Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 75
________________ અહીં એમ કહેવું છે કે – હું બધા દોષોથી ભરેલો છું એમ પોતાના દોષ જોનાર બીજા કોઈના દોષ જોતો નથી. જગતમાં હું અધમાધમ છું એમ પોતાના દોષ જોનાર સાધનામાં આગળ વધી જાય છે એમ કહેવાનો આશય જણાય છે. “અધમાધમ અધિકો પતિત પોતે થઈ ગયો નથી, પણ ભાવના એવી છે કે મારે બીજાના દોષો શા માટે જોવા? બીજા બધા દ્રવ્ય અપેક્ષાએ ગુણોથી ભરેલા છે તેમ જવાનો ભાવ છે. વળી પોતાના નાનામાં નાના દોષને પોતે મોટો જુએ છે અને બીજાના નાનામાં નાના ગુણને મોટા કરીને વિચારે છે. સાધનામાં આગળ વધનાર મુમુક્ષુની આવી રીત હોય છે. પર્યાય અપેક્ષાએ પોતાને આગળ વધવાનું છે અને દીન ભયો પ્રભુ પદ જપે, મુક્તિ કહાં સે હોય તે દ્રવ્યદૃષ્ટિની અપેક્ષા છે - બન્નેની સંધિ છે. પરમાં મહત્તા અને કુટુંબ પરિવારમાં મમતા થાય તો શું કરવું? સમાધાનઃ ઉદયભાવને અનુસરી પરમાં મહત્તા અને કુટુંબ પરિવારમાં મમતા થઈ જાય છે. આ ઉદયભાવમાં ભળી જવાનું ત્યાં સુધી બન્યા કરવાનું કે જ્યાં સુધી આત્માને મેળવવાની લગની અંદરથી ન લાગે. જો આત્માની લગની અંદર લાગે તો પરની મહત્તા અને મમતા તૂટે, માત્ર વિચારથી ન તૂટે. યથાર્થ પુરુષાર્થ દ્વારા ઉદય તરફનો રસ મંદ પડી જાય, બાહ્યનું કાંઈ પણ સારભૂત નથી, મારો આત્મા જ મારે માટે સારભૂત છે એવો નિશ્ચય અંદરથી થઈ જાય તો બાહ્યનો રસ તૂટી જાય અને તેથી વૈરાગ્ય જાગૃત થઈ જાય. વિચારણા સાથે વૈરાગ્ય ભળે તો બાહ્યનો રસ તૂટે. ઉદય આપણને પરાણે ઉદયભાવમાં જોડાવાનું કહેતો નથી. બહારની કોઈ વસ્તુ એમ કહેતી નથી કે તું મને સાંભળ, તું મને જો, તું મારો વિચાર કર. એમ કોઈ કહેતું નથી પણ પોતે જ પોતાના રાગથી તેમાં જોડાય છે. રાગમાં નિરસતા લાગે તો બાહ્યનો રસ તૂટી જાય. પણ માત્ર લૂખા વિચાર કરવાથી રસ ન તૂટે. જ્ઞાનીઓ જણાવે છે કે “જીવન આત્મામય બનાવી દેવું તો તે કઈ આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૭ર જ

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90