મ્ય સમજમાં આવે છે તે તો ત્વરાથી મોક્ષમાર્ગમાં આગળ વધી જાય છે. જેને પાપના ઉદયની ચિંતા નથી, પુણ્યના ઉદયની અભિલાષા નથી; તેણે આસ્રવથી ભિન્ન આત્મ અનુભવમાં દૃષ્ટિ આપી છે, તેથી તેનાં પરિણામ બગડતાં નથી. માટે નિરંતર પોતાનાં પરિણામોને ઉજ્જવળ બનાવતા રહેવું.
(૯૫) જ્ઞાનીને શાયક સ્વભાવની સન્મુખતા પ્રગટેલી છે, તેથી હવે તેમને પ્રમાદ થતો નથી. સમ્યક્ દૃષ્ટિના બળથી સ્વભાવમાં સ્થિર રહેવાનો પુરુષાર્થ ચાલતો રહે છે. પર્યાયની ક્રમબદ્ધતાની પ્રતીતિ થવાથી તેને કોઈ પણ પરિસ્થિતિમાં અધીરતા, ઉતાવળાપણું, ગભરાહટ થતી નથી. સાધક નિરંતર પુરુષાર્થવંત રહીને આકુળતારહિત, નિજસ્વભાવની સાધના કરતો રહીને સ્વ-સ્વભાવને પ્રાપ્ત કરતો રહે છે. સ્વાનુભૂતિ વગર સંસારનું પરિભ્રમણ કિંચિતમાત્ર પણ ઓછું થવાનું નથી માટે તે અર્થે સમ્યક્ પુરુષાર્થ આદરવો જોઈએ.
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૩૬ બ