Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 86
________________ ક્ષેત્રાવગાહ સંબંધે રહે છે એટલું જણાવવા તે ઉપચાર કરવામાં આવ્યો છે. (૭) સત્ય પુરુષાર્થ : જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્માર્થ - ૧૩૦ અર્થાત્ : ભવસ્થિતિ, કાળલબ્ધિ આદિનાં બહાનાં કાઢવાથી આત્મા છેદાય છે; માટે બહાનાં છોડી દઈ સત્ય પુરુષાર્થ કરવો. (૮) વ્યવહાર કરતાં નિશ્ચય થાય નહીં : નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. - ૧૩૨ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સર્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર - ૧૩૩ પણ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટશે એમ કેટલાક માને છે, તે માન્યતા ખોટી છે એમ ગાથા ૧૩૨માં બતાવવામાં આવ્યું છે અને નિશ્ચયવ્યવહા૨ બન્ને સાથે હોય છે. વળી ગચ્છમતની કલ્પના તે સર્વ્યવહાર નથી એમ ગાથા ૧૩૩માં કહ્યું. (૯) ભક્તિ અને પુણ્ય : સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિન સ્વરૂપ - ૧૨ ભક્તિ બે પ્રકારની છે - ૧. નિશ્ચય ભક્તિ, ૨. વ્યવહાર ભક્તિ. આ બન્ને ભક્તિ સમ્યગ્દષ્ટિને હોય છે. આત્મા તથા સન્દેવ, સદ્ગુરુ, સત્શાસ્ત્રનું સાચું સ્વરૂપ બરાબર ન સમજે તેને સાચી ભક્તિ હોય નહિ. એમ બતાવવા ‘સમજ્યા વણ ઉપકાર શો ?' એ પદથી જણાવ્યું છે. અજ્ઞાનીને ભક્તિ આભાસ - બાળભક્તિ હોય છે. વ્યવહારભક્તિ તે પુણ્યભાવ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૮૩ ૪

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90