Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 60
________________ જે જેમ હોય તેમ જાણવાનું હોય છે. નિર્વિકલ્પ દશામાં આનંદનું વેદન જુદું હોય છે. સવિકલ્પ સાથે નિર્વિકલ્પની સરખામણી થઈ શકે નહીં. સવિકલ્પમાં જ્ઞાનીને રાગની આકુળતાનું વેદના અને શાંતિ સાથે વેદાઈ રહ્યાં છે, જ્યારે નિર્વિકલ્પ દશામાં એકલો આનંદ વેદાઈ રહેલો હોય છે. સવિકલ્પ દશામાં આકુળતાની સાથે પરિણતિમાં શાંતિ પણ છે. ઉપયોગ બહાર જાય છે તેમાં આકુળતા સાથે રહેલી છે. પ્રશસ્ત કે અપ્રશસ્તભાવ જે હોય પણ સાથે આકુળતા છે, રાગનો વિકલ્પ છે. જ્યારે નિર્વિકલ્પમાં નિવૃત્તિમય પરિણતિ, એકલી શાંત પરિણતિ, જ્યાં બીજો કોઈ વિકલ્પ ઊઠતો નથી. સમ્યક્દર્શન પ્રાપ્ત નહિ થવામાં શ્રદ્ધાનો જ દોષ છે. ચારિત્રનો દોષ શ્રદ્ધાને રોકતો નથી. અનંતાનુબંધી કષાય છે, તેને શ્રદ્ધા સાથે સંબંધ છે, જેની શ્રદ્ધા સવળી થઈ જાય તેને અનંતાનુબંધી કષાય ટળી જ જાય છે. અનંતકાળથી શ્રદ્ધાની ખામી કે દોષ હોવાથી રખડપટ્ટી ટળતી નથી. શ્રદ્ધાથી રુચિ પલટાય, આત્માર્થીપણું થાય ત્યાં આત્માનું જ એક પ્રયોજન હોય છે, તે વખતે કષાયો મંદ હોય છે, તેને વિષય કષાયો પ્રત્યેની વૃદ્ધતા (ગમવાપણું) તૂટી જાય છે. જેને શ્રદ્ધા છે, આત્માર્થીપણું છે તેને નીતિ, ન્યાય સાથે સંબંધ જોડાયેલો હોય છે. તે સમ્યફદર્શન સાથે નીતિને સંબંધ હોય છે, તે પહેલાં પણ નીતિ હોવી જરૂરી છે. સમ્યફદર્શન પછી તેને ગમે તેમ આચરણ થાય નહિ. અંદરમાં એટલી મર્યાદા આવી ગઈ હોય છે કે સ્વરૂપાચરણ ચારિત્ર અને ભેદજ્ઞાનની ધારા વર્તે છે તેથી બહારના વિભાવની મર્યાદા આવી જાય છે. પરની એકત્વબુદ્ધિ તૂટતી જઈને અંતર્મુખતા આવી જાય છે. સમ્યક્દષ્ટિને અસ્થિરતાનો રાગ ઊભો છે, પણ રાગ ઉપર પ્રીતિ નથી. આ રાગ આદરણીય નથી, તે મારું સ્વરૂપ નથી, હું તો વીતરાગ સ્વરૂપ છું એમ ભાન હોવાથી રાગનો રસ નીતરી ગયો છે અર્થાત્ તેને પરની આત્મજ્ઞાનનો પુરુષાર્થ છ ૫૭ %

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90