Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 65
________________ સ્વરૂપે છે તેવું જ રહ્યું છે, અશુદ્ધતા તેમાં પેસી ગઈ નથી. રત્નત્રય વડે શુદ્ધપણે ઉપાસવામાં આવતો શુદ્ધ જ છે. શુદ્ધ-અશુદ્ધના ભેદ છે તે પર્યાયના ભેદ છે, દ્રવ્યના ભેદ નથી. સ્વરૂપ પ્રકાશનમાં પોતે જ કર્તા અને પોતે જ કર્મ એવી પર્યાય પ્રગટ થઈ છતાં તેમાં પર્યાય સાબિત નથી કરવાની પણ જ્ઞાયક સાબિત કરવાનો છે. સાધનાની પર્યાય-વેદનની પર્યાય સ્વાનુભૂતિપણે પ્રગટે તો પણ જ્ઞાયક તે જ્ઞાયક જ છે. જ્ઞાયક-જાણનારો બહારના શેયોને જુદો રહીને જાણે છે, તેમાં જોયને કારણે અશુદ્ધતા આવી જતી નથી. તેની પર્યાયમાં અશુદ્ધિ ચારિત્રની અપેક્ષાએ છે, પણ જાણવાની અપેક્ષાએ અર્થાત્ જ્ઞાનના જાણપણાથી અશુદ્ધતા આવતી નથી. જો દ્રવ્ય એકલું કૂટસ્થ હોય તો સાધના હોય નહિ, વેદન હોય નહિ, સંસાર મોક્ષની કોઈ અવસ્થા હોય નહિ, માટે દ્રવ્ય પર્યાય વગરનું હોતું નથી. સાંસારિક વૈરાગ્યના પ્રસંગે કેમ વર્તવું? સમાધાનઃ પોતાના ઉપયોગને આત્મા તરફ ફેરવ્યા કરવો. શરીરના કે બીજા વિચારો આવે તો “આત્મા જ્ઞાયક છે, આત્મામાં સુખ અને આનંદ છે, સંયોગો તો બધા બહારના છે, તેને ફેરવવા એ આપણા હાથની વાત નથી” – એમ ઉપયોગને વારંવાર અંતર તરફ ફેરવ્યા કરવો, વાંચન કરવું, સારા વિચારો કરવા, જીવ એકલો આવ્યો અને એકલો જ જવાનો છે, તેને સંસારમાં કોઈ શરણરૂપ થનાર નથી, પોતાનો આત્મા જ શરણ છે અર્થાત્ સદ્ગુરુદેવે બતાવ્યો તે માર્ગ જ એક શરણરૂપ છે. તેની શ્રદ્ધા સાથે ઉપાસના, આરાધના કરવી, જેથી આત્મા સંસારથી છૂટી જઈ શકે. જેણે આત્માને, આત્મભાવને ગ્રહણ કર્યા હોય, પારિણામિકભાવનું ચિંતન કર્યું હોય તે ખરે ટાઈમે શરણરૂપ થાય છે. વૈરાગ્યના પ્રસંગે પંચપરમેષ્ઠિ, ગુરુ અને આત્માને યાદ કરવા. આયુષ્ય તો પાણીના પરપોટા જેવું છે, ઝાકળના બિંદુ જેવું છે. ક્યારે આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૬૨ %

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90