Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 84
________________ છ પદનો સાર આ પ્રમાણે છેઃ “આત્મા છે', “આત્મા નિત્ય છે', આત્મા કર્મનો કર્તા છે.” “આત્મા કર્મનો ભોક્તા છે. તેથી તે નિવૃત્ત થઈ શકે છે અને નિવૃત્તિ થઈ શકવાના સાધન છે' - એ છ કારણો જે વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યગુદર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રીજિને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુજી વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં – જીવ અનાદિથી પોતાનું સ્વરૂપ જાણતો નહિ હોવાથી સમયે સમયે તે અનંત દુઃખ ભોગવે છે. તે દુઃખ ટાળીને અનંત સુખ કેમ પ્રાપ્ત થાય તે દર્શાવેલ છે. આ શાસ્ત્રમાં જે વિષયો લેવામાં આવ્યા છે તેમાંથી કેટલાક અહીં બતાવવાનો પ્રયત્ન કર્યો છે : ૧. આત્માનું સ્વરૂપ સમજયા વિના દુઃખ ટળે નહિ. તેથી તે સમજાવવા માટે આત્માનું વર્ણન આ પ્રમાણે જણાવ્યું છે તે (૧) સત્ (૨) ચૈતન્યમય (૩) સર્વાભાસ રહિત (૪) મોક્ષ સ્વરૂપ (૫) અનંત દર્શન-જ્ઞાનવાળો (૬) અવ્યાબાધ સ્વરૂપી (૭) શુદ્ધ (૮) બુદ્ધ (૯) ચૈતન્યઘન (૧૦) સ્વયંજ્યોતિ (૧૧) સુખધામ (૧૨) શુદ્ધ ચેતનારૂપ (૧૩) અજર-અમર (૧૪) અવિનાશી (૧૫) દેહાતીત સ્વરૂપ (૧૬) સિદ્ધસમ (૧૭) પરથી ભિન્ન (૧૮) દ્રવ્ય નિત્ય, પર્યાયે અનિત્ય (૧૯) નિજભાવનો કર્તા-ભોક્તા. આમ જે યથાર્થ સમજે તે સિદ્ધ થાય. આત્માનું સ્વરૂપ સમજવા જીવે શું છોડવું અને શું ગ્રહણ કરવું તે સંબંધ શું કહ્યું છે તે જોઈએ. વસ્તુની મર્યાદા એવી છે કે એક દ્રવ્ય, તેના ગુણ કે પર્યાય બીજા કોઈ દ્રવ્ય, ગુણ કે પર્યાયમાં પ્રવેશી શકે નહિ. આ અચલિત, અબાધિત વસ્તુ સ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય છે. તેથી જીવને પરદ્રવ્યનું ગ્રહણ કે ત્યાગ કદી છે જ નહિ. શુદ્ધતાનું ગ્રહણ અને વિકારનો ત્યાગ જીવથી થઈ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૭ ૮૧ %

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90