Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 57
________________ ચૈતન્યને ગ્રહણ કરવા માટે વાંચન, મનન, સત્પુરુષનો સમાગમ આદિ વિશેષપણે રહેવાં જોઈએ. સત્પુરુષના આશ્રયપૂર્વક પોતાની વિચારશૈલીથી પોતે નિર્ણય કરીને આત્મસ્વભાવ ગ્રહણ કરવો. તત્ત્વના પોષણ માટે એકાંત વિશેષપણે હોવું જોઈએ. એકાંતની ભાવનાથી વધારે ફાયદો થાય. જોડણીક્ષાયિક તો જેને અપ્રતિહત ધારા હોય છે તેને પ્રગટ થાય છે. શુદ્ધાત્માની સાધનાની વિશેષ પર્યાયો જોડાતી જાય તો અપ્રતિહત ધારાએ જોડણી-ક્ષાયિક પ્રગટ થાય છે. જોડણી-ક્ષાયિક એટલે ક્ષયોપશમ સમકિત એવું અપ્રતિહત હોય કે જે પડવાઈ થતું નથી. પાત્રતાના મુખ્ય લક્ષણો : (૧) અંતરથી આત્માની જ લગની લાગી હોય કે, મારે મારા ચૈતન્યની ઓળખાણ કરી જ લેવી છે. (૨) દરેક કાર્યમાં આત્માનું જ પ્રયોજન હોય, બીજી બધી વાતો ગૌણ હોય છે, (૩) દરેક કાર્યમાં આત્માને મુખ્ય રાખીને ચાલે. (૪) શુભ ભાવમાં દેવ-શાસ્ર-ગુરુની પ્રભાવના કેમ થાય તેવા પ્રયત્નમાં જ રહે છે. (૫) લૌકિક પ્રયોજનથી અત્યંત ન્યારો હોય છે. સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ તે દ્રવ્યાનુયોગ પરિણમ્યાનું મૂળ છે. એ કોઈ કાળે ભૂલીશ નહિ.' – જેને દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમી ગયો છે, તેને સંયમ ક્રમે ક્રમે આવી જાય છે. તેને સ્વરૂપ રમણતા પ્રગટ થઈ ચારિત્ર પ્રગટે છે. મુમુક્ષુ દશામાં બહારથી રુચિ છૂટી જાય છે. વૈરાગ્ય આવી જાય છે. અર્પણતામાં બધા આગ્રહો છૂટી જવા જોઈએ. આગ્રહોનાં જાળાં ઢીલાં થઈ જવાં જોઈએ. ‘હું જાણું છું, હું સમજુ છું' એવા પ્રકારના ભાવ છૂટી જવા જોઈએ તો જ અર્પણતા સાચી થાય. શ્રીમદ્ભુ લખે છે કે – સ્વાનુભૂતિ જ્યારે નિર્વિકલ્પ દશા પ્રગટે ત્યારે થાય છે. તે પહેલાં હું જાણનારો છું, જ્ઞાયક છું, એમ વારંવા૨ અંદરમાં રટણ કર્યા કરવું, જે વિકલ્પો ઊભા થાય તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી જુદો છું. મંદ કે તીવ્ર આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૦ ૫૪ બ

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90