________________
જ યોગ્ય છે. સ્વલક્ષ્મપૂર્વક તત્ત્વાભ્યાસમાં સાવધાન રહેતાં રહેતાં સ્વાનુભૂતિનો પુરુષાર્થ કરવાનો છે.
(૪) સ્વાનુભવ જ જીવન છે તથા સ્વભાવનું વિસ્મરણ મૃત્યુ છે એટલા માટે જ મિથ્યાદષ્ટિ જીવોને હાલતાં-ચાલતાં મડદાં કહ્યાં છે. તૃપ્તિનો સ્વરૂપમાં જ સંભવ છે. પરદષ્ટિમાં તો તૃષ્ણા જ મળવાની છે. પરાશ્રિત જીવનમાં ક્યારેય તૃપ્તિ પ્રાપ્ત થતી નથી. સ્વભાવથી તો સુખમય સ્થિતિ માટે આત્માને બીજા અન્ય કોઈની આવશ્યકતા જ નથી. સંયોગનો તો વિયોગ થવો નિશ્ચિત છે. વળી સંયોગ વખતે પણ સંયોગની અસર આત્મામાં હોતી જ નથી.
(૫) આ મનુષ્યભવમાં આધ્યાત્મિક ઉન્નતિના અવસર પ્રાપ્ત થયો છે તો પોતે પોતાને જ સમર્પણ કરવાથી સફળતા મળશે. પરિવાર સંબંધી મોહ છોડીને પોતાના પરમ ઇઝ વીતરાગદેવ, સશાસ્ત્ર-ધર્મ, સદ્દગુરુની સમ્યફ પ્રતીતિ સહિત માર્ગની આરાધના કરતા રહેવાનું છે.
(૬) પોતાના શુદ્ધાત્માનો આશ્રય કરવાથી સમસ્ત દોષોનો ક્ષય સહજ થઈ જાય છે તેથી સ્વ પર ભેદજ્ઞાનરૂપ આત્માનુભૂતિ જ સમસ્ત ધર્મનું મૂળ છે. આ દુર્લભ જીવનની એક એક ક્ષણ એકમાત્ર પોતાની પાછળ જ પસાર થાય, બીજું કાંઈ કરવા યોગ્ય લાગે જ નહીં ત્યારે આકુળતા-વ્યાકુળતા થવાનો અવકાશ જ રહેતો નથી. સહજ સ્થિતિમાં આનંદ જ ભરપૂર ભરેલો છે.
(૭) પરિગ્રહ પછી તે ચેતનનો હોય કે જડનો હોય તે દુઃખનું જ નિમિત્ત છે. પરિગ્રહથી સુખની કલ્પના કરવી મિથ્યા છે. સુખનો તો એક જ ઉપાય છે તે જ્ઞાનાનંદ સ્વભાવની આરાધના. અન્ય વિકલ્પો તો મોહનું જ સ્વરૂપ માનવું. અનર્થના બીજભૂત દુર્વિકલ્પોથી પર થવાનું છે. તત્ત્વભાવનાના બળ વડે પોતાનામાં પોતાની જ તૃપ્તિ તેમજ તે તૃપ્તિનો પુરુષાર્થ કરવાનો છે. સ્વાશ્રયથી જ સ્વાધીન સુખની પ્રાપ્તિ સહજ સંભવિત છે.
આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૨