Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 72
________________ મળે એવી રુચિ અને ભાવના પ્રગટ કરવી તે લાભનું કારણ છે, તે પોતાનું ઉપાદાન પ્રગટ કરવાનું કારણ બને છે. અભ્યાસ અને વૈરાગ્યથી ચંચળ મનને કાબૂમાં લઈ શકાય છે. પ્રથમ જે કઠણ લાગે છે તે જ મહાવરાથી અને દીર્ઘ પુરુષાર્થથી આખરે સિદ્ધ થાય છે. અભ્યાસ એટલે કોઈ પણ વાત પુનઃ પુનઃ કરવી અને વૈરાગ્ય એટલે રાગ અથવા પ્રીતિનો અભાવ અર્થાત્ નિરિશ્માપણું. યોગઃ ચિત્તવૃત્તિ નિરોધ - ચિત્તની બાહ્ય વૃત્તિનો વિરોધ કરવો તેનું નામ યોગ. આધ્યાત્મિક સાધના). ‘અભ્યાસ વૈરાગ્યાભ્યાં તનિરોધઃ' – અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. શ્રદ્ધાઃ કોઈ પણ માર્ગે જવા માટે, કોઈ પણ કાર્ય કરવા માટે શ્રદ્ધા બળ આપે છે. શ્રદ્ધા વિના આપણે કાર્ય કરવા માટે નબળા બની જઈએ છીએ અને જે માર્ગને આપણે અનુસરવાનું નક્કી કર્યું હોય તેનો ઉત્સાહ ઓસરી જાય છે. સમ્યગૃષ્ટિને પોતાની ભૂમિકા પ્રમાણે અંદરની શુદ્ધિ વધતી જાય છે. ભેદજ્ઞાન થઈ ગયું છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે. અનંતાનુબંધી કષાય તૂટી ગયા છે અને શુદ્ધિ વધતી જાય છે, તેને ચૈતન્યનો આશ્રય ચોવીસે કલાક હોય છે. ઉપયોગ બહાર જાય તો પણ તેની દોરી પોતે સ્વરૂપમાં ખેંચતો રહે છે. જેમ પતંગની દોરી હાથમાં હોય છે તેથી વારંવાર પોતાની તરફ ખેંચી શકાય છે, તેમ ઉપયોગની દોરીને પોતાની તરફ ખેંચતો રહે છે. સ્વરૂપનો આશ્રય છે, દ્રવ્ય ઉપર દષ્ટિ અને જ્ઞાન છે તથા ચારિત્રની લીનતામાં વારંવાર ઉપયોગની દોરીને પોતાની તરફ ખેંચતો રહે છે. સ્વરૂપને છોડીને ઉપયોગને વિશેષ બહાર જવા દેતો નથી. સ્વાનુભૂતિની નિર્વિકલ્પદશા તો જુદી છે. ઉપયોગ બહાર બધાં કાર્યોમાં દેખાય તો પણ દોરીને વધારે બહાર ક્યાંય શુભાશુભ કાર્યમાં ઇચ્છાથી જવા દેતો નથી. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૬૯

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90