Book Title: Aatmgnanno Purusharth Author(s): Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 71
________________ છે. પણ તેથી પર્યાયને દ્રવ્યનો આશ્રય નથી તેવો અર્થ નથી, પર્યાય તે દ્રવ્યના આશ્રયે થાય છે. પર્યાય પણ એક સ્વતઃસિદ્ધ છે, ગુણ પણ સ્વતઃસિદ્ધ છે ને દ્રવ્ય પણ સ્વતઃસિદ્ધ છે. તો પણ પર્યાય એવી સ્વતંત્ર નથી કે જેવું દ્રવ્ય સ્વતંત્ર છે. દ્રવ્ય જેવું પર્યાય સ્વતંત્ર હોય તો પર્યાય એક બીજું સ્વતંત્ર દ્રવ્ય થઈ જાય. માટે પર્યાય દ્રવ્યના આશ્રયે છે અને તે જ રીતે ગુણ પણ દ્રવ્યના આશ્રયે છે. હું જ્ઞાયક છું એમ અંતરમાંથી પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને અંદરમાંથી પોતે રાગથી નિવર્સે અને પોતે પોતામાં લીનતા કરે અર્થાત હું જ્ઞાયક છું તેમ જ્ઞાયક રૂપે પરિણમન કરે તો જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી છે, એમ કહેવાય. માત્ર એકલી ક્રિયામાં સંતોષાઈ જાય અને બોલવામાં જ્ઞાયક છું, લાયક છું એમ કર્યા કરે તથા આ બધું ઉદયાધીન છે એમ માની અંતરમાંથી રાગથી નિવર્તન કરતો નથી ને ભેદજ્ઞાન જેવી પરિણતિ પ્રગટ કરતો નથી તો તેને જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી નથી. લૌકિક સંગનો પરિચય પોતાને નુકસાનનું કારણ થાય છે. લૌકિક સંગ તજી દેવાની શક્તિ હોય તો તજી દેવો. શક્તિ ન હોય તો તે તરફની રુચિ ઘટાડતા જવી અને સત્પુરુષનો તેમજ આત્માનો સંગ કરવો. દેવ-શાસ્ત્રગુરુના સાંનિધ્યમાં રહેવું કે જેથી પોતાનો પુરુષાર્થ વધવાનું કારણ બની જાય. પોતાના પુરુષાર્થની મંદતા હોય તો લૌકિક સંગની અસર થાય છે. એવો નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. જેને સમ્યગુદર્શન પ્રગટ થયું છે અને ગૃહસ્થાશ્રમી છે, તે અંતરથી બાહ્યભાવોથી ન્યારા થઈ ગયા છે. સ્વાનુભૂતિની દશા વર્તે છે તેઓ પણ એવી ભાવના ભાવે છે કે ક્યારે હું સર્વસંગ પરિત્યાગી થઈને મુનિદશા પ્રગટ કરવાનો પુરુષાર્થ શરૂ કર્યું, તે માટે આત્માનું ધ્યાન કરું, તો પછી જે મુમુક્ષુ-જિજ્ઞાસુ છે તેને લૌકિકસંગ છૂટી જાય ને દેવ-શાસ્ત્ર-ગુરુનું સાંનિધ્ય આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૬૮Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90