Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 67
________________ છે. તારું ખરું રૂપ તો જ્ઞાન-દર્શનમય છે. બાહ્ય ભાવો આત્માને સ્પર્શ કરતા નથી અર્થાત્ તેની અસર તાદાભ્યપણે તેને થતી નથી. સંયોગ સંબંધે થાય ખરી, પણ સ્વ તરફ દૃષ્ટિ રહે તો તેની અસર થતી નથી તો તું ખરેખર જ્ઞાયક શૂરવીર છે. બાહ્યથી પંચપરમેષ્ઠિ અને ધર્મ મંગળ, ઉત્તમનું શરણ છે, અંતરમાં આત્મા મંગળ, ઉત્તમ અને શરણ છે. ગજસુકુમાર, સુકૌશલ મુનિરાજને ઉપસર્ગ આવ્યા છે, તો તેઓ આત્મામાં સ્થિર થઈ ગયા અને કેવળજ્ઞાન પામી નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા. સુકૌશલ મુનિ દેવલોકમાં ગયા. આ મનુષ્યભવમાં સદ્ગુરુ મળી ગયા અને ભવભ્રમણનો અંત કરવાનો માર્ગ બતાવ્યો. વિભાવોથી જુદો શુદ્ધાત્મા પ્રગટ કરવાનો, દ્રવ્યદૃષ્ટિ કરવાનો માર્ગ મળી ગયો. તો હવે તેમાં નિષ્ઠાએ લાગી જવાનું અને આત્માને પ્રગટ કરી લેવાનો જ પુરુષાર્થ કરતા રહો. તે સિદ્ધિ મેળવી લેવા જેવી છે તો અનંતકાળના ભવભ્રમણનો અંત આવી જશે.' વિયોગનું દુઃખ થાય, તેના વિચારો આવે તો તેને ફેરવવા જરૂરી છે, તેનાથી આકુળતા થાય તો શું થાય? આત્મા જ કર્મથી ભારે બની જાય, માટે શાંતિ રાખવી તે સુખદાયક છે. જ્યાં નિરૂપાયતા છે, કોઈ ઉપાય નથી, ત્યાં શાંતિ રાખવી એ જ સુખદાયક છે. આ મનુષ્યભવમાં આત્મા ઓળખાઈ જાય, સ્વાનુભવમાં આવી જાય તે જ કરવા જેવું છે. હવે ભવ જ ન મળે તેમ કરવાનું છે. જીવ બહારમાં સંતોષ અને શાંતિ માને છે, પણ તે તો આત્મામાં ભર્યા છે. માટે આંતર-સંતોષ અને શાંતિ મેળવવાનો જ પુરુષાર્થ કરવાનો છે. કેટલાય પુણ્ય ભેગા થયા હોય ત્યારે મનુષ્યભવ મળે છે, તેમાં પણ મનુષ્યત્વ પ્રાપ્ત થવું જરૂરી છે, ત્યાર બાદ સદ્ગુરુ મળવા મહામુશ્કેલ છે, શ્રુતની પ્રાપ્તિ થવી તે વળી વધારે દુર્લભ છે. તેના પર શ્રદ્ધા અને આચરણ થવું વધારે ને વધારે મુશ્કેલ છે. પ્રથમના બે કારણો મળ્યા છે. તો હવે આ મનુષ્યજન્મ સફળ થાય તે જ કરવા જેવું છે. સંસારી જીવોને અચાનક આયુષ્ય પૂરું થાય એટલે આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૬૪ %

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90