________________
મારે માટે ઉપાદેય છે. તેથી હવે તો મારે પરમ ધીર, ગંભીર શાંત સ્વભાવનું જ અવલંબન લેવું યોગ્ય છે અને પર તરફ પર્યાયદષ્ટિથી જોવાનું બંધ કરી દેવું અને નિર્વિકલ્પ સ્વભાવમાં જ વિશ્રાંતિ લઈ બધા પ્રકારના દુર્વિકલ્પોથી હમેશાં દૂર રહી સ્વસ્થ-પોતાનામાં સ્થિર થઈ જવાનું છે.
(૪૨) સ્વ-સ્વરૂપની સાચી સમજણ જ એકમાત્ર “સ્વ'નો રક્ષક છે. સાધક માટે નિજ ચૈતન્યભાવ જ કલ્પવૃક્ષ સમાન છે. ચિંદ્રસ્વરૂપનો અનુભવ જ સાચું અમૃત છે. હે આત્મન્ ! શરીર અને ભોગો માટે સ્વસ્વરૂપની ઉપેક્ષા અનંતવાર કરી છે. જો તું એકવાર સ્વરૂપના આશ્રયપૂર્વક શરીર અને ભોગોની ઉપેક્ષા કરી દે તો સ્વયં સુખનો સાગર લહેરાતો તને જણાશે. પરની ચિંતા કરીને દુઃખી થતો રહ્યો હવે તો સ્વ'ના ચિંતન દ્વારા સ્વાનુભૂતિજન્ય આનંદ પ્રાપ્ત કરી લેવો તે જ યોગ્ય છે.
(૪૩) ઇષ્ટ-અનિષ્ટની માન્યતા એ. મોહનું કાર્ય છે. વાસ્તવિકપણે જ્ઞાની તે છે કે સહજપણે પરનો જ્ઞાતા રહે. જે કર્મ-નોકર્મના પરિણામ છે તે ન કરે, માત્ર જાણે - તે જ આત્મા જ્ઞાની છે. જ્ઞાનીને તો બધા પર ભાવ ઉપેક્ષા કરવા યોગ્ય છે. અર્થાત્ હું તો નિરપેક્ષ સુખ સ્વરૂપ છું. પરનું કાંઈ પણ કરવાનું સામર્થ્ય આત્મામાં નથી. પર્યાય પણ સ્વતંત્ર જ છે. તો તેથી મને શું નુકસાન થાય? વળી મારી સત્તા, પરના આશ્રયે રહેલી નથી. વાસ્તવમાં તો એક તણખલાના બે ટુકડા કરવાની શક્તિ આત્મામાં નથી, આ વાત પ્રત્યક્ષ અનુભવગમ્ય છે. ઉપાદાનની જાગૃતિ થતાં પર નિમિત્તો પણ પરેશાન કરી શકતાં નથી. વિષમ પરિસ્થિતિમાં તત્ત્વાભ્યાસ જ શાંતિ પ્રગટ કરવા માટેનો એક માત્ર ઉપાય છે.
(૪૪) પરની ઊલઝનોમાં ઊલઝીને પોતાનો સરળ માર્ગ દુર્લભ કરી નાખવો તે યોગ્ય નથી. અંતર્દષ્ટિ વડે પોતાનું કલ્યાણ જેમાં સમાયેલું છે એવા સ્વાનુભવનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. પં. બનારસીદાસ લખે છે કે અધ્યાત્મ
આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૧૮