Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 68
________________ આઘાત લાગે, પણ તેનો કોઈ ઉપાય નથી, વિચારને ફેરવ્યા વિના છૂટકો નથી. ગમે તેવા પ્રસંગોમાં પણ વૈરાગ્યમાં ઝંપલાવવું તે આત્માર્થીનું કર્તવ્ય છે. પોતાથી હિંમત રાખીને હું મારા પોતાથી જ છું, કોઈ કોઈને શરણ આપતું નથી એમ સમાધાન કરવા જેવું છે. “વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગરંગ, શું રાચિયે જ્યાં ક્ષણનો પ્રસંગ.” લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીનો ઝબકારો જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગિયાના રંગ જેવો છે. તેનો રંગ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડો કાળ રહી હાથમાંથી જતો રહે છે. આયુષ્ય પાણીનાં મોજાં જેવું છે, પાણીનો હિલોળો આવ્યો કે ગયો તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામ-ભોગ આકાશમાં ઉત્પન્ન થતા મેઘધનુષ્ય જેવા છે. જેમ મેઘધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરા વારમાં જતા રહે છે. ટૂંકમાં, હે જીવ! એ સઘળી વસ્તુઓનો સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય કે એ સઘળાં ચપળ અને વિનાશી છે. તું અખંડ અવિનાશી છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કરી લે. - તારો આત્મા કેવો છે? હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાન, દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે. હું તો જ્ઞાન-દર્શનથી ભરેલો શુદ્ધ અરૂપી આત્મા છું. તે સિવાયનું અન્ય તે કાંઈ મારું નથી. એક પરમાણુ માત્ર પણ મારું નથી તો તેમાં શા માટે રાચવું કે તેમાં રાગભાવ કરવો? ન જ કરવો. જ્ઞાયક આત્મા જેવો છે તેવા ભાવનું ભાન થવું જોઈએ કે આ જ આત્મજ્ઞાનનો પુરુષાર્થ જ ૬૫ %

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90