________________
છે તે અધિક ને અધિક દુઃખી જ થાય છે.
(૫૧) સંક્લેશ પરિણામ કરવો તે નવા દુઃખોને નિમંત્રણ આપવા બરાબર છે. વસ્તુતઃ અંતરમાં જ સુખ છે, બાહ્યમાં દુઃખ જ છે. હું વિકલ્પ કરું તેથી બાહ્ય વ્યવસ્થા થતી નથી, અર્થાત્ મારામાં અવ્યવસ્થા છે જ નહીં. તે પરિણામોને ધિક્કાર છે, જે સ્વરૂપથી બહાર નીકળે છે. અહો ! હું વ્યર્થ જ આકુળ-વ્યાકળ થાઉં છું. હું તો સ્વયં સહજ સુખસ્વરૂપ છું. બાહ્યમાં ભટકવાથી શાંતિ મળતી નથી. તેને માટે મારે અંદરમાં રમણતાની સ્થિતિ કરવાની છે.
(પર) છઘસ્થનો ઉપયોગ એક સમયમાં એકમાં જ લાગે છે. તેથી જેટલો સમય પર-પદાથની તરફ ઉપયોગ જાય છે તેટલો સમય પોતાના અતીન્દ્રિય આનંદથી પર રહે છે, જુદો, ભિન્ન રહે છે. પર સન્મુખ ઉપયોગથી સ્વની વિરાધના તેમજ ઘાત કરવો તે છે. પ્રાણીમાત્ર પ્રતિ મને મૈત્રીભાવ રહે, દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવ રહે અને વિપરીત ધર્મવાળા વિરુદ્ધ જીવો પ્રત્યે માધ્યસ્થભાવ સતત રહે તથા નિરંતર હું સમસ્ત પરભાવોથી ભિન્ન, પરમ પારિણામિક અક્ષય ચિન્માત્ર અનંત શક્તિથી સદાપૂર્ણ, નિજ સ્વભાવ મારી દષ્ટિનો વિષય રહે અને તેનું વિસ્મરણ કોઈ પણ સ્થિતિમાં ન થાય.
(૫૩) ભૂમિકા અનુસાર યથાયોગ્ય વ્યવહાર જ્ઞાનીઓનો અવશ્ય હોય છે, પરંતુ તે વ્યવહારમાં તેમને ઉપાદેયબુદ્ધિ ક્યારેય હોતી નથી. હે આત્માનું! ધર્મમાર્ગની આરાધના કરતાં કરતાં જો તું અહંકાર, લોભ, ક્રોધ, હાસ્યાદિ કષાયોનું પોષણ કરતો રહીશ તો કષાયોનો અભાવ કેમ થશે? તેથી જગતના ખોટા સંકલ્પોમાં ફસાયા વગર શીધ્રપણે પોતાના ગંતવ્યને દૃષ્ટિમાં રાખીને લક્ષ તરફ આગળ વધવું જરૂરી છે.
(૫૪) જેટલા જીવો સુખી થયા છે, તે બધા રાગ-દ્વેષનો અભાવ કરીને જ થયા છે, નહીં કે રાગ-દ્વેષની પૂર્તિ કરીને તથા રાગ-દ્વેષનો
- આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૨૧