Book Title: Aatmgnanno Purusharth Author(s): Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 81
________________ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય - નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ - (પત્રાંક : ૯૫૪) (૨) સત્સંગ - સ્વાધ્યાય : ‘શ્રીમદ્ રાજચંદ્ર’· વચનામૃતમાં ઠેર ઠેર આનું માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. તેમાંથી તે વિષે વિચારણા કરવ. (૩) યથાર્થ નિર્ણય : (૧) સનાતન વીતરાગ પરંપરા એ જ સર્વ છે. રત્નત્રયની એકતારૂપ મોક્ષમાર્ગ એક જ છે. ‘એક હોય ત્રણ કાળમ પરમારથનો પંથ' તેનો સ્વીકાર. (૨) એ મોક્ષમાર્ગના નિમિત્ત વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્ર છે. (૩) સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ. સુખ માટે ધર્મ તો તેને જ કહેવાય જેવો વીતરાગ સ્વભાવ છે; એવો વીતરાગ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થાય. જે ગુણો અનંત શક્તિરૂપે સ્વભાવમાં છે, તે જ પર્યાયમાં પ્રગટ થાય તેને ધર્મ કહેવામાં આવે છે. જે આત્મા આવા ધર્મરૂપે પરિણમી જાય તેને પરમાત્મા કહેવાય છે. (૪) આવા ધર્મની શરૂઆત માટે શ્રદ્ધામાં એમ લેવાનું છે કે હવે આ ભવમાં બીજું કાંઈ કરવા જેવું નથી. માત્ર એક ‘નિર્વિકલ્પ અનુભૂતિ’- જ કરવા જેવી છે. સુખનો આ જ ઉપાય છે. (૫) આવી નિર્વિકલ્પ દશા પ્રગટ થાય તે પહેલાં કયા વિકલ્પ હોય ? આ ૧. સંપૂર્ણ જીવન જ્ઞાયક આત્માની આરાધનામાં ગાળવું. ૨. તે માટે તત્ત્વનો યથાર્થ નિર્ણય – ‘હું જ્ઞાન, આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું’ અને જીવનના પ્રત્યેક સમયે ભેદજ્ઞાન ‘હું સર્વથા સર્વથી ભિન્ન છું' પ્રયોગાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવાથી. ૩. તે માટે નિયમિત અભ્યાસનો મહાવરો – વીતરાગી પરમાગમોનો અભ્યાસ, સત્સંગ, સ્વાધ્યાય કરવાથી. ૪. બાકીના સમયમાં દેવ-ગુરુ-શાસ્ત્રની આરાધના. ૫. સંપૂર્ણ જીવન સ્વભાવને અનુરૂપ સંયમિત, અન્યાય, અનીતિ, અભક્ષ્યનો ત્યાગ. સાત વ્યસન – જુગાર, માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરસ્ત્રીનો - આત્મજ્ઞાનનો પુરુષાર્થ ∞ ૭૮ ૪Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90