Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 58
________________ વિભાવ ઊભા થાય તે બધાથી હું જુદો ચૈતન્ય છું – એમ વારંવાર તેનો મહિમા - લગની લગાડવાની છે. નિશ્ચયથી વિકલ્પવાળો હું નથી, નિર્વિકલ્પ તત્ત્વ છું. વિકલ્પ છૂટી જવાથી કાંઈ શૂન્યતા આવી જતી નથી, પણ અંદર જે છે તે પ્રગટ થઈ જાય છે. સમ્યગદર્શન થતાં મુક્તિનો માર્ગ શરૂ થાય છે, પછી ચારિત્ર દશા આવે છે, તો પણ દેવ-ગુરુ-શાસ્ત્રના શુભભાવ સાથે હોય છે - જ્યાં સુધી સંપૂર્ણ વીતરાગદશા પ્રગટી નથી ત્યાં સુધી નિરંતર જ્ઞાયકઆત્માનું ચિંતન સમ્યક્દર્શન પ્રાપ્ત કરવા જરૂરી છે. તેને પછી શુભાશુભવિભાવભાવ છે તેમાં શાંતિ લાગતી નથી. જ્ઞાયકભાવ તે સુખરૂપ અને આનંદરૂપ છે. આમ જ્ઞાયકનું ચિતવન-મનન હોય, તેનો જ અભ્યાસ, તેને અનુરૂપ શ્રુતનું ચિંતન કરે, પ્રયોજનભૂત તત્ત્વના વિચારો કર્યા કરે. હું જ્ઞાયક છું, પર પદાર્થોનો હું કર્તા નથી, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે – આમ પોતાના આત્માની સિદ્ધિ માટે ચિંતન કરે. આત્મા આત્મજ્ઞાનપણે પરિણમી જાય તેવી ભાવના નિરંતર કર્યા કરે. અનુભવ જ્ઞાનથી નિવેડો છેઃ અનુભવ જ્ઞાન પ્રગટ થયું હોય તેને શાસ્ત્ર ન ભણ્યો હોય તો પણ તેનું રહસ્ય અનુભૂતિમાં આવી જાય છે. અનુભવમાં યુક્તિ, આગમ, અનુમાન બધું તેમાં આવી જાય છે. શિવભૂતિ મુનિ કાંઈ જાણતા ન હતા કે સમજાય તે યાદ નહોતુ રહેતું તો પણ ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખી સાધના-વિચારણા કરતા રહ્યા જેના પરિણામે કેવળજ્ઞાન પામ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા. આત્માની ઓળખાણ કરવા તીવ્ર પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ કરે તો થાય જ, ન થાય તેવું નથી, પણ પરથી છૂટો પડીને સ્વનો અભ્યાસ સતત કર્યા કરે તો થાય, તેને માટે લગની, ઝુરણા તીવ્ર થવી જોઈએ. પોતાના પુરુષાર્થથી પલટો ખાય છે, પુરુષાર્થ વગર પલટો ખાતો નથી, પણ પોતાના ઉપાદાનને સન્મુખ કરવું જરૂરી છે. ઘણી વાર તીર્થંકરનો ભેટો થયો છે, પણ પોતાની ખામીને લઈને તીર્થંકરની વાણીની અસર ન થઈ અને સંસાર પરિભ્રમણ ચાલુ રહ્યું. બાકી પુષ્ટ નિમિત્ત પણ આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૫૫ %

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90