Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 56
________________ માનીને ચાલી રહ્યો છે, માટે અઘરું લાગે છે. ઉપયોગને સૂક્ષ્મ કરવા શું કરવું જોઈએ? સમાધાનઃ તત્ત્વને સમજવું, સમજીને તે વિષે અંતરમાં ઊંડાણપૂર્વક વિચારણા કરવી. જ્ઞાયક આત્મા પ્રત્યે લગની લગાવવી, તેનો મહિમા કરવો, પરની એકત્વબુદ્ધિ તોડીને હું તો ચૈતન્ય એવો આત્મા છું. હું અનંતગુણોનો ભંડાર છું. બધું જ મારામાં છે, બહાર કાંઈ નથી એમ વિચારણા કરતાં હું કોણ છું તેને ઓળખવાનો પ્રયત્ન કરવો. વળી મહાપુરુષે જે માર્ગ બતાવ્યો છે તે વિષે વાંચન કરવું, ભક્તિ કરવી, વિચારણા કરવી અને પોતે અંતરમાં આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. તેથી સૂક્ષ્મ સ્વાનુભૂતિ થાય. પોતાના અંતરમાં ઉપયોગ જાય તે ઉપયોગ સૂક્ષ્મ છે. પોતાની સન્મુખ થઈને હું ચૈતન્ય છું એમ કહેવાય. ચેતનદ્રવ્ય છું, જ્ઞાયક છું, એમ પોતાના સ્વભાવ તરફ જાય તો તેની દશા બદલાય છે, તેવા ઉપયોગને સૂક્ષ્મ કહેવાય. વિકલ્પાત્મક ભાવભાસન બુદ્ધિથી થાય છે, તેને વ્યવહારે યથાર્થ કહેવાય, પણ વાસ્તવિક યથાર્થ તો ચૈતન્યને ગ્રહણ કરે ત્યારે જ કહી શકાય. બુદ્ધિથી નિર્ણય કરે તો વ્યવહારથી કહેવાય, પણ વાસ્તવિકપણે પોતે પોતાને ગ્રહણ કરે ત્યારે યથાર્થ કહેવાય. જ્ઞાનની પર્યાય તો ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, તે હું નથી. હું તો ત્રિકાળ જાણનાર છું. સ્વયં મારું અસ્તિત્વ જ જ્ઞાયક છે. સ્વયં જ્ઞાયકપણાવાળું મારું અસ્તિત્વ અખંડ છે. મારું અસ્તિત્વ અગાધ અને અનંત શક્તિઓથી ભરેલી એવી મારી જ્ઞાયકતા છે. પરિણતિ અને ઉપયોગ : ભેદજ્ઞાનની ધારારૂપ તેની પરિણતિ તો કાયમ ચાલુ રહે છે, જ્યારે ઉપયોગ તો બહાર આવે અને અંતરમાં પણ ચાલ્યો જાય. ઉપયોગ અંતરમાં હોય ત્યારે સ્વની અનુભૂતિ હોય, પછી ઉપયોગ બહાર આવે છતાં પરિણતિ ચાલુ જ છે. આમ પરિણતિ અને ઉપયોગમાં ફેર છે. ભેદજ્ઞાનની ધારા તો ચાલુ જ છે, તે પરિણતિ છે. - આત્મજ્ઞાનનો પુરુષાર્થ ) ૫૩

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90