Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 63
________________ પણ અલ્પ અસ્થિરતા રહે છે તે પણ ગૌણ થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે ચૈતન્ય સદાને માટે અનાદિ-અનંત શાશ્વતં દ્રવ્ય છે, તે પોતે જ આદરણીય છે. તે સ્વધરમાં જ રહેવા જેવું છે. તે જ વિશ્રામધામ છે, આનંદધામ છે. ધ્યેય જેણે લક્ષમાં લીધું તેની સાધકદશા નિરંતર ચાલતી હોય છે અને તે અંતરમાં સ્થિર થવા માટે પ્રયત્ન કરતો રહે છે. પરિણતિને ક્યાં લઈ જવી, કેમ પરિણમાવવી, કેટલી નિર્મળ બનાવવી તે પોતાના હાથની વાત છે, તેને બહારના સંયોગ સાથે કોઈ સંબંધ નથી. સાધકોને જિનમંદિરના દર્શનની, પૂજાની, યાત્રાની, સ્વાધ્યાયની, એકાંતવાસની, એકાંતમાં ધ્યાન કરવાની એવી બધી શુભ ભાવના હોય છે. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય તે અંતરમાં થતાં રહે છે. જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી શુદ્ધ પર્યાયની સાથે શુભભાવ રહે છે. સહજ દશાની અંદર બધું સહજ હોય છે. જ્યાં સુધી મુનિદશા, કેવળજ્ઞાન નથી ત્યાં સુધી અધૂરાશ છે. દેવ-શાસ્ર-ગુરુનું સાન્નિધ્ય સદાને માટે રહો ને આત્મામાં વીતરાગતા પ્રગટ થાય એવી ભાવના સાધક દશામાં હોય છે. આત્માની સાવધાની સાથે દેવશાસ્ર-ગુરુનું સાન્નિધ્ય સદાને માટે રહો. જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી જ્ઞાયકની જ્ઞાનધારા સદાને માટે રહ્યા કરે એ પ્રકારે સાધના ચાલતી રહેવી જોઈએ. સ્વાનુભૂતિની દૃષ્ટિની ધારા અને જ્ઞાનની ધારા જે છે તે તો બધું ચાલ્યા કરવું જોઈએ, તેમાં બહારના કોઈ સંયોગો તેને અટકાવી શકતા નથી. જેણે વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તે ખરેખર બંધ-મોક્ષનો કર્તા નથી; કારણકે દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે. શુદ્ધ જ્ઞાન-પરિણત એટલે પરિણમે અર્થાત્ પરિણામી-અપરિણામી બન્ને સાથે હોય છે. અહીં અપરિણામી તે દ્રવ્ય છે અને પરિણામી તે પર્યાય છે. વાસ્તવિક રીતે પરિણમેલો જીવ વસ્તુસ્વરૂપને જાણે છે અને તે દ્રવ્ય અપેક્ષાએ બંધ-મોક્ષનો કર્તા નથી. વસ્તુસ્વરૂપ અનાદિ અનંત જેમ છે તેમ જ્ઞાન-પરિણત જીવે જ જાણ્યું છે કે આ મારું સ્વરૂપ છે. આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૬૦ બ

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90