Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 78
________________ દુઃખ નિવૃત્તિના સદ્ધપાય અર્થાત્ સુખ પ્રાપ્તિના ઉપાયઃ (૧) સર્વ દુઃખોનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ “મોક્ષ છે અને તે જ પરમ હિત” છે. વીતરાગ સન્માર્ગ તેનો ઉપાય છે. તે માર્ગ આ પ્રમાણે છેઃ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની ઐક્યતા-અભેદપણે પ્રાપ્તિ તે “મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સમ્યક્ઝતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, તત્ત્વનો સમ્યબોધ થવો તે સમ્યકજ્ઞાન છે. ઉપાદેય તત્ત્વોનો અભ્યાસ થવોપોતાના સ્વભાવમાં સ્થિરતા થવી તે સમ્યફચારિત્ર છે. શુદ્ધ આત્મસ્વરૂપ એવા વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની ઐક્યતા છે. સર્વજ્ઞ દેવ નિગ્રંથગર અને સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મની પ્રતીતિથી તત્ત્વપ્રાપ્તિ થાય છે. વીતરાગતા પ્રગટાવવાના એ સાચા નિમિત્ત છે. જે ધર્મ સંસાર પરિક્ષણ કરવામાં સર્વથા ઉત્તમ હોય અને નિજ સ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ધર્મ ઉત્તમ અને તે જ ધર્મ બળવાન છે. (૨) દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ-દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક “આત્મજ્ઞાન’ સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનમાં થતી નથી અને ભવિષ્યકાળમાં થઈ શકે એમ નથી. સર્વજ્ઞાની પુરુષોને એમ ભાસ્યું છે, માટે તે “આત્મજ્ઞાન” જીવને પ્રયોજનભૂત છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુ વચનના શ્રવણનું કે સશાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઇચ્છતો હોય- સર્વથા દુઃખથી મુક્તપણે જેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી માટે જીવે સર્વ પ્રકારના મત-મતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓઘ સંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૭૫ %

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90