Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 87
________________ શુભભાવ છે. શુભભાવ ધર્મ નથી પણ તેનો છેદ અને શુદ્ધતા તે ધર્મ છે એમ નીચેની ગાથામાં કહ્યું છે. વિત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ (૧૦) વિનય બે પ્રકારે છે. ૧. વીતરાગી વિનય, ૨. સમ્યગુ દૃષ્ટિનો સરાગ વિનય. જે સદ્ગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન - ૧૯ આ ગાથામાં વીતરાગી વિનય બતાવ્યો છે. આ વિનયમાં વંદ્યવંદકભાવ હોતો નથી. બીજા પ્રકારનો વિનય ચોથાથી છઠ્ઠા ગુણ સ્થાનક સુધી હોય છે ત્યાર પછી હોતો નથી; કેમકે સાતમાં ગુણસ્થાને કે તેથી ઉપરની દશામાં વંદ્ય-વંદકભાવ હોતો નથી, કારણ કે ત્યાં ફક્ત અંતર્મુખપણે સ્થિતિ રહેલી છે તેથી તે થઈ શકે તેમ જ નથી. (૧૧) સ્વાધ્યાય કરનારને ભલામણ : શાસ્ત્રના ભાવ બરાબર સમજીને સ્વાધ્યાય કરવો. જો તેમ કરવામાં ન આવે તો અને માત્ર શબ્દો જ બોલી જવામાં આવે તો આત્માને ધર્મનો લાભ કેવી રીતે મળે? માટે ખાસ લક્ષમાં રાખવું અને સમજણ વધારતાં જવી એ જ કર્તવ્ય છે. *- -* આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૮૪ %

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90