Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 74
________________ મારા માટે સર્વસ્વ છે એમ માને છે અને તેને બીજા મુમુક્ષુ જીવો પ્રત્યે દાસત્વપણું એટલે કે ગુણગ્રાહી દષ્ટિ થઈ જાય છે. તે કોઈના દોષ જોતો નથી, પણ તેને બધાનું દાસત્વ છે અર્થાત્ કોઈથી હું ઊંચો છું એવી દૃષ્ટિ નથી, પરંતુ નમ્રતાના ભાવ આવી જાય છે. દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધ ભગવાન જેવો છું, પણ પર્યાયમાં પામર છું. એવી જાતની નમ્રતા અંતરમાં આવી જાય છે. આ દાસત્વ છે. પર્યાય અપેક્ષાએ હું પામર છું, મારી પર્યાયમાં ઘણી અધૂરાશ છે. મારે ઘણું કરવાનું છે એવી નમ્રતા હોય, પણ મેં આ કરી લીધું ને મારામાં આ છે એવું અહપણું ન હોય. આ આત્માર્થીનું લક્ષણ છે. *- -* જીવે જગતને રૂડું દેખાડવા પ્રયત્ન કર્યો, પણ પોતે રૂડો થયો નહિ એમ શ્રીમદ્જીએ કહ્યું છે. તારે તો તારા ઉપાદાનને આત્મ સન્મુખ કરવાનું છે. દ્રવ્યના પરિણામિક ભાવોને પ્રગટ કરવાના છે. આવી જ વાત પત્રાંક પ૩૯ (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત)માં આ પ્રમાણે કહી છે : “સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે અને નિજને વિષે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમશ્રેય છે અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કાંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાગદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.” અધમા અધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૭૧ %

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90