________________
(૯૧) સહજાનંદ સરોવરમાં સહજપણે આનંદ કરતા રહીએ. અજ્ઞાની ઇષ્ટ સંયોગોમાં પણ દુઃખી રહે છે અને આત્મજ્ઞાની તીવ્ર પાપોદયજનિત નરકની વેદનાની પ્રતિકૂળતામાં પણ સુખી રહી શકે છે. આ રત્નત્રય પ્રાપ્તિનો જ મહિમા છે. અજ્ઞાની સમતારૂપ ધર્મ આચરવામાં સમર્થ થતો નથી. પણ ધર્મના નામે મિથ્યાત્વ, રાગાદિનું જ આચરણ કરે છે. સમતાને બદલે મમતામાં જ ફસાયેલો રહે છે. પરંતુ જયારે તે અજ્ઞાની તત્ત્વજ્ઞાન અને ધર્મધ્યાનરૂપ અગ્નિ પ્રગટાવી સ્વમાં પરિપક્વ બની જાય છે ત્યારે તે જ પ્રત્યેક પરિસ્થિતિમાં સમભાવી બની પોતાના દુર્ભાવો અને દુષ્કર્મોનો સહજપણે નાશ કરી નાખે છે.
બધાથી કષ્ટદાયક મિથ્યા વિકલ્પો છે, પણ તે અજ્ઞાન હોય ત્યાં સુધી ટકી શકે છે. જેવો સમ્યમ્ જ્ઞાનરૂપ સૂર્ય ઉદય પામે છે તે સમયે સ્વયં વિલીન થઈ જાય છે. ત્યાં મુક્તિમાર્ગ સ્પષ્ટપણે સહજ રીતે અંતરમાં જણાય છે અને તેના આધારે મુક્તિ સહજ પ્રાપ્ત થઈ જાય છે તથા ચિંતારહિત બની જવાય છે. જૈનદર્શન સમ્યક શ્રદ્ધાપૂર્વક વિકલ્પને તોડવાના ઉપાયને જ પુરુષાર્થ કહે છે. બંધથી અબંધની તરફ જવું એ જ પુરુષાર્થ છે.
(૯૨) હે આત્મન્ ! પરપદાર્થોમાં રાગ-દ્વેષ, મોહ અર્થાત્ મોહ કરીને વ્યર્થ ભટકી રહ્યો છે. વળી મોહથી સ્વયંને પણ લાભ થતો નથી અને પરને પણ લાભ થતો નથી. તેથી અત્યંત વ્યર્થ મોહને છોડીને જ્ઞાનામૃતનો સ્વાદ લઈ, સ્વમાં સ્થિર થઈ સુખી બનવાનો જ પુરુષાર્થ કરી લેવો જ હિતકારી છે.
(૯૩) દેવ તથા ગુરુઓનો સમાગમ તો સદાકાળ જેને રહે છે તે જીવ ધન્ય અને ભાગ્યશાળી છે. પણ આપણને ગુરુઓનો સમાગમ તથા સત્શાસ્ત્રનો યોગ મળ્યો છે તેનો ઉપયોગ કરી યથાર્થ તત્ત્વજ્ઞાન પ્રગટ કરી સંસારભાવ પ્રત્યે ઉદાસીનતા પ્રગટાવી લેવાની છે, તે અધ્યાત્મને
આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૩૫