Book Title: Aatmgnanno Purusharth
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 55
________________ પ્રગટ કરી લેવાની છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ એમ શ્રીમદ્જીએ કહ્યું છે. અર્થાત્ ચૈતન્ય તત્ત્વની ઓળખાણ જે માર્ગથી થાય તે પરમાર્થનો પંથમાર્ગ છે. માટે મનુષ્ય જીવનનું કર્તવ્ય છે, પોતે પોતાની ઓળખાણ કરી લેવી અને સંસારનો ઉચ્છેદ કરવો. - જ્ઞાન જુદું અને રાગ જુદો તેમ ઓળખાણ થાય પછી - તે પ્રકારનો વિકલ્પ કરવાની જરૂર પડતી નથી એટલે કે, જેને યથાર્થ ઓળખાણ થાય તેને જ્ઞાન અને રાગ જુદા છે એવી સહજ જ્ઞાનધારા વર્યા કરે છે. ઉદયધારા (કર્મધારા) અને જ્ઞાનધારા જુદી છે. સ્વાનુભૂતિ થયા પછી તેમાં પુરુષાર્થ કરવાની જરૂર રહેતી નથી. તેને હવે સહજ ભેદજ્ઞાન રહ્યા કરે છે. જે ઉદયો આવે અને કદાચ વિકલ્પ ઊભો થાય તો પણ તે સમજે છે કે હું આ બધાથી જુદો છું અને જ્ઞાનધારા ટકી રહે છે. પુરુષાર્થની મંદતાને કારણે અલ્પપણે જોડાવાનું થાય, પણ તેમાંથી પાછો હઠી પછી જ્ઞાનધારામાં જોડાઈ જાય, વીતરાગતા દઢ થતી જાય છે. તેથી જ્ઞાન જુદું અને રાગ જુદો એમ કરવાની જરૂર રહેતી નથી. જ્ઞાનીઓ કહે છે કે સતુ સરળ છે, સુગમ છે, સહજ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ થાય છે તો અમને એવું કેમ ભાસતું નથી? સમાધાનઃ “સ” એ દ્રવ્યનો સ્વભાવ છે, તેથી “સતુંએ આત્માનો સ્વભાવ છે અને સ્વભાવ સહજ હોય, તેથી સહજ છે તેમ કહ્યું છે. વળી, તેને કાંઈ બહાર શોધવા જવું પડે તેમ નથી કે કોઈની પાસેથી માંગવા જવું પડતું નથી કે પરવસ્તુમાંથી આવતું નથી. પોતાનો સ્વભાવ છે માટે સુગમ છે, સહજ છે, સરળ છે; પણ અનાદિના વિભાવના અભ્યાસના કારણે દુર્લભ છે. પોતાનો સ્વભાવ છે માટે સહજ છે, પ્રગટ કરવાનો પુરુષાર્થ સમ્યકપણે કરે તો જ્ઞાનીઓ કહે છે કે અંતર્મુહૂર્તમાં પ્રગટ થઈ જાય છે અને તેવો પુરુષાર્થ ન કરે તો અનંતકાળ જતો રહે તો પણ પ્રગટ ન થાય. વળી અનાદિકાળનો વિભાવમાં જ રહેવાનો અભ્યાસ છે અને તેને જ સાચું આત્મજ્ઞાનનો પુરુષાર્થ જી પર છ

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90