Book Title: Aatmgnanno Purusharth Author(s): Rasik Shah Publisher: Raj Saubhag Satsang Mandal SailaPage 50
________________ દષ્ટાંતો મળે છે. દા.ત. શિવભૂતિમુનિને ભગવાને માતુષ-મારૂષ કહ્યું પણ તેમાં પણ તુષ-માષ થઈ ગયું. પણ દાળ અને ફોતરા તરફ દૃષ્ટિ જતાં આત્મા જુદો છે અને શરીર, વિભાવાદિ મારાથી જુદાં છે એમ સ્પષ્ટતા થતાં કેવળજ્ઞાન માટેની શ્રેણી મંડાઈ ગઈ અને કેવળજ્ઞાન પામી મોક્ષે ચાલ્યા ગયા. લગની - ગુરણા લાગી હોય અને પુરુષાર્થ ન થાય એવું બને નહિ. લગની લાગી હોય તો પુરુષાર્થ થાય છે અને માર્ગ મળી જાય. ખરેખરી લગની હજી લાગી નથી. આત્માને ઓળખવો એ એક જ વિધિ-રીત ઉપયોગમાં લેવાની છે. પરની એકત્વબુદ્ધિ તોડવાનો પ્રયત્ન કરે તો માર્ગ ખુલી જાય. પરમાર્થનો માર્ગ એક જ છે. આત્મા બધાથી જુદો છે, અપૂર્વ છે એમ આત્માની ઓળખાણ કરે તો ભવનો અંત થાય. પ.કૃ. દેવ શ્રીમદ્ રાજચંદ્રજી એક પત્રમાં લખે છે કે, બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” આની સ્પષ્ટતા જોઈએ છે. - તત્ત્વને જેણે ગ્રહણ કર્યું છે, સ્વાનુભૂતિ જેણે પ્રગટ કરી છે, માર્ગ જેણે પ્રશસ્ત કર્યો છે, માર્ગને જેઓ જાણે છે એવા એક સપુરુષને શોધી લે, તેઓ તને બધું બતાવશે અને તેનો આશય ગ્રહણ કરી લે. મોક્ષ મારી પાસેથી લેજે એટલે કે તને મોક્ષ મળવાનો જ છે. પુરુષનો આશ્રય ગ્રહણ કરી તેમને ઓળખ્યા તો તને માર્ગ મળવાનો છે. અનંતકાળથી સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થયું નથી, તેને દેવ-શાસ્ત્ર કે ગુરુ મળે અને પોતાનું ઉપાદાન તૈયાર હોય તો પ્રાપ્ત થાય એવો નિમિત્ત-ઉપાદાનનો સંબંધ છે. અંતરથી દેશનાલબ્ધિ પરિણમી જાય એટલે અવશ્ય સમ્યગદર્શન પ્રાપ્ત થાય. સમ્યગુદર્શન થાય છે પોતાના ઉપાદાનથી, પણ નિમિત્ત સાથે એવો સંબંધ હોય છે. માટે તું એક સપુરુષને શોધ, તેમાં તને બધું જ મળી રહેશે. સપુરુષ મળે અને માર્ગ પ્રાપ્ત થયા વગર રહે તેવું બનતું નથી, અવશ્ય માર્ગ પ્રાપ્ત થાય છે, આત્મજ્ઞાનનો પુરુષાર્થ ૪૭Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90