________________
તે કમજોરી કહેવાય; પરંતુ વિકલ્પોને ઉપાદેય માનીને તે પ્રકારે પ્રવર્તવું મિથ્યાત્વ જ છે. અરે ! વિકલ્પોના આદરમાં નિર્વિકલ્પ સ્વભાવનો અનાદર વર્તે છે, તેથી તે આત્મન્ ! પરમાં કર્તુત્વ.માનવું તે ભૂલ છે. વ્યવહારથી પણ તારું એકમાત્ર કર્તવ્ય સ્વાનુભવનો પુરુષાર્થ કરવો તે જ છે. ન ઇચ્છવા છતાં થઈ જવાવાળા રાગાદિકથી પણ ભેદજ્ઞાન કરતા રહી પ્રતિસમય સ્વયંને બધા પરભાવોથી નિરપેક્ષ, સ્વતંત્ર, સહજાનંદમય, તેનાથી પ્રભાવિત ન થનાર, પૂર્ણ જોવો તે જ સમ્યક્દષ્ટિ છે. હે આત્મન્ ! તારે માટે પરનો સંપર્ક કરવો એ જ દુઃખનું કારણ છે. ગુણગ્રાહી બનવાનું છે. જ્ઞાનીઓના વીતરાગ તથા જ્ઞાન માત્ર ગ્રહણ કરવા યોગ્ય છે અને નિરંતર મુક્તિ તરફ આગળ વધવા માટે પુરુષાર્થ રહેવાનું છે.
(૮૦) અહો! વિશ્વનો પ્રત્યેક પદાર્થ સ્વયંમાં પૂર્ણપણે સ્વાધીન છે. જેટલા પણ જ્ઞાની સુખી થયા છે, તે જૂઠી પરાશ્રયની બુદ્ધિને છોડીને થયા છે. આ સર્વજ્ઞ દ્વારા દર્શાવેલી વસ્તુના સહજ સ્વભાવભૂત મંગળમય સિદ્ધાંતને સમજીને થયા છે.
(૮૧) ઉપાધિઓથી જેટલા દૂર રહી શકાય તેટલા દૂર રહીને અધિકથી અધિક સ્વાનુભવ તેમજ તત્ત્વાભ્યાસ કરીને સંયમની આરાધના કરવાની છે અને આત્મશાંતિને પ્રાપ્ત કરવાની છે. આત્મહિતમાં પ્રમાદ કરવો યોગ્ય નથી. તત્ત્વજ્ઞાની બનવાનો પુરુષાર્થી જ બધી પરિસ્થિતિમાં સમતા તેમજ શાંતિમાં રહે છે.
(૮૨) સ્વયંને કલ્યાણરૂપ જ અનુભવ કરવાનો છે. સ્વરૂપનો વિચાર કરતાં જણાય છે કે જે જણાતા નથી એવા અનંત ગુણ પણ વસ્તુનું જ સ્વરૂપ છે. આત્માનું કોઈ લિંગ નથી. તે અતીન્દ્રિય આત્મા અતીન્દ્રિય જ્ઞાન વડે જ અનુભવમાં આવે છે. પરંતુ પ્રથમ તો તે સ્વરૂપને જ્ઞાની દ્વારા શ્રવણ કરીને નિર્ણય કરવાનો છે. તત્ત્વ-નિર્ણય સંજ્ઞી અવસ્થામાં
જ થાય છે.
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૩૦