Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 76
________________ રીતે બનાવવું? સમાધાનઃ હા, જીવન આત્મામય બનાવી દેવું જોઈએ. આ જીવન બધું રાગમય-વિકલ્પમય છે તેને બદલે આત્મામય બનાવી દેવું જોઈએ. બસ, હું આત્મા છું, આ શરીર તે હું નથી, હું ચૈતન્યમૂર્તિ છું, ચૈતન્યનું સ્વરૂપ તે જ હું છું. એમ ચિંતન-મનન કરીને જીવન આત્મામય બનાવી દેવું. ડગલે ને પગલે આત્મા જ યાદ આવે એવું આત્મામય જ જીવન બનાવવું. આ બધું પરદ્રવ્ય છે તે કોઈ મારું નથી, મારો આત્મા જુદો છે, હું ચૈતન્યમય છું, પરને આશ્રિત વિચાર આવે તે બધા વિચાર નકામા છે, 'નિરર્થક છે. કાંઈ સારભૂત નથી, હું તો એક આત્મા છું એમ પહેલાં ભાવના કરે, પ્રયત્ન કરે. આમ કરતાં પરની એકત્વબુદ્ધિ તૂટી જાય, આ બધું બહાર દેખાય છે તે હું નથી, હું તો અંતરમાં કોઈ જુદું ચૈતન્ય દ્રવ્ય છું. આ ઉદયભાવ તે હું નથી, હું તો પારિણામિક ભાવે રહેનારો ચૈતન્ય સ્વરૂપ આત્મા છું - તે પારિણામિક ભાવ મારું સ્વરૂપ છે, આ ઉદયભાવ તે મારું સ્વરૂપ નથી - એમ આત્મામય જીવન બનાવવું. - આ એક કરવા જેવું છે : આકુળતામય શુભાશુભ ભાવથી ભિન્ન તારો નિરાકુળ જ્ઞાયક સ્વભાવ છે. તેને અનુભવવાનો પુરુષાર્થ કર. એક દ્રવ્ય બીજા દ્રવ્યને નિશ્ચયથી સ્પર્શે નહીં. દરેક પદાર્થની દરેક સમયની પર્યાય ક્રમબદ્ધ ભગવાનના જ્ઞાનમાં જણાઈ છે તેમ થાય. ઉપાદાન અને નિમિત્ત બંને સ્વતંત્ર છે. આ વાત સમજવામાં મહાપુરુષાર્થ રહેલો છે. આ બરાબર સમજાઈ જાય તો ભવભ્રમણનો અંત કરવામાં સફળતા મળશે. *- -* દુખ અને દુઃખનું સ્વરૂપ શારીરિક, માનસિક, અનંત પ્રકારનાં દુઃખોએ આકુળ-વ્યાકૂળ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ બહુ પ્રકારે ઇચ્છા હોવા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી. એવો પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થાય છે, પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૭૩

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90