Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 61
________________ એત્વબુદ્ધિ-સ્વામિત્વબુદ્ધિ તૂટી ગઈ છે, તેથી રાગ થાય તો પણ તે મારું સ્વરૂપ નથી એમ ભાન હોવાથી પાછો વળી જાય છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એ ત્રણેથી જુદા પડવાનું છે. અંતરમાં વિભાવ સાથે એકત્વબુદ્ધિ છે, ત્યાં પરપદાર્થો સાથે પણ એકત્વબુદ્ધિ છે, તે હજી જુદો પડ્યો નથી. દ્રવ્યકર્મના નિમિત્તે ભાવકર્મરૂપે પોતે પરિણમે છે, પણ તે પોતાનો સ્વભાવ નથી. દ્રવ્યદૃષ્ટિથી જુએ તો વિભાવ પોતાનાથી જુદો છે, છતાં તેની સાથે જેને એકત્વબુદ્ધિ છે તે પર તરફ દષ્ટિ કરીને ઊભો છે. જ્યારે વિભાવની એકત્વબુદ્ધિથી છૂટે છે ત્યારે બધાથી છૂટી જાય છે. વિભાવભાવમાં દષ્ટિ છે ત્યાં સુધી પરમાં જ દષ્ટિ રહેલી છે. તેથી દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઊભાં થયાં કરે છે. પુરુષાર્થ કરવાની ભાવનામાં કર્તુત્વબુદ્ધિ આવી જતી નથી. પુરુષાર્થના સ્વરૂપને સમજે છે, તેને કર્તુત્વબુદ્ધિ નથી આવતી. ક્રમબદ્ધ પર્યાય છે, તો પર્યાય ઉપરથી દ્રવ્યદ્રષ્ટિ ઉપર જવા માટે કેમ વર્તવું જોઈએ? સમાધાન : પર્યાય ઉપરની કર્તાપણાની બુદ્ધિનો ત્યાગ કરવાથી દ્રવ્યદ્રષ્ટિ પ્રગટે છે. પરદ્રવ્યને હું કરી શકું છું, એમ તું પોતે બીજાનો સ્વામી થઈને તેનું કરવા માંગે છે એવી સ્વામિત્વબુદ્ધિ - કર્તા બુદ્ધિ તોડીને તું તારા દ્રવ્ય ઉપર દૃષ્ટિ કર. ક્રમબદ્ધ પર્યાય કર્તાબુદ્ધિ તોડવાની છે તેનું સૂચવન કરે છે. ક્રમબદ્ધ પર્યાય પુરુષાર્થ કરવાનું સૂચન પણ કરે છે. જે પર્યાય પરિણમવાની હોય તે પરિણમે છે, પણ પોતે તો સ્વ તરફનો પુરુષાર્થ કરવાનો છે. તે પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. જેમ બનવાનું હશે તેમ બનશે એમ કરવાથી તેની મેળાએ દ્રવ્યદષ્ટિ થઈ જતી નથી. દ્રવ્યદૃષ્ટિ કરવાથી પરનું કર્તુત્વ ટળી જાય છે. “ક્રમબદ્ધ પર્યાયને આ રીતે સમજી પુરુષાર્થ કરતા રહેવાનું છે. શ્રીમદ્ રાજચંદ્ર સમ્યગદષ્ટિ હતા, સ્વાનુભૂતિ પામેલા હતા. તેઓ આત્મજ્ઞાનનો પુરુષાર્થ છે ૫૮ %

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90