Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 69
________________ જ્ઞાયક આત્મા-પરથી જુદો છે એવી જાતનો અંદરથી ચૈતન્યના સ્વભાવનો ભાસ આવે તે ભાવ-ભાસન છે. માત્ર બહારનું જાણપણું તે હું નહિ, પરંતુ જે સ્વયં જાણનાર છે તે હું એમ તેનો ભાસ થવો જોઈએ. જાણનાર પોતે સ્વયંસિદ્ધ છે, ભાવભાસન થવાથી પોતે પોતાને ઓળખે એટલે પુરુષાર્થ કરવો સહેલો પડે છે. આ ભાવભાસન ગોખવારૂપે નથી, પણ જાણનારનો ભાવ ગ્રહણ થયેલો છે અને પુરુષાર્થ કરી રહ્યા છે તેને એમાં કોઈ વાર વિકલ્પરૂપે ને કોઈ વાર ભાવભાસનરૂપે પુરુષાર્થ ચાલ્યા કરતો હોય છે. - એ રીતે અભ્યાસ કરતાં કરતાં આગળ જાય છે, જ્ઞાયક-આત્માનું જોર વધતાં વધતાં વિકલ્પની આકુળતા ઓછી થાય ને જ્ઞાતામાં એકાગ્રતા વધતાં વિકલ્પ તૂટી એને નિર્વિકલ્પ દશા-સ્વાનુભૂતિ થાય છે અને સિદ્ધ દશાના સુખનો અંશ અનુભવથી આવે છે. , જ્ઞાનીને દ્રવ્યનું આલંબન ગ્રહણ કરવાથી પ્રતીતિ થઈ છે, માટે તે છૂટતી નથી. જ્ઞાયકની ધારા વર્યા જ કરે છે. આત્માની પ્રતીતિ ત્યારે જ કહેવાય કે જ્યારે આત્માની અંતરથી સમ્યગદર્શનરૂપે પ્રતીતિ આવે ને કાર્ય કરે. સમ્યગદર્શન થાય એટલે અવશ્ય તેને ચારિત્રદશા, વીતરાગદશા, ક્રમસર આવતી જાય છે. આ કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યાં સુધી ચાલુ રહે છે. તે પ્રકારનો પુરુષાર્થ ચાલુ રહે છે. નિર્વિકલ્પ થાય એટલે પરિણતિનું જોર વધતું રહે છે. અંતરમાં સ્વરૂપની ધારામાં લીનતા વધી જાય છે એટલે નિર્વિકલ્પતા આવે છે. જે સ્વરૂપાચરણ ચારિત્ર અમુક અંશે પ્રગટ થયું છે, તેમાં અંતર તરફની લીનતાનું જોર વધી જાય છે એટલે ઉપયોગ અંતર તરફ આવે છે. બહાર જતો અટકી ઉપયોગ સ્વરૂપમાં ઠરી જાય છે. શ્રદ્ધા-જ્ઞાનનું જોર છે, પણ લીનતાનું જોર વધી જાય છે એટલે ઉપયોગ અંદર જાય છે. આત્માની સન્મુખ થવું અને પ્રતીતિ થવી – આ બેમાં શું ફરક છે? સમાધાનઃ જે સહજ ભેદજ્ઞાનની ધારા પ્રગટી તેને પ્રતીતિ કહે છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી ૬૬ %

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90