Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 73
________________ મુમુક્ષુ પાસે ક્ષણે ક્ષણે આત્માર્થની રુચિના પુરુષાર્થની દોરી પોતાના હાથમાં હોય છે. મુમુક્ષુએ રુચિની દોરી હાથવગી રાખવી જોઈએ. તેણે પોતાની રુચિ મંદ ન થઈ જાય તે જોતા રહેવું. મુમુક્ષુએ આત્માની રુચિઆત્માના પ્રયોજન સિવાય બીજા કોઈ પ્રયોજનમાં રોકવી નહીં. દૃષ્ટિનો વિષય અખંડ દ્રવ્ય છે. દૃષ્ટિ તેને ગ્રહણ કરે, જ્ઞાનથી જાણે અને ચારિત્રમાં લીનતા થાય, આ બધું એક સાથે છે. વિશેષ પ્રમાણમાં ચારિત્ર પછી વધે છે. પણ શરૂઆતમાં ત્રણે સાથે જ પ્રગટે છે. રત્નત્રય અભેદપણે યુગપત્ પ્રગટે છે. સત્ સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ છે. સત્ન દેખાડનાર દેખાડે, પણ જોવાનું તો પોતાને જ છે. પોતે તેના માટેનો પુરુષાર્થ ન કરે તો કોઈ ગમે તેટલું જણાવે તો પણ જોઈ શકતો નથી. પોતે પોતાને જોવાની તૈયારી કરે તો જોઈ શકે છે. દેખાડનાર દેખાડે, પણ આપણી જેટલી તૈયારી હોય તેટલું ગ્રહણ થાય છે. પરાશ્રિતજ્ઞાન સર્વથા હેય કહ્યું છે, તો પણ પરની જાણકારી હોય છે ? સમાધાનઃ પરાશ્રિતજ્ઞાન એટલે પરનો આશ્રય લેતું જ્ઞાન તે હેય છે, કારણ કે પ૨ તરફ જવાથી રાગ થાય છે, એકત્વબુદ્ધિ થાય છે માટે તે હેય છે, પણ જ્ઞાન હેય નથી, કારણ કે જ્ઞાન તો સ્વ-પર પ્રકાશક સ્વભાવવાળું છે. વીતરાગ દશા પ્રગટ થાય ત્યારે સ્વ ને પરને જાણવારૂપ સહજ જ્ઞાન હોય છે, પ૨ને જાણવા જતો નથી. તેને આ જાણવું કે આ ન જાણવું તેવો ભાવ રહેતો નથી. એક આત્માને જાણતાં તેમાં બધું જ જણાઈ આવે છે. શ્રીમંદ્ રાજચંદ્ર પુસ્તકમાં એમ આવે છે કે ‘જ્ઞાની પ્રત્યે જેને પરમાત્મબુદ્ધિ આવે છે તેને સર્વ મુમુક્ષુ પ્રત્યે દાસત્વભાવ આવે છે.’ તો ત્યાં તેઓ શું કહેવા માગે છે ? - સમાધાન ઃ મુમુક્ષુને સત્પુરુષ - કે જે સર્વોત્કૃષ્ટ માર્ગ બતાવી રહ્યા છે અને સાધના કરી રહ્યા છે તેના પર પરમેશ્વરબુદ્ધિ આવે છે. એટલે કે તે જ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૭૦ બ

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90